Home> India
Advertisement
Prev
Next

Coronavirus In India: ભારતમાં કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે બોલ્યા હર્ષવર્ધન, ખાત્મા તરફ વધી રહી છે મહામારી

સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યુ કે, કોવિડ-19 રસીકરણ અભિયાનને રાજનીતિથી દૂર રાખવુ જોઈએ. તેમણે કહ્યુ કે, લોકોને રસી સાથે જોડાયેલા વિજ્ઞાન પર વિશ્વાસ અને તે નક્કી કરવું જોઈએ કે તેના પરિવારજનોને સમય પર રસી લાગે.
 

Coronavirus In India: ભારતમાં કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે બોલ્યા હર્ષવર્ધન, ખાત્મા તરફ વધી રહી છે મહામારી

નવી દિલ્હીઃ દેશના તમામ રાજ્યોમાં કોરોનાના મામલા ફરી ઝડપથી વધી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં તો એક દિવસમાં 10 હજારથી વધુ મામલા સામે આવ્યા છે. આ વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનનું મોટુ નિવેદન સામે આવ્યું છે. તેમણે રવિવારે કહ્યુ કે, ભારતમાં કોવિડ-19 મહામારીના ખાત્મા તરફ વધી રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, રસીની પાછળ વિજ્ઞાન પર વિશ્વાસ રાખવાની જરૂર છે, મહામારી ખતમ થવા પર છે. 

fallbacks

રાજનીતિથી દૂર રાખો રસીકરણનેઃ હર્ષવર્ધન
સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યુ કે, કોવિડ-19 રસીકરણ અભિયાનને રાજનીતિથી દૂર રાખવું જોઈએ. તેમણે કહ્યું કે, લોકોને રસી સાથે જોડાયેલા વિજ્ઞાન પર વિશ્વાસ અને તે નક્કી કરવું જોઈએ કે તેના પરિવારજનોને સમય પર રસી લાગી જાય. હર્ષવર્ધને રવિવારે ધર્મશિલા નારાયણ હોસ્પિટલના સહયોગથી આયોજીત દિલ્હી ચિકિત્સા સંઘ (ડીએમએ) ના 62માં વાર્ષિક દિલ્હી રાજ્ય ચિકિત્સા સંમેલનને સંબોધિત કરતા કહ્યુ કે, દેશમાં અત્યાર સુધી કોવિડ-19ના બે કરોડથી વધુને રસી લાગી ચુકી છે અને રસીકરણ દર વધીને પ્રતિદિન 15 લાખ થઈ ગયો છે. 

આ પણ વાંચોઃ સરહદની દરેક ગતિવિધિ પર નજર રાખશે આ સેટેલાઇટ, ISRO 28 માર્ચે લોન્ચ કરશે GISAT-1

દુનિયાભરમાં અસરકારક કોરોના વેક્સિન
તેમણે કહ્યું, બીજા દેશોના મુકાબલે અમે કોવિડ-19 રસીની ઝડપથી આપૂર્તિ કરી છે, જે સુરક્ષિત છે અને તેની અસરકારકતા સાબિત થઈ ચુકી છે. પ્રારંભિક પરિણામોના આધાર પર ભારતમાં નિર્મિત આ રસીને દુનિયાભરમાં લગાવ્યા બાદ પ્રતિકૂળ પ્રભાવના ખુબ ઓછા મામલા સામે આવ્યા છે. 

સમય પર રસીકરણ જરૂર કરાવો
તેમણે કહ્યું, ભારતમાં કોવિડ-19 મહામારી ખાત્મા તરફ વધી રહી છે. આ તબક્કામાં સફળતા હાસિલ કરવા માટે આપણે ત્રણ પગલા ભરવાની જરૂર છે. કોવિડ-19 રસીકરણ અભિયાનને રાજનીતિથી દૂર રાખો. કોરોના રસી સાથે જોડાયેલા વિજ્ઞાન પર વિશ્વાસ કરો અને તે નક્કી કરો કે આપણા પરિવારજનોના સમય પર રસી લાગે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More