Home> Gujarat
Advertisement
Prev
Next

આજે અક્ષય તૃતીયા પર જાણો ગુજરાતના પ્રખ્યાત મંદિરોના અપડેટ્સ

અક્ષય તૃતીયા હિન્દુઓનો ખાસ પર્વ છે. કેટલાક લોકો તેને અખા તીજના નામથી પણ જાણે છે. સનાતન ધર્મમાં તેનું બહુ જ મહત્વ છે. માન્યતા છે કે, આ દિવસોમાં સોનુ કે સોનાના દાગીના ખરીદવુ શુભ માનવામાં આવે છે. એમ પણ કહેવાય છે કે, આ દિવસે સૌભાગ્ય અને શુભ ફળનું ક્યારેય ક્ષય થતુ નથી. તેથી આ દિવસે જે પણ કામ કરવામાં આવે, તેનુ ફળ અનેક ગણુ મળે છે. આ જ કારણ છે કે, આ દિવસે સોનુ ઘરમાં લાવીને ઘરનું સૌભાગ્ય વધારવામાં આવે છે. આ દિવસે કોઈ મુહૂર્તની જરૂર પડતી નથી. મંદિરોમાં અક્ષય તૃતીયાના દિવસે ખાસ સાજશણગાર તથા પૂજાવિધી કરવામાં આવે છે. ત્યારે જાણીએ, કેવી છે ગુજરાતના પ્રખ્યાત મંદિરોની ઉજવણી. 

આજે અક્ષય તૃતીયા પર જાણો ગુજરાતના પ્રખ્યાત મંદિરોના અપડેટ્સ

અમદાવાદ :અક્ષય તૃતીયા હિન્દુઓનો ખાસ પર્વ છે. કેટલાક લોકો તેને અખા તીજના નામથી પણ જાણે છે. સનાતન ધર્મમાં તેનું બહુ જ મહત્વ છે. માન્યતા છે કે, આ દિવસોમાં સોનુ કે સોનાના દાગીના ખરીદવુ શુભ માનવામાં આવે છે. એમ પણ કહેવાય છે કે, આ દિવસે સૌભાગ્ય અને શુભ ફળનું ક્યારેય ક્ષય થતુ નથી. તેથી આ દિવસે જે પણ કામ કરવામાં આવે, તેનુ ફળ અનેક ગણુ મળે છે. આ જ કારણ છે કે, આ દિવસે સોનુ ઘરમાં લાવીને ઘરનું સૌભાગ્ય વધારવામાં આવે છે. આ દિવસે કોઈ મુહૂર્તની જરૂર પડતી નથી. મંદિરોમાં અક્ષય તૃતીયાના દિવસે ખાસ સાજશણગાર તથા પૂજાવિધી કરવામાં આવે છે. ત્યારે જાણીએ, કેવી છે ગુજરાતના પ્રખ્યાત મંદિરોની ઉજવણી. 

fallbacks

Akshaya Tritiya 2019: સોનુ ખરીદી અને પૂજાનું આ મુહૂર્ત અચૂક સાચવજો, પછી તો ફાયદો જ ફાયદો...

આજથી રથયાત્રાની પૂજાનો પ્રારંભ 
આજે અખાત્રીજનો દિવસ છે. ત્યારે ભગવાન જગન્નાથ મંદિરના ત્રણેય રથનું શાસ્ત્રોક્ત વિધીથી પૂજન કરવામાં આવશે અને સમારકામનો પ્રારંભ થશે. સવારે દિલીપદાસજી મહારાજ આ પૂજનનો પ્રારંભ કરાવશે. જેમાં ગુજરાતના ખલાસી ભાઈઓ પણ જોડાશે. એક રીતે કહીએ તો આજથી 142મી રથયાત્રાની તૈયારીઓ શરૂ થશે. રથના પૂજનને લઈને મોટી સંખ્યામાં ભાવિ ભક્તો મંદિરમાં ઉમટી પડશે. આ માટે વહેલી સવારથી મંદિરમાં ભક્તોનો જમાવડો જોવા મળ્યો હતો. તો આ તરફ અમદાવાદના ઇસ્કોન મંદિરમાં પણ ભગવાનને ચંદનના વાઘાનો પણ શણગાર કરવામાં આવશે, જેનો ભક્તો બપોરે 12 વાગ્યા સુધી દર્શન કરી શકશે

