Home> India
Advertisement
Prev
Next

પહેલગામ હુમલો કરાવનાર TRFને અમેરિકાએ જાહેર કર્યું આતંકી સંગઠન, ભારતે કહ્યું- 'Appreciate US Efforts'

Pahalgam Terror Attack:  અમેરિકાએ ટીઆરએફને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે અને તેને પહેલગામ હુમલા માટે જવાબદાર ઠેરવ્યું છે. આ બાબતે પ્રતિક્રિયા આપતા, વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકાનો આભાર માન્યો છે.

 પહેલગામ હુમલો કરાવનાર TRFને અમેરિકાએ જાહેર કર્યું આતંકી સંગઠન, ભારતે કહ્યું-  'Appreciate US Efforts'

નવી દિલ્હીઃ અમેરિકાએ ધ રેઝિસ્ટેન્સ ફ્રંટ (TRF) ને વિદેશી આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. તેને લઈને વિદેશ મંત્રી એસ. જયશંકરે પ્રતિક્રિયા આપી છે. તેમણે અમેરિકાનો આભાર માનતા કહ્યુ કે આ નિર્ણયે સાબિત કરી દીધુ છે કે ભારત-અમેરિકા આતંકવાદ વિરુદ્ધ એક સાથે છે. જયશંકરે શુક્રવારે એક્સ પર પોસ્ટ શેર કરી અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોની પ્રશંસા કરી છે.

fallbacks

એસ જયશંકરે એક્સ પોસ્ટમાં લખ્યું, 'ભારત-અમેરિકા આતંકવાદ વિરુદ્ધ એક સાથે ઉભા છે, તેની મજબૂત પુષ્ટિ થઈ છે. માર્કો રૂબિયો અને અમેરિકાનો આભાર, જેણે લશ્કર-એ-તૈયબા (LeT) ના એક પ્રતિનિધિ સંગઠન TRF ને એક વિદેશી આતંકવાદી સંગઠન  (FTO) અને વિશેષ રૂપથી ડેઝિગ્નેટેડ ગ્લોબલ ટેરરિસ્ટ (SDGT) જાહેર કર્યું. તેણે 22 એપ્રિલે પહેલગામ હુમલાની જવાબદારી લીધી હતી.'

TRF એ ઘણી આતંકવાદી ઘટનાઓને અંજામ આપ્યો છે
TRF એ પાકિસ્તાનથી કાર્યરત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનો એક મોરચો છે, જેણે અત્યાર સુધીમાં ઘણી આતંકવાદી ઘટનાઓને અંજામ આપ્યો છે. TRF એ પહેલગામમાં થયેલા હુમલાની જવાબદારી પણ લીધી હતી. આમાં 26 પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા હતા. અમેરિકાએ હવે TRF ને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. આ પાકિસ્તાન માટે મોટો ફટકો હશે. પાકિસ્તાન દરરોજ ભારત વિરુદ્ધ કાવતરું ઘડતું રહે છે. TRF ને આતંકવાદી સંગઠન જાહેર કર્યા પછી, તેની મુશ્કેલીઓ વધશે.

TRF ને લઈને શું બોલ્યા માર્કો રૂબિયો
પહેલગામ આતંકી હુમલા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફોન કર્યો હતો અને તેમણે કહ્યું હતું કે અમેરિકા આતંકવાદ વિરુદ્ધ લડાઈમાં ભારતની સાથે ઉભું છે. અમેરિકાના વિદેશમંત્રી રૂબિયોએ એક નિવેદન જાહેર કરી જણાવ્યું કે TRF ને આતંકી સંગઠન જાહેર કરવું રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ યોગ્ય છે. તેમણે તે પણ કહ્યું કે અમારો આ નિર્ણય આતંક વિરુદ્ધ અમેરિકાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More