Home> Gujarat
Advertisement
Prev
Next

વાઘા આવ્યો વાઘ! ગુજરાતમાં ફરી 5 વર્ષ બાદ વાઘની એન્ટ્રી; છેલ્લા 4 મહિનાથી આ જંગલમાં રહે છે, વનવિભાગ સતર્ક

Tiger Spotted After 5 Years In Gujarat: ગુજરાત માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં ફરી પાંચ વર્ષ બાદ વાઘની એન્ટ્રી થઈ હોવાની વાત સામે આવી રહી છે. બારિયાના જંગલમાં છેલ્લા 4 મહિનાથી વસતા એક વાઘ અંગે ભારે ચુપકીદિ જળવાઈ રહી છે, પાંચ-છ મહિનાની વય ધરાવતો આ પેટા-પુખ્ત નર-વાઘ સંપૂર્ણ રીતે તંદુરસ્ત અવસ્થામાં છે અને આસપાસ જંગલ વિસ્તારમાં આરામથી ફરી રહ્યો છે. 

વાઘા આવ્યો વાઘ! ગુજરાતમાં ફરી 5 વર્ષ બાદ વાઘની એન્ટ્રી; છેલ્લા 4 મહિનાથી આ જંગલમાં રહે છે, વનવિભાગ સતર્ક

Tiger Spotted After 5 Years In Gujarat: દાહોદ જિલ્લાના જંગલ વિસ્તારમાં એક વાઘ વસવાટ કરી રહ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. વનવિભાગના કર્મીઓને ચારેક મહિના અગાઉ વાઘ જેવા પ્રાણીના પગમાર્ક જંગલમાં જણાયા હતા અને એ પછી ટ્રેપ કેમેરા ગોઠવીને વાઘ હોવાનું કન્ફર્મ થતાં એની ઉપર સતત 24 કલાક ચાંપતી નજર રખાઈ રહી છે. એને ખોરાક તથા પાણી નજીકમાં સરળતાથી મળી રહે તેની પણ કાળજી લેવાઈ રહી છે. વનવિભાગના વિશ્વસનીય સૂત્રો દ્વારા આ જાણકારી પ્રાપ્ત થઈ છે. .

fallbacks

ગુજરાતીઓ સાવધાન! એક જ દિવસમાં અમદાવાદમાં કેસ ડબલ, શું ફરી જોવા મળશે મોતનો ખેલ?

મધ્ય પ્રદેશમાં પેન્ચ નેશનલ પાર્ક અને વાઘ અભયારણ્ય શિવની અને છિંદવાડા જિલ્લામાં પથરાયેલા છે, જે દાહોદ જિલ્લાથી લગભગ 650 કિલોમીટર દૂર આવેલા છે, તો શું બારિયામાં દેખાયેલો વાઘ આટલું લાંબુ અંતર કાપીને આવ્યો હશે તેની ચર્ચા થઈ રહી છે. મધ્ય પ્રદેશના ઈન્દોર-ઝાબુઆ વચ્ચેના જંગલ વિસ્તારમાંથી આ વાઘ અહીં આવ્યો હોવાનું અનુમાન થઈ રહ્યું છે. 

કડાકા-ભડાકા સાથે આ વિસ્તારોમાં વરસાદની આગાહી; વાવાઝોડું તોફાની વળાંક લે તેવી શક્યતા!

તમને જણાવી દઈએ કે દાયકાઓ પહેલા રાજ્યના વલસાડથી લઈને અંબાજી સુધીના ટ્રાઇબલ પટ્ટાના જંગલોમાં વાઘ વિચરતા હોવાનો ઇતિહાસ છે અને અમદાવાદ શહેરની હદમાં વાઘ પ્રવેશી જતા હતા અને ઉત્તર ગુજરાતના બાલારામ વનવિસ્તારમાં તો કેટલીય વાર વાઘ દેખાયાનો વનવિભાગના દસ્તાવેજોમાં જીકર થયેલો છે.

ડિંગુચા ફરી ચર્ચામાં! અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા;10 વર્ષથી પરિવાર સાથે સ્થાયી

છેલ્લે 2019માં દેખાયો હતો મહીસાગર જિલ્લામાં વાઘ  
સૂત્રોના જણાવ્યા પ્રમાણે છેલ્લે રાજ્યમાં 2019માં મહીસાગર જિલ્લામાં વાઘ દેખાયો હતો, એ વખતે મોબાઈલથી તેની તસવીર લેવાઈ હતી. જેની વન વિભાગે પુષ્ટિ કરી હતી. એ અગાઉ 1985માં ડાંગ જિલ્લાના દક્ષિણ ભાગમાં એક વાઘ દેખાયો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More