Home> Gujarat
Advertisement
Prev
Next

મોરબી દુર્ઘટનામાં ખોટું ટ્વિટ કરનાર TMC નેતા સાંકેત ગોખલેની ફરી ધરપકડ, ગેરકાયદે ફન્ડિંગ કરવાનો આરોપ

સાયબર ક્રાઇમ બ્રાંચે દિલ્લીથી આરોપી સાંકેત ગોખલેની અટકાયત કરી છે. અગાઉ પણ સાંકેત ગોખલેની ધરપકડ થઈ ચુકી છે. મોરબી દુર્ઘટનામાં ખોટું ટ્વિટ કરતા સાંકેત ગોખલેની ધરપકડ થઈ હતી. 

મોરબી દુર્ઘટનામાં ખોટું ટ્વિટ કરનાર TMC નેતા સાંકેત ગોખલેની ફરી ધરપકડ, ગેરકાયદે ફન્ડિંગ કરવાનો આરોપ

મૌલિક ધામેચા/અમદાવાદ: ફરી એકવખત TMC નેતા સાંકેત ગોખલેની ધરપકડ કરવામાં આવી છે. ગેરકાયદે ફન્ડિંગ કરવાના આરોપમાં સાંકેત ગોખલેની ધરપકડ કરવામાં આવી છે. સાયબર ક્રાઇમ બ્રાંચે દિલ્લીથી આરોપી સાંકેત ગોખલેની અટકાયત કરી છે. અગાઉ પણ સાંકેત ગોખલેની ધરપકડ થઈ ચુકી છે. મોરબી દુર્ઘટનામાં ખોટું ટ્વિટ કરતા સાંકેત ગોખલેની ધરપકડ થઈ હતી. 

fallbacks

જાણો શું હતો સમગ્ર કેસ?
અગાઉ ગુજરાત પોલીસે ટીએમસીના પ્રવક્તા સાકેત ગોખલેની એક ટ્વીટને લઈને રાજસ્થાનના જયપુરથી ધરપકડ કરી હતી. તેણે ટ્વીટમાં પુલ દુર્ઘટના બાદ પ્રધઆનમંત્રી નરેન્દ્ર મોદીના મોરબી પ્રવાસ સાથે જોડાયેલા ફેક ન્યૂઝનું સમર્થન કર્યું હતું. મોરબી પુલ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા. ગોખલેએ હાલમાં એક સમાચાર ટ્વિટર પર શેર કર્યા હતા. 

આ પણ વાંચો:

ગુજરાતમાં મહિલાઓ નથી સલામત, દર મહિને 45 મહિલાઓ પર બળાત્કાર

કેરીના રસિકો માટે ખુશખબર : આફૂસ અને કેસર ભરપૂર આવશે, ડિસેમ્બરે આપ્યા આ સંકેત

ગુજરાત કેબિનેટમાં ધો. 6થી 8 વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત,આ યોજના મજૂરોનું પેટ ઠારશે

નોંધનીય છે કે, રાજસ્થાનના જયપુરથી ટીએમસીના પ્રવક્તા સાકેત ગોખલેની ધરપકડ થયા બાદ અમદાવાદની કોર્ટે સાકેત ગોખલેને બે દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યા હતા. ગોખલેની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મોરબી પુલ દુર્ઘટના  પર ટ્વીટ કરવાને લઈને ધરપકડ કરવામાં આવી હતી. સહાયલ પોલીસ કમિશનર (સાઇબર ક્રાઇમ) જિતેન્દ્ર યાદવે જણાવ્યુ હતું કે એક વ્યક્તિ પાસેથી મળેલી ફરિયાદના આધાર પર ગોખલે વિરુદ્ધ પ્રધાનમંત્રીના મોરબી પ્રવાસને લઈને ફેક ન્યૂઝ ફેલાવવાના આરોપમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. 

આ મામલાને લઈને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ સુપ્રીમો મમતા બેનર્જીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા સાકેત ગોખલેનું સમર્થન કર્યુ હતું અને ભાજપ સરકારના 'પ્રતિરોધ વલણ'ની નિંદા કરી હતી. રાજસ્થાનના પ્રવાસે ગયેલા મમતા બેનર્જીએ દાવો કર્યો હતો કે ગોખલેએ કોઈ ભૂલ કરી નથી. 

આ પણ વાંચો:

યુવાઓ માટે સારા સમાચાર! ગુજરાત પોલીસ ભરતી 2023ને લઈને મોટા સમાચાર

કુદરતની કરામત કહો કે ગ્લોબલ વોર્મિગ! કડકડતી ઠંડીમાં કેસુડો ખીલતા આશ્ચર્ય

છોટાઉદેપુરના આ યુવકને દિલથી સલામ! ખેતી કરવા અનોખો સસ્તો રસ્તો શોધ્યો!

અગાઉ મમતા બેનર્જીએ કર્યો હતો બચાવ
મમતા બેનર્જીએ અગાઉ જયપુર એરપોર્ટ પર જણાવ્યું હતું કે ખરાબ અને દુખદ (ઘટના) છે. સાકેત ગોખલે એક પ્રતિભાશાળી વ્યક્તિ છે. તે સોશિયલ મીડિયા પર ખુબ લોકપ્રિય છે. તેણે કોઈ ભૂલ કરી નથી. તેમણે કહ્યું કે, હું આ બદલો લેવાના વલણની નિંદા કરુ છું. સાકેતની એટલે ધરપકડ કરવામાં આવી છે કારણ કે તેણે પ્રધાનમંત્રી વિરુદ્ધ ટ્વીટ કર્યું. લોકો મારા વિરુદ્ધ પણ ટ્વીટ કરે છે. અમને આ સ્થિતિને લઈને ખરેખર અફસોસ થઈ રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More