Home> Gujarat
Advertisement
Prev
Next

સુરતમાં પકડાયેલા આ ચોરની હરકત જાણીને હસીહસીને લોટપોટ થઈ જશો

ચોરની વાત આવે ત્યારે લોકોને ગુસ્સો આવતો હોય છે, પણ ચોરના કેટલાક કિસ્સાઓ વિચિત્ર હોય છે. સુરતમાં એક એવો ચોર ઝડપાયો છે જે ચોરી કરવા સ્કૂલમાં તો ઘૂસ્યો હતો, પરંત સ્કૂલમાં કઈ ન મળતા તોડફોડ કરી રાત્રે સ્કૂલમાં જ સૂઈ ગયો હતો. 

સુરતમાં પકડાયેલા આ ચોરની હરકત જાણીને હસીહસીને લોટપોટ થઈ જશો

ચેતન પટેલ/સુરત :ચોરની વાત આવે ત્યારે લોકોને ગુસ્સો આવતો હોય છે, પણ ચોરના કેટલાક કિસ્સાઓ વિચિત્ર હોય છે. સુરતમાં એક એવો ચોર ઝડપાયો છે જે ચોરી કરવા સ્કૂલમાં તો ઘૂસ્યો હતો, પરંત સ્કૂલમાં કઈ ન મળતા તોડફોડ કરી રાત્રે સ્કૂલમાં જ સૂઈ ગયો હતો. 

fallbacks

Tiktok Queen અલ્પિતા ચૌધરી હવે મનુ રબારીના ગીતમાં ચમકશે, જાણો ક્યારે થશે રિલીઝ

સુરતના હીરાબાગ વિસ્તારમાં આવેલી શ્રીરામ નગર સોસાયટીમાં રાત્રિ દરમિયાન સેપ મોન્ટેસરી સ્કૂલમાં ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલો આ વ્યક્તિ ચોરી કરવા ઘૂસ્યો હતો. જોકે મોન્ટેસરીની અંદર ચોરને કોઈ કિંમતી ચીજવસ્તુ મળી ન હતી. પરંતુ ગુસ્સે થયેલા ચોરે સ્કૂલમાં જ તોડફોડ કરવાનું ચાલુ કર્યું હતું. જોકે તોડફોડ દરમ્યાન કોઈ ધારદાર વસ્તુ આ ચોરના પગને વાગી હતી, જેથી તે ઘાયલ થયો હતો. આવી પરિસ્થિતિમાં ચોર ચાલી શકાય એવી તેની હાલત ન હતી. જેથી આ ઇસમ સેપ મોન્ટેસરીમાં જ સૂઈ ગયો હતો.

જ્યારે સવાર પડતા મોન્ટેસરીના માલિક અંદર આવ્યા હતા, ત્યારે તેમનુ ધ્યાન આ વ્યક્તિ પર પડ્યું હતું. તેમણે પોલીસને ફોન કરી જાણ કરી હતી. પોલીસ તપાસમાં માલૂમ પડ્યું કે, આ શખ્સ ચોરી કરવાના ઈરાદે મોન્ટેસરીમાં અંદર આવ્યો હતો. પરંતુ કંઈ ન મળતા તેણે ગુસ્સે થઈ તોડફોડ કરી હતી. ચોરે બાળકોના રમકડાં તેમજ ફ્રીજ અને ઓવનને નુકસાન પહોચાડ્યું હતું. હાલ આ ચોરની વરાછા પોલીસ મથકે ધરપકડ કરી છે અને તેની પૂછપરછ હાથ ધરી છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More