અંબાજી મંદિરમાં દર્શનનો સમય બદલાયો 
અખાત્રીજના દિવસથી જગતજનની જગદંબા અંબાજી મંદિરના દર્શનના સમયમાં ફેરફાર થઇ રહ્યો છે. મંદિર સવારે 11.30ના બદલે 10.45 વાગ્યે બંધ થશે. આ દરમિયાન દિવસમાં ત્રણ વખત માતાજીની આરતી કરવામાં આવશે. દર વર્ષે સૂર્યોદય અને સુર્યાસ્તના સમયમાં ફેરફાર થવાની મંદિરનો સમય બદલાય છે. 7મેથી 3 જુલાઇ સુધી મંદિરના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વાત કરીએ તો સવારની આરતી 7થી 7.30 વાગ્યા સુધી રહેશે. સવારના દર્શન 7.30થી 10.45 સુધી રહેશે. રાજભોગની આરતી 12.30થી 1 વાગ્યા સુધી રહેશે. વાત કરીએ તો બપોરના દર્શન 1થી લઇને 4.30 સુધી ચાલશે. સાંજની આરતી 7 વાગ્યાથી લઇને 7.30 સુધી રહેશે, તો સાંજના દર્શન 7.30થી 9.145 સુધી રહેશે. હાલમાં રાજ્યમાં વેકેશન હોવાના કારણે અંબાજી મંદિરે મોટી સંખ્યામાં માઇભક્તો ઉમટી પડે છે. 

ફાનીમાં આંખ સામે મોત જોઈને પરત ફરેલા જામનગરવાસીઓએ ગુજરાતમાં પગ મૂકતા જ આંખ થઈ ભીની, Pics

વાહનોની ખરીદી પણ પૂરજોશમાં ચાલશે
વૈશાખ સુદ ત્રીજ એટલે અખાત્રીજ, આ દિવસ અક્ષય તૃતીયા તરીકે પણ ઓળખાય છે, અક્ષય તિથિ અર્થાત કદી ક્ષય ન થનારી તિથિ. અખાત્રીજ સ્વયં સિદ્ધ મુહૂર્ત છે તેથી આ દિવસે લોકો સોના ચાંદીના ઘરેણાં ખરીદે છે. તેમજ આ દિવસે લોકો ટુ વ્હીલર અને ફોર વ્હીલર જેવા વાહનો પણ ખરીદે છે. તો કેટલાક લોકો પોતાના શુભ કાર્યો પણ આ દિવસેથી શરૂઆત કરતાં હોય છે. આ દિવસે લોકો વહેલી સવારથી મંદિરના દર્શન કરવા પણ જાય છે. આ દિવસે મોટાભાગના લોકો પોતાના ધંધાની પણ શુભ શરૂઆત પણ કરતાં હોય છે. આ દિવસે લગ્નના પણ મુહૂર્ત મોટી સંખ્યામાં હોય છે. તેમજ આ દિવસે ઘણા લોકો ધાર્મિક કાર્યો પણ કરે છે.

ચારધામના કપાટ ખૂલ્યા
આજથી એટલે કે અક્ષય તૃતીયાના દિવસથી ચારધામની યાત્રા શરૂ થશે. ગંગોત્રી અને યમુનોત્રી મંદિરના કપાટ ખૂલ્યા છે, જ્યારે કેદારનાથના કપાટ ખુલવાની સાથે જ આજે ચારધામ યાત્રા શરૂઆત થઈ જશે. યાત્રાનો પહેલો પડાવ યમુનોત્રી, બીજો પડાવ ગંગોત્રી છે, ત્રીજો પડાવ કેદારનાથ છે, તો અંતિમ પડાવ બદ્રીનાથ છે. સામાન્ય રીતે ચારધામની યાત્રા દર વર્ષે એપ્રિલ અથવા મે મહિનામાં શરૂ થાય છે અને ઓક્ટોબર નવેમ્બરમાં પૂર્ણ થઈ જાય છે. સપ્ટેમ્બર મહિનામાં ભારે ધસારો રહે છે. કેમ કે જૂન અને ઓગસ્ટ મહિનામાં આ વિસ્તારોમાં ભારે વરસાદ પડે છે, જેના કારણે યાત્રીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

નવસારી : અકસ્માત બાદ મામલો બિચકતા 1000નું ટોળું ભેગુ થયું, પોલીસે 25 ટિયરગેસ સેલ છોડ્યા 

આજે પરશુરામ જયંતી પણ...
અક્ષય તૃતીયાની સાથે આજે પરશુરામ જયંતિ પણ છે. ત્યારે સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર પરશુરામની શોભાયાત્રા પણ નીકળશે. ત્યારે અમદાવાદમાં પણ પરશુરામ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. ભગવાન પરશુરામનો જન્મ વૈશાખ સુદ પક્ષની ત્રીજના દિવસે થયો હતો. પરશુરામ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર છે. તેમની ગણના શ્રીહરિના દશાવતરોમાં થાય છે. ભગવાન પરશુરામ યોગ વેદ અને નીતિમાં પારંગત હતા. તેમના કઠોર તપથી પ્રયસન્ન થઇને ભગવાન વિષ્ણુએ તેમને કલ્પના અંત સુધી તપસ્યારત ભૂલોક પર રહેવાનું વરદાન આપ્યુ હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More