Home> Gujarat
Advertisement
Prev
Next

મહામંદી! યુવકે કિન્નરને ન માત્ર લૂંટ્યો પરંતુ કર્યું એવું કામ કે પોલીસ પણ ચોંકી ઉઠી

રામોલ વિસ્તારમાં એક કિન્નરને યુવક સાથે મિત્રતા રાખવી મોંઘી પડી છે. યુવકે  મિત્રતાનો ફાયદો ઉઠાવી કિન્નર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી લૂંટ ચલાવી હોવાની ફરિયાદ રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. કિન્નરે કરેલી ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે  સાગર પંચાલ નામનાં યુવકે કિન્નર સાથે નહી કરવાનું કરવા માટે ફરજ પાડી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. 

મહામંદી! યુવકે કિન્નરને ન માત્ર લૂંટ્યો પરંતુ કર્યું એવું કામ કે પોલીસ પણ ચોંકી ઉઠી

મૌલિક ધામેચા/અમદાવાદ: રામોલ વિસ્તારમાં એક કિન્નરને યુવક સાથે મિત્રતા રાખવી મોંઘી પડી છે. યુવકે  મિત્રતાનો ફાયદો ઉઠાવી કિન્નર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી લૂંટ ચલાવી હોવાની ફરિયાદ રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. કિન્નરે કરેલી ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે  સાગર પંચાલ નામનાં યુવકે કિન્નર સાથે નહી કરવાનું કરવા માટે ફરજ પાડી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. 

fallbacks

હવે Whatsapp પર મેસેજ કરો અને થઇ જશે ગેસનું બુકિંગ ! જાણો કઇ રીતે ?

સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યા બાદ સોનાની ચેન અને રોકડા રૂપિયા પણ લુંટી લીધા હતા. રામોલમાં રહેતા કિન્નરે પોલીસ ફરિયાદ નોંધવતા ફરિયાદમાં એ વાતનો પણ ખુલાસો કર્યો છે કે વસ્ત્રાલમાં રહેતા સાગર પંચાલને છેલ્લા આઠેક મહિનાથી કિન્નર પરિચિત છે. અવાર નવાર એક બીજાને મળતા પણ હતા, લાંબા સમયથી બંન્ને વચ્ચે પરિચય હતો. 

દ્વારકા મંદિરના બંધ દરવાજામાં કેવી રીતે જન્માષ્ટમી ઉજવાશે? પૂજારીએ આપી માહિતી

જો કે, રવિવારે મોડી સાંજે સાગરે કિન્નરને મળવા બોલાવી આરોપી સાગર મિત્રના ઘરે લઈ ગયો હતો. બાદમાં ઠંડાપીણામાં કેફી દ્રવ્ય પીવડાવી આ કૃત્ય આચર્યું. બાદમાં આરોપી સાગર કિન્નરને રિંગ રોડ નજીક અવાવરું જગ્યાએ લઈ જઈ સોનાની ચેન અને રોકડ રૂપિયા 7,000 પડાવી લીધા હતા. હાલ તો આરોપી સાગર પંચાલ ફરાર છે. જેથી પોલીસે તત્કાલીક આરોપીને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More