Home> India
Advertisement
Prev
Next

દિલ્હીમાં પહેલીવાર કોરોનાનો રિકવરી રેટ 90%ને પાર, એક્ટિવ કેસ 10,346

દિલ્હીમાં કોરોનાનો રિકવરી રેટ 90 ટકાને પાર પહોંચી ગયો છે. રિકવરી રેટ 90.09 ટકા છે. તો બીજી તરફ સંક્રમણ દર 5.37 ટકા છે. 

દિલ્હીમાં પહેલીવાર કોરોનાનો રિકવરી રેટ 90%ને પાર, એક્ટિવ કેસ 10,346

નવી દિલ્હી: દિલ્હીમાં કોરોનાનો રિકવરી રેટ 90 ટકાને પાર પહોંચી ગયો છે. રિકવરી રેટ 90.09 ટકા છે. તો બીજી તરફ સંક્રમણ દર 5.37 ટકા છે. 

fallbacks

દિલ્હીમાં સક્રિય દર્દીઓનો દર 7.08 ટકા છે, તો બીજી તરફ કોરોના ડેથ રેટ 2.82 ટકા છે. કોરોનાના એક્ટિવ કેસ 10,346 છે.

તો બીજી તરફ હોમ આઇસોલેશનમાં 5637 દર્દી છે. ગત 24 કલાકમાં દિલ્હીમાં 12,323 ટેસ્ટ થયા છે. તેમાં 3311 આરટીપીસીઆર ટેસ્ટ અને 9012 એંજીટન ટેસ્ટ સામે છે. અત્યાર સુધી કુલ 12,04,405 ટેસ્ટ થયા છે. 

તમને જણાવી દઇએ કે દેશભરમાં રવિવારે કોરોના વાયરસ (Coronavirus)ના 62,064 નવા કેસ સામે આવ્યા બાદ આ ઘાતક વાયરસથી અત્યાર સુધી સંક્રમિત થયેલા લોકોની કુલ સંખ્યા વધીને 22,15,074 થઇ ગઇ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર ગત 24 કલાકમાં દેશભરમાં 1,007 કોરોના દર્દીઓના મોત થયા છે. જેથી મૃતકોનો આંકડો વધીને 44,386 થઇ ગયો છે. જોકે 15,35,744 લોકો સાજા થઇ ચૂક્યા છે.  

સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર દેશભરમાં કોરોના દર્દીઓનો રિકવરી રેટ 69.33 ટકા થઇ ગયો છે અને પોઝિટિવિટી રેટ વધીને 13.01 ટકા થઇ ગયો છે. ગત 24 કલાકમાં રેકોર્ડ 54,859 લોકો સાજા થયા છે. દેશભરમાં 6,34,945 કોવિડ 19 દર્દીઓની સારવાર ચાલુ છે. દેશભરમાં સતત ચોથા દિવસે કોવિડ 19ના 60,000થી વધુ નવા કેસ સામે આવ્યા છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More