વલસાડ : જિલ્લામાં સામાન્ય કંકાસથી કંટાળી એક દંપતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. તેમનો અંતિમ વિડિયો સામે આવ્યો છે. વલસાડના ડુંગળી નજીક આવેલા માલવણના અગાર ફળિયામાં રહેતા એક દંપત્તીએ ઘરકંકાસના કારણે આત્મહત્યાનો બનાવ બન્યો છે. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર પ્રફુલ પટેલના પ્રિયંકા સાથે 2016માં લગ્ન થયા હતા. જો કે સાસુ વહુ વચ્ચે ઘરકંકાસના કારણે પ્રિયંકાએ પોતાના પતિને અલગ રહેવા જવા માટે અપીલ કરી હતી. જો કે પ્રફુલ પોતાના માતા પિતાને છોડવા માંગતો નહોતો.
અમદાવાદની હોટલમાં સાહાની પુત્રીના જન્મ દિવસની ઉજવણી, વિરાટ અનુષ્કા પણ જોવા મળ્યાં
જેના કારણે શનિવારે રાત્રે પણ પતિ પત્ની વચ્ચે ચકમક ઝરી હતી. રવિવારે પ્રફુલ પટેલને રજા હોવાથી તે ઘરે હતો. પ્રફુલનાં માતા પિતા નજીકમાં સગા સંબંધીના ખબર અંતર પુછવા માટે ગયા હતા. આગલી રાતના કંકાસનું લાગી આવતા પ્રિયંકાએ પોતાના બેડરૂમમાં ગળેફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. પ્રફુલ પ્રિયંકાને ફાંસો ખાધેલી હાલતમાં જોઇને ભાંગી પડ્યો હતો. તેણે પોતાના પુત્રને ઓટલા પર રમવા મોકલીને ઘરનો દરવાજો બંધ કરીને પોતે પણ ફાંસો ખાઇને જીવન ટુંકાવ્યું હતું.
Amreli: ગુજરાતના રાજ્યપાલે નાગરિકોને પ્રાકૃતિક ખેતી કરવા માટે અપીલ કરી
પ્રફુલના મિત્ર ભાવેશને પ્રફુલનું કામ પડા ભાવેશે પ્રફુલને વારંવાર ફોન કરવા છતા તેણે ફોન નહી ઉપાડતા તેના ઘરે પહોંચ્યો હતો. ઘરનો દરવાજો ખખડાવવા છતા નહી ખોલતા આખરે તેના માતા પિતાને ફોન કરીને સમગ્ર હકીકત જણાવી હતી. ઘરનો દરવાજો તોડીને ખોલતા અંતર ભાવેશ અને પ્રિયંકા ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. જેથી પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે