Home> Gujarat
Advertisement
Prev
Next

વૃદ્ધને સાત જન્મે પણ ન મળે તેવી સુંદર યુવતીએ ફોન કરી કહ્યું તમારા પુત્રની માતા બનવું છે જો તમે...

ગુજરાતમાં હની ટ્રેપની ઘટનાઓમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. સોશિયલ મીડિયાનો વ્યાપ વધવાની સાથે હવે તેના કેટલાક ખરાબ પાસાઓ પણ સામે આવી રહ્યા છે. આવો જ એક રંગીલા વૃદ્ધનો જબરો કિસ્સો સામે આવ્યો હતો

વૃદ્ધને સાત જન્મે પણ ન મળે તેવી સુંદર યુવતીએ ફોન કરી કહ્યું તમારા પુત્રની માતા બનવું છે જો તમે...

મહેસાણા : ગુજરાતમાં હની ટ્રેપની ઘટનાઓમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. સોશિયલ મીડિયાનો વ્યાપ વધવાની સાથે હવે તેના કેટલાક ખરાબ પાસાઓ પણ સામે આવી રહ્યા છે. લોકો સોશિયલ મીડિયાનો અતિઉપયોગ કરતા હોવાનાં કારણે કેટલીક વાર ફસાઇ પણ જતા હોય છે. આવી જ ઘટનાઓ અવાર નવાર પ્રકાશમાં પણ આવતી રહે છે. તો કેટલાક કિસ્સામાં આબરૂ જવાની બીકે વ્યક્તિ સોદો કરીને પોતાની જાતને છોડાવી લેતો હોય છે અને પોલીસ ફરિયાદ નથી કરતો. તેના કારણે જ આવા કિસ્સાઓમાં પણ વધારો થાય છે. 

fallbacks

સુરતમાં કોરોના બ્લાસ્ટ થવા પાછળનું કારણ સામે આવ્યું, આ પ્રકારની ચાલી રહી છે તૈયારી

મહેસાણા જિલ્લાના સતલાસણમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. સતલાસણાના વયોવૃદ્ધ હનીટ્રેપમાં ફસાયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં સોશિયલ મીડિયા થકી વૃદ્ધ સોનલ પંચાલ નામની એક યુવતીનાં સંપર્કમાં આવ્યા હતા. સોનલ પંચાલે થોડા દિવસો સુધી તેમની સાથે ખુબ જ મીઠી મીઠી વાતો કરી હતી. વૃદ્ધ તેમને ખુબ જ પસંદ આવી ગયા હોવાથી તેમની સાથે શરીર સંબંધ બાંધવા ઇચ્છે છે તેવું પણ જણાવ્યું હતું. જેથી વૃદ્ધે પણ તૈયારી દેખાડતા બંન્ને દાંતા નજીકના એક ગેસ્ટ હાઉસમાં મળવાનું નક્કી કર્યું હતું. 

પોલીસની છાપ સુધારવા ગૃહમંત્રીનો મેગા પ્લાન, ટુંક સમયમાં POLICE વિભાગની થશે કાયાપલટ!

સોનલ પંચાલ નામની મહિલાએ હનીટ્રેપની તમામ તૈયારીઓ કરી લીધી હતી. પોતે દાંતા રહેતી હોવાથી દાંતાની આસપાસ જ મળી શકાય તેવું જણાવ્યું હતું. જેથી વૃદ્ધ દાંતાના ગેસ્ટહાઉસમાં સોનલને મળવા માટે ગયા હતા. અગાઉથી જ નક્કી થયા પ્રમાણે બંન્ને વચ્ચે શારીરિક સંબંધો બંધાયા હતા. શારીરિક સંબંધ બાદ અપહરણ કરી રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. હનીટ્રેપમાં રૂપિયા 5 લાખની માંગણી કરવામાં આવી હતી. આ પૈસા આપ્યા બાદ જ વૃદ્ધને છોડવામાં આવશે તેવી ધમકી આપી હતી. 

ગુજરાતના પોલીસ વિભાગમાં સૌથી મોટો કોરોના વિસ્ફોટ; એક જ દિવસમાં 85 કર્મીઓ સહિત 351 લોકો સંક્રમિત

જો કે પરિવાર દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા સતલાસણા પોલીસે છટકું ગોઠવી છોડાવ્યા હતા. હનીટ્રેપ કરનારી ટોળકીના 2 સાગરીતોને પણ ઝડપી લેવામાં આવ્યા હતા. જો કે મુક્ય નાયિકા સોનલ પંચાલ અને અન્ય 6 લોકો હજુ પણ ફરાર છે. સતલાસણા પોલીસે વૃદ્ધને બચાવી ટોળકી ઝડપી લીધી છે. હાલ તો સમગ્ર મામલે તપાસ આદરી છે. આ લોકો આ ટ્રીકથી કેટલા લોકોને છેતરી ચુક્યા છે તે અંગેની તપાસ પણ આદરવામાં આવી છે. જેમાં હજી અનેક મોટા નામ સામે આવે તેવી શક્યતા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More