બ્યૂરો રિપોર્ટ/મોરબી: ઘડિયાળ(Clock) માટે વિશ્વવિખ્યાત(World Famous) મોરબીમાં (Morbi) જાત-જાતની ઘડિયાળ(Diffrent Clocks) બને છે. જોકે, અહીંના લાટી પ્લોટ વિસ્તારમાં એક ઉદ્યોગપતિ ખાસ આદિવાસી સમુદાય (Tribal Community) માટેની ઘડિયાળ બનાવે છે. આ ઘડિયાળ કંઈક અલગ રીતે ચાલે છે અને ઊંધી ચાલતી (Reverse Side) આ ઘડિયાળને આદિવાસી પરિવારોમાં અત્યંત શુભ માનવામાં આવે છે.
મોરબીના(Morbi) લાટી પ્લોટમાં આવેલા આલ્ફા કોટ્સ નામના એક કારખાનામાં આ વિશેષ આદિવાસી ઘડિયાળ(Special Aadivasi Clock) બનાવવામાં આવે છે. આદિવાસી ઘડિયાળમાં 1થી 12 સુધીના આંકડા જમણી દિશામાં નહીં પરંતુ ઊંધી દિશામાં લખેલા હોય છે. આદિવાસી વિસ્તારોમાં આ ઘડિયાળનું મોટું બજાર છે. આ ઘડિયાળના કાંટા જમણી બાજુ નહીં પરંતુ ઊંધી બાજુ ચાલે છે. આ કારણે જ ઘડિયાળને એન્ટી ક્લોક(Anti-clock) કહેવામાં આવે છે.
Rajkot : ગાંધીજીએ સ્થાપેલી શાળામાંથી પકડાયો 5 લાખની કિંમતનો દારૂ
આલ્ફા ક્વાર્ટ્ઝના માલિક નિશાંતભાઈ પટેલ અને અમિત ભાઈ ગાંધીએ આ અંગે જણાવ્યું કે, થોડા સમય અગાઉ એક આદિવાસી વેપારી તેમની પાસે આવ્યો હતો. તેણે તેમની પાસે સામાન્ય ઘડિયા નહીં પરંતુ રિવર્સસાઈડમાં ફરતી એટલે કે એન્ટી-મૂવમેન્ટ કરતી ઘડિયાળ માગી હતી. આ પ્રકારની માગણી સાંભળીને સૌથી પહેલા તો તેઓ ખુદ ચોંકી ગયા હતા. તેમણે વેપારીને આ પ્રકારની ઘડિયાળ માગવાનું કારણ અને તેના મહત્વ વિશે પુછ્યું હતું.
આથી વેપારીએ તેમને જણાવ્યું કે, આપણી પૃથ્વી એન્ટીક્લોકવાઈઝ ફરે છે. ગ્રહો પણ એન્ટીક્લોક દિશામાં ફરે છે. સમુદ્ર અને રણમાં ઉઠતા તોફાન પણ એન્ટીક્લોક દિશામાં જ આવે છે. આ કારણે આદિવાસીઓ એન્ટીક્લોક દિશામાં ફરતી વસ્તુઓને શુભ માને છે અને તેના કારણે જ તેમના ઘરમાં આ પ્રકારની ઊંધી દિશામાં ચાલતી ઘડિયાળ હોય છે. પ્રકૃતિને પ્રેમ કરનારા આદિવાસીઓ લગ્નના ફેરા પણ ઊંધી દિશામાં જ લેતા હોય છે.
પોલીસે ડીટેઈન કરેલી 2 કરોડની પોર્શે કારને ફટકાર્યો અધધધ.. રૂ.9.80 લાખનો દંડ
વેપારીની આ વાત સાંભળીને ઘડિયાળના કારખાનાના માલિક પણ ચોંકી ગયા હતા. ત્યાર પછી તેમણે વેપારીની માગ મુજબ એન્ટીક્લોક બનાવાનું શરૂ કર્યું અને જોત-જોતામાં તેમને એક નવું વિશાળ બજાર મળી ગયું. સમગ્ર ભારત દેશમાં તેમની આ વિશેષ આદિવાસી ઘડિયાળની માગ રહે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે