ઉદય રંજન/અમદાવાદ: એક જુલાઈના રોજ સરખેજ રોજામાં આવેલા પંજતન કળશની ચોરી કરવામાં આવી હતી. અંદાજિત 150 વર્ષ જૂના આ પાંચ પવિત્ર કળશમાંથી એક પાંદડું અને એક કળશની ચોરી થઈ હતી. જે અંગે માહિતી મળતા ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમોએ તપાસ શરૂ કરી હતી. જે તપાસ બાદ ક્રાઈમ બ્રાન્ચે સુરેશ દંતાણી, મુન્નાભાઈ દંતાણી, વિષ્ણુભાઈ દંતાણી અને ગોપાલ દંતાણીની ધરપકડ કરી છે.
કઈ તારીખથી વરસાદનો શરૂ થશે ધમાકેદાર રાઉન્ડ? જાણો કયા વિસ્તારમાં વરસાદ ભૂક્કા કાઢશે!
આ તમામ આરોપીઓ મૂળ પાટણના વતની અને છેલ્લા કેટલાક સમયથી નંદાસણમાં રહેતા હતા અને અમદાવાદ સહિત અલગ અલગ સ્થળો પર જઈ ચોરી ને અંજામ આપતા હતા. પોલીસ તપાસમાં એક હકીકત સામે આવી કે, આરોપી માત્ર દોરડાના સહારે ઐતિહાસિક કળશ ચોરી ગયા હતા.
પત્નીના ત્રાસથી કંટાળી યુવકે 14 વર્ષના લગ્ન જીવનનો કરૂણ અંત આણ્યો! સોશિયલ મીડિયામાં
ચાર આરોપીઓની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી તપાસ કરતા હકીકત સામે આવી કે, આરોપીઓએ ચોરી કરતા પહેલા સરખેજ રોજાની રેખી પણ કરી હતી. જે રેકી દરમિયાન સરખેજ રોજાને વર્ષ 2017 માં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી હતી. એટલે કે રોજા ના ગુંબજ પર રહેલા કળશ સોનાના હશે તેમ માની આરોપીઓએ ચોરી કરવાનું કાવતરૂ બનાવ્યું હતું.. જોકે ચોરી માટે કુલ આઠ આરોપીઓ અમદાવાદ આવ્યા હતા. જેમાથી દિનેશ દંતાણી, કિશોર દંતાણી, દસુ દંતાણી અને જળીબેન દંતાણી ફરાર છે... જેમની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
24 વર્ષ પછી ગુરુ-શુક્રની યુતિથી મિથુન રાશિમાં બનશે ગજલક્ષ્મી રાજયોગ, 4 રાશિ માટે શુભ
હેરિટેજ સાઇટ પર ચોરી ના ગુનામાં ઝડપાયેલા આરોપીનો ગુનાઈત ઈતિહાસ તપાસ કરતા અમદાવાદ, મહેસાણા, પાટણ મા કુલ 7 ગુનાને અંજામ આપ્યો હોવાનુ સામે આવ્યુ. છે.. જોકે આરોપી ચોરી નો મુદ્દામાલ વહેચે તે પહેલા પોલીસે તમામને ઝડપી લીધા છે.. સાથે. જ ફરાર આરોપી ની શોધખોળ શરુ કરી છે. ત્યારે આરોપી ની તપાસમા શું નવી હકિકત સામે આવે છે તે જોવુ મહત્વનું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે