Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદમાં રાત્રે 10 વાગ્યા પછી આ વિસ્તાર બંધ, માત્ર દવાની દુકાનો રહેશે ખુલ્લી

કોરોના વાયરસના કહેર સામે અમદાવાદમાં છેલ્લા 10-15 દિવસથી શહેરના યુવાવર્ગ દ્વારા માસ્ક નહીં પહેરવું, માસ્ક ખોટી રીતે પહેરવું, ટોળે ટોળા વળવું, સોશિયલ ડિસ્ટન્સનો ભંગ જેવા કોવિડ પ્રોટોકોલના ભંગ કરવાના કિસ્સાઓ સતત વધી રહ્યાં છે

અમદાવાદમાં રાત્રે 10 વાગ્યા પછી આ વિસ્તાર બંધ, માત્ર દવાની દુકાનો રહેશે ખુલ્લી

અમદાવાદ: કોરોના વાયરસના કહેર સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તબક્કાવાર પગલાઓ લેવામાં આવતા કોરોના સંક્રમણની સ્થિતિમાં સુધારો થયો છે. ત્યારે છેલ્લા 10-15 દિવસથી શહેરના યુવાવર્ગ દ્વારા માસ્ક નહીં પહેરવું, માસ્ક ખોટી રીતે પહેરવું, ટોળે ટોળા વળવું, સોશિયલ ડિસ્ટન્સનો ભંગ જેવા કોવિડ પ્રોટોકોલના ભંગ કરવાના કિસ્સાઓ સતત વધી રહ્યાં છે. 

fallbacks

આ પણ વાંચો:- કેન્દ્રીય કૃષિ બિલના વિરોધમાં કોંગ્રેસના દેખાવો, પોલીસે કરી કાર્યકરોની અટકાયત

આવી પ્રવતિઓ શહેરના અમુક ભાગમાં ખાસ કરીને રાત્રીના સમયે વધારે થતી જોવા મળી રહી છે. જેને લઈને આજે કોરોના માટેના ખાસ અધિકારી ડો. રાજીવ ગુપ્તએ મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર અને અન્ય અધિકારીઓ સાથે બેઠક કરી શહેરના એસ.જી. હાઇવે, વસ્ત્રાપુર, બોપલ અને સોલાના 27 જેટલા વિસ્તારમાં રાતે 10 વાગ્યા બાદ તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જ્યારે આ વિસ્તારોમાં માત્ર દવાની દુકાનો જ ખુલ્લી રાખી શકાશે.

fallbacks

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક  કરો...

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More