Home> India
Advertisement
Prev
Next

શું ભારત સાથે યુદ્ધ ઈચ્છે છે પાકિસ્તાન? LoC પર જે ગતિવિધિઓ થઈ રહી છે તે વિશે જાણો

જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદથી પાકિસ્તાન જાણે ચારેબાજુ હવાતિયા મારવા લાગ્યું છે. આ મુદ્દે તે આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપ ઈચ્છે છે અને સંયુક્ત રાષ્ટ્ર સહિત દુનિયાભરના દેશોને સતત ગુહાર લગાવી રહ્યું છે. જો કે તેને કોઈ ભાવ આપતું નથી. જેનાથી તે વધારે પરેશાન જોવા મળી રહ્યું છે.

શું ભારત સાથે યુદ્ધ ઈચ્છે છે પાકિસ્તાન? LoC પર જે ગતિવિધિઓ થઈ રહી છે તે વિશે જાણો

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદથી પાકિસ્તાન જાણે ચારેબાજુ હવાતિયા મારવા લાગ્યું છે. આ મુદ્દે તે આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપ ઈચ્છે છે અને સંયુક્ત રાષ્ટ્ર સહિત દુનિયાભરના દેશોને સતત ગુહાર લગાવી રહ્યું છે. જો કે તેને કોઈ ભાવ આપતું નથી. જેનાથી તે વધારે પરેશાન જોવા મળી રહ્યું છે. હવે પાકિસ્તાન ધમકીઓ પર ઉતરી આવ્યું છે. એવી એવી હરકતો કરી રહ્યું છે કે તેની નિયતથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે તે ભારત સાથે યુદ્ધ ઈચ્છે છે. પાકિસ્તાન તરફથી આતંકી  કેમ્પોમાં આતંકીઓને ટ્રેનિંગ વધારાઈ રહી છે અને એલઓસી પર વધુ સંખ્યામાં હથિયારો પણ તહેનાત કરાઈ રહ્યાં છે. 

fallbacks

જમ્મુ કાશ્મીર મુદ્દે આજે મોદી કેબિનેટની બેઠક, મોટા પેકેજની થઈ શકે છે જાહેરાત

જાણો કઈ કઈ હરકતો કરી રહ્યું છે પાકિસ્તાન?

1. પાકિસ્તાન આર્મીએ LoC પર મધ્યમ રેન્જની તોપો તહેનાત કરી છે.
2. એલઓસી પાસે પાકિસ્તાની આર્મી અને BATની હલચલ વધી ગઈ છે. 
3. પાકિસ્તાની આર્મીએ LoC પાસે SSGના 100 કમાન્ડો તહેનાત કર્યાં છે. 
4. બાંગ્લાદેશની હરિનમારા પહાડીઓ પર જૈશના ટ્રેનિંગ કેમ્પ ચાલી રહ્યાં છે. 
5. આતંકી કેમ્પમાં રોહિંગ્યા હેન્ડલર્સને હુમલાની ટ્રેનિંગ અપાઈ રહી છે. 
6. પાકિસ્તાની સેનાએ ગુજરાતના સરક્રીક વિસ્તારમાં પોતાની બાજી સ્પેશિયલ સર્વિસ ગ્રુપ (એસએસજી) કમાન્ડો તહેનાત કર્યાં છે. 

એલઓસી પર પાકિસ્તાનના 100 SSG કમાન્ડો તહેનાત, ભારતીય સેના એકદમ અલર્ટ મોડ પર
ભારતીય સેના વિરુદ્ધ BAT હુમલાની સંભવિત કોશિશ માટે પાકિસ્તાની સેનાએ એલઓસી પર 100થી વધુ એસએસજી કમાન્ડો તહેનાત કર્યાં છે. પાકિસ્તાનીના આ કમાન્ડોની દરેક ગતિવિધિ પર ભારતીય સેનાની બાજ નજર છે. સેનાના સૂત્રોના જણાવ્યાં મુજબ આ કમાન્ડો જૈશ એ મોહમ્મદ જેવા આતંકી સંગઠનો સાથે નજીકથી કામ કરતા જોવા મળ્યાં છે. પાક સેનાના આ કમાન્ડોએ અનેકવાર યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. ભારતીય સેનાના જવાબી હુમલામાં કેટલાય કમાન્ડોએ જીવ પણ ગુમાવ્યાં છે. 

લીપા ઘાટીમાં 12 અફઘાની જેહાદીઓની ટીમ તહેનાત
ઈન્ટેલિજન્સ પાસેથી મળેલી માહિતી મુજબ જૈશ એ મોહમ્મદે લીપા ઘાટીમાં 12 અફઘાની જેહાદીઓની એક ટીમ તૈયાર કરી છે. આ આતંકીઓ ભારતીય સેના વિરુદ્ધ કાર્યવાહી માટે BAT હુમલો કરી શકે છે. જૈશના ચીફ મસૂદ અઝહરના ભાઈ રઉફ અઝહરે 19-20 ઓગસ્ટના રોજ બહાવલપુરમાં પોતાના ટેરરિસ્ટ લોન્ચ કમાન્ડરો સાથે બેઠક કરી હતી. 

જુઓ LIVE TV

આતંકીઓને ભારતીય સુરક્ષા દળો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે તૈયાર કરાઈ રહ્યાં છે. સૂત્રોના જણાવ્યાં મુજબ પાકિસ્તાનની એજન્સીઓ પણ ભારતીય સુરક્ષાદળો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે અફઘાન આતંકીઓની ભરતી કરી રહી છે. કહેવાય છે કે અફઘાન આતંકીઓની પસંદગી સ્થાનિક સમાન્ડરો તરીકે કાશ્મીરી આતંકીઓના સ્થાને થઈ રહી છે. 

20 દિવસ બાદ કાશ્મીર ખીણમાં પહેલી આતંકી વારદાત

1. ત્રાલના જંગલમાંથી પોલીસને બે લાપત્તા વ્યક્તિના મૃતદેહ મળી આવ્યાં. 
2. કાદિર કોહલી અને મંજૂર અહેમદ કોહલી સોમવારથી ગુમ હતાં. 
3. કાદિર અને મંજૂરનું સોમવારે આતંકીઓએ અપહરણ કર્યું હતું. 
4. કાદિર રાજૌરી અને મંજૂર અહેમદ મનસરનો રહીશ હતો. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More