બુરહાન પઠાણ/આણંદ: આણંદનાં ઉમરેઠમાં ગેરકાયદેસર રીતે ગર્ભપાતનાં ગોરખધંધાનો કિસ્સો સામે આ્વ્યો છે,જેમાં ઉમરેઠની વેદ હોસ્પીટલમાં ફરજ બજાવતી નર્સએ માન્ય મેડીકલ ડીગ્રી નહી હોવા છતાં પોતાનાં ધરનાં ઉપરનાં માળે પરિણિતાને લઈ જઈ તેણીનો ગેરકાયદેસર ગર્ભપાત કર્યો હતો,ગર્ભપાત દરમિયાન ગર્ભમાં બગાડ રહી જતા ફરીવાર ગર્ભમાંથી બગાડ કાઢવા જતા ગર્ભાશયમાં સાધન વાગી જતા ગર્ભાસયમાં ગંભીર આંતરીક ઈજાઓ થતા મહિલાને નડીયાદની હોસ્પીટલમાં સારવાર આપવામાં આવી રહી છે,આ બનાવ અંગે ઉમરેઠ પોલીસે બન્ને નર્સ વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પરેશ ગોસ્વામીની સૌથી લેટેસ્ટ આગાહી; આ વાંચીને લોકોના થથરવા લાગશે પગ! હવે વરસાદ નહીં!
પેટલાદ તાલુકાના રાવલી ગામના મૂળ રહીસ અને હાલમાં નડીયાદ શહેરમાં રહેતા મહંમદઅશ્ફાકમીયા મહેબુબમીયા મલેકની 32 વર્ષિય પત્ની સાઇનબીબીને થોડાં દિવસો પહેલાં પેટમાં દુખાવો થતાં પતેણીને પ્રથમ નડીયાદ એન.ડી.દેસાઈ હોસ્પિટલ ખાતે લઈ જઈને સોનોગ્રાફી કરાવતાં ડોકટરે સાઈનબીબીને પેટમાં ત્રણ માસનો ગર્ભ હોવાનું જણાવ્યું હતું.
તે દરમિયાન ગત તારીખ ૧૮/૭/૨૦૨૫ ના રોજ સાઈનબીબી ઉમરેઠ શહેરમાં આવેલ વેદ હોસ્પિટલમાં તપાસ કરવા માટે ગયાં હતાં. ત્યારે હોસ્પિટલની બહાર હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતાં હિરલબેન કેતનકુમાર પટેલ મળ્યાં હતાં. અને તેમણે વેદ હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતાં સુમનબેન ઈગ્નાશભાઈને બોલાવ્યાં હતાં. જે બંન્નેએ સાઈનબીબીને સમજાવેલ કે, દવાખાનામાં દર્દી વધારે છે અને ડોક્ટર સાથે વાત થયેલી છે. ત્રીસ વર્ષથી નર્સ તરીકે કામ કરું છું અને ગર્ભપાત કરવાનો અનુભવ છે. જેથી રૂપિયા ૧૬ હજારમાં ગર્ભપાત કરવાનું નક્કી કર્યું હતું.
'ફાલ્ગુની મને કહેતી અફેર હોવા જોઇએ...', અલ્પેશની 13 પાનની સ્યૂસાઇડ નોટમાં દર્દ, વેદન!
નાણાં આપ્યા બાદ બને નર્સ સુમનબેન અને હિરલબેન સાઈનબીબીને વેદ હોસ્પિટલની પાછળ આશાકુંજ સોસાયટીમાં સુમનબેનના ઘરે લઈ ગયાં હતાં. જ્યાં ઘરની ઉપરના ભાગે દવાખાનામાં રૂમ હોય તેવી એક રૂમ બનાવેલ હતી. જ્યાં સાઇનબીબીના પતિને બહાર બેસાડયા હતાં. જ્યારે તેઓના પત્ની અને બહેનને અંદર રૂમમાં લઈ જઈને ત્રણ કલાક સુધી સુમનબેને સાઈનબીબીનું ગર્ભપાત કરી ત્રણ માસના ગર્ભનો નિકાલ કર્યો હતો અને ત્રણ દિવસની દવા આપી હતી.
