Home> Gujarat
Advertisement
Prev
Next

મંગેતર સાથે બોલાચાલી થતા યુવકે નદીમાં ઝંપલાવી કરી આત્મહત્યા

ઘરેથી નીકળી ગયેલા યુવકની બીજા દિવસે બેડીના પુલ નજીક નદીમાંથી મળી લાશ. રાજકોટ શહેરના મોરબી રોડ પર રહેતા પરપ્રાંતીય યુવકની બેડી નજીક પુલ નીચે નદીમાંથી લાશ મળી આવી હતી. યુવકને તેની મંગેતર સાથે બોલાચાલી થતા શનિવારના રોજ ઘરેથી નીકળી જઇ આજી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

મંગેતર સાથે બોલાચાલી થતા યુવકે નદીમાં ઝંપલાવી કરી આત્મહત્યા

રક્ષિત પંડ્યા/રાજકોટ : ઘરેથી નીકળી ગયેલા યુવકની બીજા દિવસે બેડીના પુલ નજીક નદીમાંથી મળી લાશ. રાજકોટ શહેરના મોરબી રોડ પર રહેતા પરપ્રાંતીય યુવકની બેડી નજીક પુલ નીચે નદીમાંથી લાશ મળી આવી હતી. યુવકને તેની મંગેતર સાથે બોલાચાલી થતા શનિવારના રોજ ઘરેથી નીકળી જઇ આજી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

fallbacks

BRTS ના ડ્રાઇવરે કર્યું એવું કામ કે તમે કરશો સલામ, પણ ઘટના બાદ તત્કાલ નિપજ્યું તેનું મોત

રવિવારે રાજકોટ મોરબી હાઇવે પર બેડી પુલ નજીક આજી નદીમાંથી લાશ મળી આવતા બી ડિવિઝન પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જ્યાં તપાસ કરતા લાશની નજીકથી પોલીસને એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો. જે આધારે તપાસ કરતા મોબાઇલ મોરબી રોડ પર રહેતા રાજસ્થાની યુવાન જીતેન્દ્ર ચૌહાણની હોવાનું સામે આવ્યું હતું. બનાવની જાણ પરિવારજનો ને થતા પરિવારજનો તુરંત સ્થળ પર પહોંચ્યા હતા અને લાશ ને ઓળખી બતાવતા પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી.

પાલડીના સત્વ ફ્લેટના છઠ્ઠા માળે ફ્લેટમાં આગ, 14 ફાયરની ગાડીઓએ માંડ માંડ મેળવ્યો કાબુ

સૌ પ્રથમ લાશ મળતા યુવકની હત્યા કરવામાં આવી હોવાની આશંકા સેવતી હતી જો કે યુવકનું મૃત્યુ પાણીમાં ડૂબી જવાથી પોસ્ટમોર્ટમ માં સામે આવ્યું છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૃતક ની સગાઇ યુપીની યુવતી સાથે થઇ હતી.  શનિવારે તેઓ બન્ને મોબાઇલ ફોન પર વાતચીત કરતા હતા. દરમિયાન બોલાચાલી થતા યુવક ઘરેથી નીકળી ગયો હતો, અને ત્યારબાદ નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી. હાલ પોલીસે આત્મહત્યા નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More