Home> Sports
Advertisement
Prev
Next

વિરાટ કોહલી કરવાનો હતો મોટી ભૂલ પણ યાદ આવી ગઈ 'ચેતવણી', સચિને પણ કર્યુ ટ્વીટ

રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલી દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ એક મોટી ભૂલ કરતા-કરતા બચી ગયો. આ ભૂલ બોલ પર સલાઇવા લગાવવાની હતી.
 

વિરાટ કોહલી કરવાનો હતો મોટી ભૂલ પણ યાદ આવી ગઈ 'ચેતવણી', સચિને પણ કર્યુ ટ્વીટ

દુબઈઃ રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલી દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ એક મોટી ભૂલ કરતા-કરતા બચી ગયો. આ ભૂલ બોલ પર સલાઇવા લગાવવાની હતી. હકીકતમાં તે ફીલ્ડિંગ દરમિયાન બોલને ફીલ્ડ કર્યા બાદ તેના પર થૂક લગાવવાનો હતો કે તેને આઈસીસીના નિયમો યાદ આવી ગયા અને તત્કાલ હાથ હટાવી લીધો. તેને રિએક્શનને લઈને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે પણ ટ્વીટ કર્યુ છે. 

fallbacks

આ ઘટના દિલ્હીની ઈનિંગની ત્રીજી ઓવરમાં ઘટી જ્યારે ઓપનિંગ બેટ્સમેન પૃથ્વી શોએ ફાસ્ટ બોલર નવદીપ સૈનીના ત્રીજા બોલને ડ્રાઇવ કર્યો હતો. શોર્ટ કવર પર ઉભેલા કેપ્ટન વિરાટે બોલને રોક્યો અને તેને ચમકાવવા માટે આદત પ્રમામે તેના પર થૂક લગાવવાનો હતો ત્યારે આઈસીસીનો નિયમ યાદ આવી ગયો. તેણે ઝડપથી હાથ હટાવી લીધો અને હસવા લાગ્યો. 

હકીકતમાં મહામારી કોરોના વાયરસને કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે નિયમ બનાવ્યો છે કે બોલ પર ખેલાડી થૂક નહીં લગાવે અથવા તેમ કહો કે બોલ પર લાળનો ઉપયોગનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. 

એટલું જ નહીં જો કોઈ ખેલાડી બોલ પર લાળ લગાવે છે તો અમ્પાયર આ સ્થિતિનો સામનો કરશે અને ખેલાડીઓની આ નવી પ્રક્રિયા સાથે તાલમેલ બેસાડવાના શરૂઆતી તબક્કામાં ઉદારતા રાખશે, પરંતુ આગળ આ પ્રકારની ઘટના પર ટીમને ચેતવણી આપવામાં આવશે. આ સાથે બોલને બદલી નાખવામાં આવશે. 

વાંચો આઈપીએલના તમામ સમાચાર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More