Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદમાં વાહનચાલકો ચેતી જજો! આજથી આખા શહેરમાં વાહન ચલાવવું પડી શકે છે ભારે, AI બેઝથી મેમો અપાશે

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ડેસ કેમ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે જેમાં ઇન્ટરસેપ્ટર વાન અને PCR વેનમાં મોબાઇલ કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે.

અમદાવાદમાં વાહનચાલકો ચેતી જજો! આજથી આખા શહેરમાં વાહન ચલાવવું પડી શકે છે ભારે, AI બેઝથી મેમો અપાશે

ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદ શહેરમાં હવે રોંગ સાઈડમાં વાહન ચલાવવું, હેલ્મેટ વિના વાહન ચલાવવું અને ત્રણ સવારી સાથે વાહન ચલાવુ ભારે પડી શકે છે. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ડેસ કેમ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે જેમાં ઇન્ટરસેપ્ટર વાન અને PCR વેનમાં મોબાઇલ કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. જેની મદદથી મુખ્યત્વે ટુ વ્હીલર વાહન પર ૩ સવારી, રોંગ સાઇડ વાહન ચલાવતા અને હેલ્મેટ વિના ચલાવતા વાહન ચાલકો પર મોનીટરીંગ કરવામાં આવશે. 

fallbacks

દૈનિક રાશિફળ 5 ડિસેમ્બર: મિથુન રાશિના લોકો આજે ઉત્સાહિત રહેશે, મીન રાશિએ આજે સંભાળવુ

ટ્રાફિક પોલીસે વાહનોમાં AI બેઝ ડેસકેમ ઇન્સ્ટોલ કર્યા છે. 32 ગાડી AI કેમેરા લગાવવામાં આવ્યા છે , જે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરશે અને મોનીટરીંગ કરશે. આ ઉપરાંત 28 જેટલા ટ્રાફિક પોલીસને કર્મચારીઓને પણ ટ્રાયપોડ અને AI બેઝ કેમેરાવાળો મોબાઈલ ફોન આપવામાં આવ્યો છે. આ પોલીસ કર્મચારી ઓ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ વિસ્તારમાં ટ્રાફિક પોઇન્ટ ઉપર હાજર રહેશે. 

Pushpa 2 : પુષ્પા 2 રિલીઝ દરમિયાન દુર્ઘટના, થિયેટરમાં મચી નાસભાગ, 1 મહિલાનું મોત

પોલીસકર્મીઓને આપવામાં આવેલા મોબાઈલમાં તેઓ એપ્લિકેશન ચાલુ કરશે અને રેકોર્ડિંગ ચાલુ કરશે. જે પણ કંટ્રોલ રૂમમાં કેપ્ચર થશે અને મેમો જનરેટ થશે. આ પ્રોજેક્ટથી ટ્રાફિક પોલીસ અને વાહન ચાલકો વચ્ચે થતા ઘર્ષણ ઓછી થશે. કારણ કે સીધી રીતે વાહનચાલકો પોલીસ ના સંપર્કમાં નહીં આવે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More