Home> World
Advertisement
Prev
Next

બ્રિટનના ઐતિહાસિક લંડન બ્રિજ પર છૂરાબાજીની ઘટના, અનેક લોકો ઘાયલ 

શહેરના મશહૂર લંડન  બ્રિજ (london bridge)  પાસે આજે સાંજે ફાયરિંગ અને છૂરાબાજી (Stabbing) ના અહેવાલ છે. ઘટના બાદ પોલીસે વિસ્તારને ઘેરી લીધો છે. પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. હુમલામાં અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. પોલીસે બ્રિજને ખાલી કરાવી લીધો છે અને લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ વિસ્તારમાં ન જાય. મળતી માહિતી મુજબ પોલીસે હુમલાખોરને ઘટનાસ્થળે જ ઢાળી દીધો છે. 

બ્રિટનના ઐતિહાસિક લંડન બ્રિજ પર છૂરાબાજીની ઘટના, અનેક લોકો ઘાયલ 

લંડન: શહેરના મશહૂર લંડન  બ્રિજ (london bridge)  પાસે આજે સાંજે ફાયરિંગ અને છૂરાબાજી (Stabbing) ના અહેવાલ છે. ઘટના બાદ પોલીસે વિસ્તારને ઘેરી લીધો છે. પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. હુમલામાં અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. પોલીસે બ્રિજને ખાલી કરાવી લીધો છે અને લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ વિસ્તારમાં ન જાય. મળતી માહિતી મુજબ પોલીસે હુમલાખોરને ઘટનાસ્થળે જ ઢાળી દીધો છે. 

fallbacks

VIRAL PHOTO: સાવ સામાન્ય દેખાતી આ તસવીરમાં છૂપાયેલું છે મોટું રહસ્ય, હકીકત જાણીને નવાઈ લાગશે

સ્કોટલેન્ડ યાર્ડે એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે અમે લંડન બ્રિજની ઘટના અંગે પ્રાથમિક તબક્કામાં છીએ. પોલીસે પોતાના નિવેદનમાં લોકોને અપીલ કરી છે કે જો તેઓ ઘટનાસ્થળની નજીક હોય તો ત્યાં હાજર અધિકારીઓના નિર્દેશોનું પાલન કરે. સ્કાય ન્યૂઝના રિપોર્ટ મુજબ પોલીસે હુમલાવરને શૂટ કર્યો છે. જો કે લંડન એમ્બ્યુલન્સ સર્વિસે આ ઘટનાને 'મોટી ઘટના' ગણાવી છે. 

આ ઘટના શું છે, ફાયરિંગ થયું છે કે ચાકૂથી હુમલો થયો છે કે પછી કોઈ અન્ય પ્રકારની કોઈ ઘટના ઘટી છે તે અંગે હજુ સુધી કોઈ માહિતી સ્પષ્ટ નથી. લંડન મેટ્રોપોલિટન પોલીસે જણાવ્યું કે પોલસને બપોરે 1 વાગે ને 58 મિનિટે (લંડનના સમય મુજબ) ફોન આવ્યો કે લંડન બ્રિજ પાસે કોઈને ચાકૂ મારવામાં આવ્યું છે. એક વ્યક્તિને કસ્ટડીમાં લેવાયો છે. અમને એવું લાગે છે કે કેટલાક લોકો ઘાયલ થયા છે અને વધુ માહિતી ભેગી કરવામાં આવી રહી છે. 

અંતરિક્ષમાં ઉપગ્રહોનું રિપેરિંગ થશે સરળ અને સસ્તું, રોબોટ બચાવશે નાણા

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જહોનસને ટ્વીટ કરીને કહ્યું કે આ ઘટના અંગે સતત જાણકારી મેળવી રહ્યાં છે. તેમણે લખ્યું કે લંડન બ્રિજની ઘટના અંગે મને સતત માહિતી આપવામાં આવી રહી છે. હું પોલીસ અને તમામ ઈમરજન્સી સેવાઓને તત્કાળ એક્શનમાં આવવા  બદલ ધન્યવાદ પાઠવું છું. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે લંડન બ્રિજ એ વિસ્તારોમાં સામેલ છે જ્યાં જૂન 2017માં કથિત આઈએસઆઈએસ પ્રેરિત આતંકી હુમલો થયો હતો. જેમાં 11 લોકોના મોત થયા હતાં. આતંકવાદીઓએ એક ગાડીને પગપાળા જઈ રહેલા લોકો પર ચઢાવ્યાં બાદ અંધાધૂંધ છૂરાબાજી કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More