રવિ અગ્રવાલ/વડોદરા: વડોદરા મહાનગર પાલિકા અને ભ્રષ્ટાચાર બંને એક બીજાના પર્યાય બની ગયા છે. અહીંયા સામાન્ય વહીવટથી માંડી સ્મશાન સુધીના તમામ વિભાગો ભ્રષ્ટાચારના રંગથી રંગાયેલા છે. જેમાંથી હવે ફાયર વિભાગ પણ બાકાત રહ્યું નથી. તાજેતરમાં મળેલી વડોદરા મહાનગર પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષે ફાયર વિભાગમાં થયેલા મસમોટા કૌભાંડનો જાહેરમાં ભાંડાફોડ કરતા સમગ્ર સભા ખંડમાં સોંપો પડી ગયો હતો.
ચોમાસામાં આ સ્થળની મુલાકાત લેશો તો સ્વર્ગ ભૂલી જશો! સુંદરતા ભલભલાને કરે છે આકર્ષિત
વિપક્ષે કહ્યું છે કે તાજેતરમાં જ ફાયર વિભાગમાં 3.17 કરોડના સાધનોની ખરીદી કરવામાં આવી જેમાં 8 થી 10 ઘણો ભાવ ચૂકવવામાં આવ્યો છે.જેમાં ફાયર બ્રિગેડ વિભાગના વડા અને ખરીદીમાં જોડાયેલા લોકોએ ભ્રષ્ટાચાર કર્યો હોવાની ફરિયાદ ઉઠી. આ જોતા એવું લાગી રહ્યું છે કે ભ્રષ્ટ તંત્રએ તમામ હદો વટાવી દીધી છે. જેનામાં આવડત કે અનુભવ નથી તેવી વ્યક્તિને ફાયર બ્રિગેડની જવાબદારી સોંપી દેવામાં આવી છે.
ચીફ ફાયર ઓફિસર શરૂઆતથી જ શંકાના ઘેરામાં છે ત્યારે ફાયરના સંસાધનો ખરીદવામાં મોટું કૌભાંડ આચર્યું છે તેમ કોઈ શંકાને સ્થાન નથી. સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ અને ભ્રષ્ટાચારીઓ સામે દાખલો બેસે તેવી કાર્યવાહી કરવા અમારી માંગ છે. જ્યારે નાગરિકોએ કહ્યું કૌભાંડના રૂપિયા અધિકારીઓની મિલકત વેચીને વસૂલ કરવી જોઈએ.
થોડા દિવસ નાભિમાં આ તેલના 2-2 ટીપાં નાખો, સ્કિન પર થયેલી ફોડલીઓ અને ખીલ મટવા લાગશે
કેદારનાથ જનારા ભક્તો માટે ખુશીના સમાચાર; હવે નહીં ચાલવું પડે 16 કિ.મી પગપાળા!
એવું નથી કે વિપક્ષે માત્ર આક્ષેપ કર્યા છે. વિપક્ષ નેતા ધ્વારા સંસાધનોની ખરીદીનો પરચેઝ ઓર્ડર પણ રજૂ કરીને વડોદરાના વહીવટદારોની બોલતી બંધ કરી દીધી છે. ત્યારે સમગ્ર મામલે પાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર ગંગા સિંગ રાજપુરોહિતે પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે સમગ્ર મામલો અમારી પાસે આવ્યો છે. મામલાની ગંભીરતા જોતા અમારા દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
આમ તો પાલિકામાં ખરીદીના સંદર્ભમાં કેટલાક ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે. જેનું પાલન કરવું જરૂરી છે. ફાયર વિભાગના સંસાધનોની ખરીદી ક્યાં નિયમો હેઠળ કરાઈ તેની અમે ખરાઇ કરી રહ્યા છીએ. ખરીદીમાં જો કોઈ કૌભાંડ થયું હશે તો યોગ્ય કાર્યવાહી કરીશું. હાલ સંબંધિત વિભાગ પાસે તેમજ ખરીદી સમયે પોતાનું યોગદાન આપનાર તમામ પાસેથી વિગતો મંગાવવામાં આવી છે.અને જેની ઝીણવટભરી તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
ગુજરાતના ખેડૂતો આટલું ધ્યાન રાખજો! નહીં તો ચોમાસાની સીઝન જશે ફેલ, આટલી કાળજી રાખો!
ઉલ્લેખનીય છે સમયાંતરે વડોદરા મહાનગર પાલિકાના સત્તાધીશો તેમજ અધિકારીઓ સામે આંગળી ચીંધાતી હોય છે.જેના કારણે પાલિકા હસ્તક થનારા દરેક વિકાસના કાર્યો હંમેશા શંકાના ઘેરામાં આવતા હોય છે.ત્યારે ફાયર બ્રિગેડ જેવા અત્યંત મહત્વપૂર્ણ વિભાગ પર લાગેલા ભ્રષ્ટાચારના કલંક ને પાલિકાના સત્તાધીશો દૂર કરવા કેવી ચાલ ચાલે છે તેના પર વિપક્ષની નજર મંડાયેલી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે