Home> Gujarat
Advertisement
Prev
Next

મહેશનો મોહભંગ: આપના દિગ્ગજ નેતા સવાણીએ સાવરણાનો સાથ છોડી દીધો, રાજકારણ ગરમાયું

ગુજરાતી સિંગર વિજય સુવાળા ભાજપમાં જોડાઇ ગયા છે તેની ગણત્રીના કલાકોમાં જ મહેશ સવાણીએ પણ આપમાંથી રાજીનામું ધરી દીધું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આપમાંથી નિલમબેન વ્યાસ પણ આજે સવારે જ રાજીનામું આપ્યું હતું અને ભાજપમાં જોડાયા હતા. આપમાંથી મહત્વની ત્રણ મોટી વિકેટો ખરી જવાનાં કારણે હાલ ગુજરાતનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. એક પછી એક દિગ્ગજોનાં રાજીનામાને કારણે હાલમાં તો આપના ઉચ્ચપદસ્થ નેતાઓ સામે સવાલો ઉઠી રહ્યા છે. મહેશ સવાણી દ્વારા હાલ રાજીનામું ધરી દેવાયું છે. 

મહેશનો મોહભંગ: આપના દિગ્ગજ નેતા સવાણીએ સાવરણાનો સાથ છોડી દીધો, રાજકારણ ગરમાયું

રાજકોટ : ગુજરાતી સિંગર વિજય સુવાળા ભાજપમાં જોડાઇ ગયા છે તેની ગણત્રીના કલાકોમાં જ મહેશ સવાણીએ પણ આપમાંથી રાજીનામું ધરી દીધું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આપમાંથી નિલમબેન વ્યાસ પણ આજે સવારે જ રાજીનામું આપ્યું હતું અને ભાજપમાં જોડાયા હતા. આપમાંથી મહત્વની ત્રણ મોટી વિકેટો ખરી જવાનાં કારણે હાલ ગુજરાતનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. એક પછી એક દિગ્ગજોનાં રાજીનામાને કારણે હાલમાં તો આપના ઉચ્ચપદસ્થ નેતાઓ સામે સવાલો ઉઠી રહ્યા છે. મહેશ સવાણી દ્વારા હાલ રાજીનામું ધરી દેવાયું છે. 

fallbacks

અત્રે ઉલ્લેખનીય છે કે, મહેશ સવાણી આપનાં ખુબ જ મહત્વા નેતા હતા. હાલમાં આપમાં મોટા પાયે ટાટીયા ખેંચ ચાલી રહી હોવાનું પણ લાગી રહ્યું છે. જો કે મહેશ સવાણી કયા મુદ્દે નારાજ હતા તે અંગે હજી સુધી કોઇ સ્પષ્ટતા કરી નથી. જો કે મહેશ સવાણી કયા પક્ષ સાથે જોડાય તે અંગે પણ ચિત્ર સ્પષ્ટ નથી. હાલમાં તો તેઓ આપ છોડી રહ્યા છે તેટલી જ માહિતી છે. આ ઉપરાંત તેમને પુછવામાં આવતા તેમણે જણાવ્યું કે, હું સમાજ સેવા કરવા માટે રાજનીતિ છોડી રહ્યો છું. 

સુરતમાં કોરોના બ્લાસ્ટ થવા પાછળનું કારણ સામે આવ્યું, આ પ્રકારની ચાલી રહી છે તૈયારી

વિજય સુવાળાની ભાજપમાં એન્ટ્રી પર મહેશ સવાણીએ ગોળ ગોળ જવાબ આપ્યો હતો. બીજી બાજુ જ્યારે મહેશ સવાણીને જ્યારે પુછવામાં આવ્યું કે ભવિષ્યમાં તમને ભાજપ મોકો આપે તો તમે જોડાશો તો તેના પર તેમને હાસ્ય કરીને ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. આપના નેતા મહેશ સવાણીનું નિવેદન કોઈ સ્ટેન્ડ માટે ક્લિયર જણાતું નહોતું. તેમના નિવેદન સાંભળીને કોઈને પણ અંદાજ આવી શકે છે કે તેઓ ભવિષ્યમાં આપ છોડીને ભાજપ કે કોંગ્રેસમાં જોડાઈ શકે છે. પરંતુ ઝી 24 કલાકે જ્યારે તેમને ઈન્ટરવ્યૂમાં પુછ્યું કે તમને ભાજપમાં જોડાવા માટે ઓફર મળે તો... તે સવાલના જવાબમાં મહેશ સવાણીએ ગોળ ગોળ જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે અત્યારે આ મુદ્દે હું જવાબ આપી શકું તેમ નથી.

આપ નેતા મહેશ સવાણીએ વિજય સુવાળાની ભાજપમાં એન્ટ્રી પર નિવેદન આપતા જણાવ્યું હતું કે, આપણા દેશમાં દરેક વ્યક્તિને પોતાની સ્વતંત્ર છે, જેમણે જ્યાં મરજી હોય, જેમણે જ્યાં વિચારો હોય. તે પ્રમાણે કામ કરતા હોય છે. વિજય સુવાળા સાથે આપ નેતા મહેશ સવાણીએ વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, મેં  ગઈકાલે જ વિજયભાઈ સાથે વાત કરી હતી, પરંતુ તેમણે જણાવ્યું કે મારી પાસે સમય નથી. હું પાર્ટી માટેસમય આપી શકતો નથી. એટલે હું પાર્ટીમાંતી રાજીનામું આપું છું.

પોલીસની છાપ સુધારવા ગૃહમંત્રીનો મેગા પ્લાન, ટુંક સમયમાં POLICE વિભાગની થશે કાયાપલટ!

તેમણે જણાવ્યું હતું કે રાજકારણ એટલે સેવા કરવાનો મોકો મળે ત્યાં લોકો કામ કરે છે. વિજયભાઈ એક કલાકાર છે, અને તેઓને તેમના પ્રોગ્રામ અને કાર્યક્રમમાં બિઝી હોવાના કારણે પાર્ટી માટે સમય આપી શકતો નથી. મને મારા કામમાં ડિસ્ટર્નબન્સ થાય છે. એટલે હું પાર્ટીમાંથી રાજીનામું આપું છું.તેમણે ઉમેર્યું હતું કે, રાજકારણ એ સેવા માટે છે, પણ હવે લોકો હોદ્દા માટે મથે છે. ગઈકાલે મને વિજયભાઈએ એવું કહ્યું છે કે મારા પ્રોગ્રામમાં વ્યસ્ત રહું છું, એટલા માટે હું રાજીનામુ આપું છું. પરંતુ આજે ચિત્ર કંઈક અલગ છે. સવાણીને જ્યારે એવું પુછવામાં આવ્યું કે ભુવાજી તો કહેતા હતા કે મારી પાછળ લાંબી લાઈન થશે. તેના પર સવાણીએ કહ્યું કે એતો આવનારા સમય બતાવશે, હું અત્યારે તેના પર કંઈ ના કહી શકું. તમામ લોકો પોતાના વિચારો પ્રમાણે કામ કરે છે અને તે પાર્ટીમાં જોડાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More