દવા પુરી થાય ત્યાર બાદ વેદ હોસ્પિટલમાં આવી સોનોગ્રાફી કરી ચેક કરી લઈશું તેમ જણાવ્યું હતું. ત્રણ દિવસ સુધી દવાઓ ખાધા બાદ સાઈનબીબીને બેચેની અને પેટમાં દુખાવો રહેતો હોવાથી આ બાબતે સુમનબેનને વાત કરતાં ઉમરેઠ બોલાવ્યાં હતાં. અને હિરલબેને ઉમરેઠની સોહમ હોસ્પિટલ ખાતે લઈ જઈને સોનોગ્રાફી કરાવતાં ડોક્ટરે સાઇનબીબીના પેટમાં બગાડ રહી ગયેલ હોવાનું જણાવીને દવા આપી હતી. તેમ છતાં પણ કોઈ સુધારો ન થતાં ફરી ઉમરેઠ સોહમ હોસ્પિટલમાં જતાં ડોક્ટરે સોનોગ્રાફી કરી બગાડ રહી ગયેલ છે. જે કઢાવવો પડશે તેમ કહ્યું હતું. આથી સાઈનબીબીએ સુમનબેન પાસે ગર્ભપાત કરાવેલ હોય તો બગાડ પણ તેમની પાસે જ કઢાવીએ તેમ જણાવતા સાઇનબીબીને સુમનબેનના ઘરે લઈ ગયાં હતાં. જ્યાં હિરલબેન પણ હાજર હતાં અને બેભાન કરવા માટેનું ઇન્જેક્શન આપી તિક્ષ્ણ સાધનો વડે ગર્ભાશયમાંથી બગાડ કાઢતા વખતે સાઈનબીબીને ગર્ભાશયમાં ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી.
શું છે તમિલનાડુના 1000 વર્ષ જૂના મંદિરનો ઈતિહાસ? જેનો પીએમ મોદીએ વારાણસીમાં કર્યો ઉલ
તેણીને ગુપ્ત ભાગેથી બ્લડીંગ ચાલું હતું. જેથી સાઇનબીબીને રીક્ષામાં સોહમ હોસ્પિટલમાં લઇ ગયાં હતાં અને ત્યા સુમનબેને સાઇનબીબીની સોનોગ્રાફી કરાવડાવેલી અને ડોક્ટરે સોનોગ્રાફી રીપોર્ટ જોઇ જણાવેલ કે, સાઈનબેનેના ગર્ભાશયમાં નુકસાન થયેલ છે અને તાત્કાલીક ઓપરેશન કરાવવું પડશે જેના માટે લોહીની પણ જરૂર પડશે અને રૂપિયા 60 હજાર ની જરૂર પડશે. જેથી સાઇનબીબીના પતિએ સુમનબેનને જણાવેલ કે, તમે વેદ હોસ્પિટલમાં નોકરી કરો છો, જેથી આપણે ત્યાં જ મારી પત્નિની સારવાર કરાવીએ પરંતુ સુમનબેને સાઈનબીબીને નડીયાદ એન.ડી.દેસાઈ હોસ્પિટલ ખાતે લઇ જઈ દાખલ કરાવેલ અને રાત્રીના ગર્ભાશયનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.
આ માસુમ ચહેરા પાછળ છે શાતિર મગજ! બાંગ્લાદેશી મોડેલને લઈને પોલીસના ચોંકાવનારા ખુલાસા
નર્સ સુમનબેન અને હિરલબેન પાસે કોઈ પણ માન્ય મેડીકલ ડીગ્રી નહી હોવા છતાં તેઓએ પોતાનાં ધરમાં બનાવેલી રૂમમાં ગેરકાયદેસર રીતે યુવતીનો ગર્ભપાત ઓપરેશન કરી યુવતીનો જીવ જોખમમાં મુકતા આ બનાવ અંગે મહંમદઅશ્ફાકમીયા મહેબુબમીયા મલેકે ઉમરેઠ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે સુમનબેન ઈગ્નાશભાઈ(રહે. ઉમરેઠ આશાકુંજ સોસાયટી) અને હિરલબેન કેતનકુમાર પટેલ(રહે.ઉમરેઠ ખારવા વાડી ભાથીજી મંદીર પાસે)વિરુદ્ધ બી.એન.એસ. કલમો ૧૨૫ (a), ૮૮ તથા ૫૪ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે