Home> World
Advertisement
Prev
Next

પહેલાં કહ્યું 'Asymptomatic દર્દીઓથી સંક્રમણનો ખતરો ખૂબ ઓછો હોય છે' હવે WHOએ નિવેદનથી ગુલાટી મારી

WHOએ કહ્યું હતું કે કોરોના વાયરસ (Coronavirus) વિનાના લક્ષણવાળા દર્દીઓ (asymptomatic carriers)થી સંક્રમણ ફેલાવવાનો ખતરો ખૂબ ઓછો હોય છે. WHOએ હવે સ્પસ્ષ્ટ કર્યું છે કે આમ ખૂબ જ ઓછું એટલે ફક્ત બે અથવા ત્રણ રીસર્ચના આધારે કહેવામાં આવ્યું હતું.'

પહેલાં કહ્યું 'Asymptomatic દર્દીઓથી સંક્રમણનો ખતરો ખૂબ ઓછો હોય છે' હવે WHOએ નિવેદનથી ગુલાટી મારી

જિનેવા: WHOએ કહ્યું હતું કે કોરોના વાયરસ (Coronavirus) વિનાના લક્ષણવાળા દર્દીઓ (asymptomatic carriers)થી સંક્રમણ ફેલાવવાનો ખતરો ખૂબ ઓછો હોય છે. WHOએ હવે સ્પસ્ષ્ટ કર્યું છે કે આમ ખૂબ જ ઓછું એટલે ફક્ત બે અથવા ત્રણ રીસર્ચના આધારે કહેવામાં આવ્યું હતું.'

fallbacks

WHOની ટેક્નોલોજી પ્રમુખ મારિયા વૈન કરખોવએ જેનેવામાં સોમવારે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે 'અમારી પાસે તે દેશોના રિપોર્ટ છે જે ખૂબ વિસ્તૃતરૂપમાં કોન્ટેક્ટ ટ્રેસિંગ કરી રહ્યા છે. તે એસિમ્પ્ટોમેટિક કેસ જોવા મળી રહ્યા છે. તેને તેમાં સેકન્ડરી ટ્રાંસમિશન જોવા મળતા નથી. મારિયા વેને કહ્યું કે 'આમ ખૂબ ઓછું જોવા મળે છે કે એક એસિમ્પ્ટોમેટિક વ્યક્તિ ખરેખર કોઇ બીજા વ્યક્તિને સંક્રમિત કરે. 

જોકે મારિયા કરખોવ મંગળવારે પોતાની વાતથી પલટી ગઇ. તેમણે કહ્યું કે 'મેં ગઇકાલની પત્રકાર પરિષદમાં જેમનો ઉલ્લેખ કર્યો હતો તે ખૂબ ઓછા રિસર્ચ હતા. કેટલા બે અથવા ત્રણ પ્રકાશિત રિસર્ચ જે હકિકતમાં એસિમ્પ્ટોમેટિક કેસ જોવા મળી રહ્યા હતા. એટલા માટે જે લોકો સમય સાથે સંક્રમિત થયા છે, તેમના તમામ સંપર્કોને જોઇએ તો કેટલા વધારાના લોકો સંક્રમિત થયા. 

તેમણે કહ્યું કે આ તો રિસર્ચોનો એક નાનકડો ભાગ છે. એટલા માટે હું ફક્ત એક પ્રશ્નનો જવાબ આપી રહી હતી. હું WHOની નીતિ બતાવતી હતી. તેમણે એ પણ કહ્યું હતું કે આ કોઇને ખબર નથી, કેટલાક મોડલિંગ સમૂહોએ અનુમાન લગાવવાનો પ્રયત્ન કર્યો છે કે સંક્રમણ ફેલાવનાર એસિમ્પ્ટોમેટિક લોકોનું માપદંડ શું છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More