Vadodara News રવિ અગ્રવાલ/વડોદરા : તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં રમઝાન વિરામ વિવાદ બાદ પણ ગુજરાતમાં ટાઈમ ટેબલ બદલવાને લઈને વિવાદ સર્જાયો છે. ગુજરાતના વડોદરામાં ટીચિંગ કમિટીના આદેશ બાદ આ વિવાદ સર્જાયો છે. વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ (વડોદરા નગર પ્રાથમીક શિક્ષણ સમિતિ)એ રમઝાનને ધ્યાનમાં રાખીને મહાનગર પાલિકાની તમામ શાળાઓમાં મુસ્લિમ ધર્મના બાળકો માટેના સમયમાં ફેરફાર કર્યો હતો, જે બાદ ગુજરાતમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP)એ વડોદરા મહાનગર પાલિકાને આ સમગ્ર મુદ્દે પોતાનો નિર્ણય રદ કરવા જણાવ્યું છે. તેમાં મુસ્લિમ બાળકોને મોડા આવવા અને વહેલા જવાની સૂચનાઓ છે.
વડોદરા મહાનગર પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિ ધ્વારા રમઝાન માસને લઈ એક પરિપત્ર જારી કરાતા વિવાદ સર્જાયો છે. જે શાળામાં મુસ્લિમ વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોય ત્યાં શાળાએ જવા તેમજ છૂટવાના સમયમાં છૂટછાટ અપાતા વિશ્વ હિન્દુ પરિષદ લડાયક મૂડમાં આવી ગયું છે.
ગુજરાત સરકારે સરકારી તિજોરીમાંથી અદાણીને ચૂકવ્યા કરોડો રૂપિયા
તમામ ધર્મના બાળકોને છુટછાટ આપવી જોઈએ
થોડા દિવસો બાદ રમઝાન માસ શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે વડોદરા મહાનગર પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિ દ્વારા એક પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે રમઝાન માસમાં મુસ્લિમ વિધાર્થીઓની સંખ્યા વધુ હોય તેવી શાળાઓના વિધાર્થીઓને મોડા આવવા અને વહેલા છોડી દેવામાં આવે. ત્યારે હવે આ પરિપત્ર બાદ વિશ્વ હિન્દુ પરિષદ અકળાયું છે. વિશ્વ હિન્દુ પરિષદનું કહેવું છે કે ભારતીય કેલેન્ડર મુજબ આખા વર્ષ દરમિયાન હિન્દુઓના તહેવારો સૌથી વધુ આવે છે. જો નિર્ણય કરવો હોય અને છૂટછાટ આપવી હોય તો તમામ ધર્મના બાળકોને છૂટછાટ આપવી જોઈએ. શિક્ષણ સમિતિ એ ફક્ત મુસ્લિમ બાળકોની ચિંતા કરી જે નિર્ણય કર્યો છે, એનાથી હિન્દુ સહિત અન્ય સમાજની લાગણી દુભાઈ છે. ત્યારે જો શિક્ષણ સમિતિ દ્વારા આ પરિપત્ર પરત નહીં લેવામાં આવે તો આવનારા સમય માં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જેને લઈને આજે શિક્ષણ સમિતિની કચેરી ખાતે એક આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે શિક્ષણ સમિતિ ના આ પરિપત્ર બાદ VHP અકળાયું છે ત્યારે સમગ્ર મામલે શિક્ષણ સમિતિના શાસનાધિકારી શ્વેતાબેન પારગીએ જણાવ્યું હતું કે શિક્ષણ સમિતિ દ્વારા વર્ષોથી આ પ્રકારનો પરિપત્ર કરાય છે. જે શાળામાં 80 ટકાથી વધુ મુસ્લિમ વિધાર્થીઓ હોય તો ત્યાં આ પરિપત્ર લાગુ કરી શકાય છે. આ પ્રમાણે ગૌરી વ્રત માં પણ છૂટછાટ આપવામાં આવે જ છે. લઘુમતી વિસ્તાર માં આવેલી 10 થી 12 શાળાઓ તરફ થી રમઝાન માસમાં રજાઓ માટે છૂટછાટ ની માંગ કરવામાં આવી હતી. આવો પરિપત્ર કરવો જરૂર નથી, શિક્ષણ સમિતિ નિર્ણય બદલી પણ શકે છે.
અંબાલાલ પટેલની ભવિષ્યવાણી : માર્ચમાં ગ્રહો એવી ચાલ બદલશે કે વાતાવરણમાં ઉથલપાથલ થશે
VHPનું અલ્ટીમેટમ
VHP દ્વારા આજે બપોરે 12 વાગ્યે વડોદરા શહેરમાં પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. VHPએ તેના ગુજરાત એકાઉન્ટમાંથી તેના X પર શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરને ટેગ કર્યા છે અને લખ્યું છે કે કૃપા કરીને આ પરિપત્રની સત્યતા તપાસો અને તેને તાત્કાલિક રદ કરો. તેમજ જવાબદારો સામે પગલા ભરવા જરૂરી છે. યાદ રાખો, તુષ્ટિકરણનો વિરોધ એ ભાજપના મજબૂત સમર્થનનું કારણ છે. આ ગુજરાત છે, પાકિસ્તાન કે બાંગ્લાદેશ નથી. વિહીપે અન્ય એક પોસ્ટમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના યુનિફોર્મ સિવિલ કોડનો ઉલ્લેખ કરીને ફોટાની સાથે એવું લખવામાં આવ્યું છે કે એવું લાગે છે કે અધિકારીઓ અને મંત્રીઓ સરકારના ઇરાદાથી વાકેફ નથી અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ગુજરાત સરકારના નિર્ણયોથી સંપૂર્ણપણે સ્વતંત્ર છે.
સાથે જ શિક્ષણ સમિતિ ચેરમેન નિષિધ દેસાઈ એ પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે રેગ્યુલર ચાલતા પરિપત્રમાં અમારા તરફથી કોઈ ફેરફાર નથી કરવામાં આવતો. પરીક્ષાઓ નજીક આવી રહી છે જો પરિપત્ર થકી વિધાર્થીઓનું શિક્ષણ કાર્ય બગડતું હશે તો આ અંગે શાસનાધિકારી તેમજ સમિતિ સાથે યોગ્ય ચર્ચા વિચારણા કર્યા બાદ નિર્ણય કરાશે.
ઉલ્લેખનીય છે કે શિક્ષણ સમિતિ ધ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં માત્ર મુસ્લિમ વિધાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે. ત્યારે શિક્ષણ સમિતિ ધ્વારા વર્ષોથી ચાલતો આવતો આ પરિપત્ર પાછો ખેચાય છે કે કેમ એતો આવનારો સમય જ બતાવશે. પરંતુ જો આ પરિપત્ર પરત નહીં ખેચાય તો હિન્દુ સંગઠનો આવનાર સમયમાં આકરું વલણ અપનાવશે એ વાત નક્કી છે.
ગુજરાતની 30 હજારથી વધુ હાઉસિંગ સોસાયટી માટે સરકારનો મોટો નિર્ણય
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે