Home> Gujarat
Advertisement
Prev
Next

123 લોકોનો ભોગ લેનાર અમદાવાદના 2009ના લઠ્ઠાકાંડનો આજે ચુકાદો આવશે

વર્ષ 2009 અમદાવાદ લઠ્ઠાકાંડના મામલામાં આજે સેશન્સ કોર્ટ પોતાનો ચુકાદો આપશે. વિનોદ ડગરી સહિત 33 આરોપીઓને આ કેસમાં પકડવામાં આવ્યા હતા. 

123 લોકોનો ભોગ લેનાર અમદાવાદના 2009ના લઠ્ઠાકાંડનો આજે ચુકાદો આવશે

અમદાવાદ :વર્ષ 2009 અમદાવાદ લઠ્ઠાકાંડના મામલામાં આજે સેશન્સ કોર્ટ પોતાનો ચુકાદો આપશે. વિનોદ ડગરી સહિત 33 આરોપીઓને આ કેસમાં પકડવામાં આવ્યા હતા. 

fallbacks

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં 9 જૂનના રોજ લઠ્ઠાકાંડની શરૂઆત થઈ હતી. તેના ત્રણ દિવસ સુધી સર્જાયેલા લઠ્ઠાકાંડમાં 123 લોકોના મોત થયા હતા અને લઠ્ઠાકાંડના કારણે 200 લોકોને શારીરિક નુકશાન થયું હતું. આ કેસમાં 33 થી વધુની ધરપકડ કરવામાં આવી હતી. કેસની સુનવણી દરમિયાન 650 જેટલા સાક્ષીઓની જુબાની લેવાની હતી. કેસમાં બંને પક્ષો વચ્ચે સુનવણી પૂર્ણ થઈ ચૂકી છે. ત્યારે આજે સેશન્સ જજ ડીપી મહિડા ચુકાદો આપવાના છે. 

રથયાત્રા પહેલા મોસાળ ગયેલા ભગવાન જગન્નાથ અને તેમના ભાઈ-બહેનને કેવા લાડ લડાવાય છે? જાણો

આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે વિનોદ ડગરી સહિત 33 લોકોની ધરપકડ કરી હતી અને સરકાર દ્વારા આ મામલે જસ્ટિસ કમલ મહેતાની તપાસ પંચ નીમવામાં આવી હતી. આ કેસમાં દારૂમાં કેમિકલ સપ્લાય કરનાર જયેશ ઠક્કર અને યોગેન્દ્ર ઉર્ફે દદુ છારા ફરાર થયા હતા, જેથી તેમના કેસ અલગ થયા હતા. 

જજમેન્ટ બાદ થશે જજની બદલી
આજે સેશન્સ જજ ડીપી મહિડા ચુકાદો આપવાના છે. ત્યારે જજ ડીપી મહિડાની બદલી થવાની છે, પણ તેમની બદલી પર હાઇકોર્ટે રોક લગાવી છે. કેસમાં જજમેન્ટ આપ્યા બાદ જજ ડીપી મહીડાની બદલી થશે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More