Home> Gujarat
Advertisement
Prev
Next

BHARUCH માં ગણેશજીના પંડાલ બહાર બે લોકો મળી આવ્યા, એકનું મોત, એક ઘાયલ

અંકલેશ્વરના પંચાયતી બજાર નજીક ગણેશ પંડાલ ગ્રાઉન્ડ નજીક બે અજાણ્યા પુરુષો શંકાસ્પદ હાલતમાં પડ્યા હોવાની માહિતી સ્થાનિક પોલીસને મળી હતી. પોલીસ સ્થળ પર જોતા એક પુરૂષ મૃત હાલતમાં જ્યારે એક વ્યક્તિ ગંભીર હાલતમાં મળી આવ્યો હતો. જેના પગલે પોલીસે તત્કાલ તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ઇજાગ્રસ્તો પર કોઈ અજાણ્યા ઈસમોએ હુમલો કર્યો હોવાનું લાગી રહ્યું હતું જેના પગલે પોલીસે આ અંગે તપાસ આદરી હતી. 

BHARUCH માં ગણેશજીના પંડાલ બહાર બે લોકો મળી આવ્યા, એકનું મોત, એક ઘાયલ

ભરૂચ : અંકલેશ્વરના પંચાયતી બજાર નજીક ગણેશ પંડાલ ગ્રાઉન્ડ નજીક બે અજાણ્યા પુરુષો શંકાસ્પદ હાલતમાં પડ્યા હોવાની માહિતી સ્થાનિક પોલીસને મળી હતી. પોલીસ સ્થળ પર જોતા એક પુરૂષ મૃત હાલતમાં જ્યારે એક વ્યક્તિ ગંભીર હાલતમાં મળી આવ્યો હતો. જેના પગલે પોલીસે તત્કાલ તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ઇજાગ્રસ્તો પર કોઈ અજાણ્યા ઈસમોએ હુમલો કર્યો હોવાનું લાગી રહ્યું હતું જેના પગલે પોલીસે આ અંગે તપાસ આદરી હતી. 

fallbacks

GUJARAT CORONA UPDATE: નવા 12 કેસ, 16 રિકવર, એક પણ દર્દીનું મોત નહી

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના પંચાયતી બજાર નજીકના પાંજરાપોળ ગ્રાઉન્ડના ગણપતિના પંડાલ પાસે બે અજાણ્યા પુરુષો ઇજાગ્રસ્ત અવસ્થામાં હોવાની જાણ પોલીસને કરવામાં આવી હતી. જેના પગલે સ્થાનિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. જેમાં ગ્રાઉન્ડમાં પડેલો અજાણ્યા પુરૂષના મૃત્યુ પર કફન ઢાંકેલું હતું. જ્યારે અન્ય એક ઇજાગ્રસ્ત પંડાલની પાછળ ઇજાગ્રસ્ત અવસ્થામાં હતો. ઈજાગ્રસ્તે પોતાનું નામ કોતવાલા ચૌહાણ હોવાનું જણાવ્યું હતું. તેને ગંભીર અવસ્થામાં સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે ગ્રાઉન્ડમાં મૃતક અવસ્થામાં રહેલા અજાણ્યા પુરૂષના મૃતદેહનો કબ્જો મેળવી પોલીસે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તેના સંબંધિતોની જાણ કરવામાં આવી હતી. 

નવા CM પર આવી પડેલી કુદરતી આફતને ખાળવા માટે પૂર્વ CM વિજય રૂપાણી પણ કામે લાગ્યા

અત્રે ઉલ્લેખનીય બાબત છે કે, કયાં હુમલાખોરોએ હુમલો કર્યો છે અને કયા કારણોસર બંને ઉપર હુમલો કરાયો છે તે હજુ રહસ્ય અકબંધ રહ્યું છે. જો કે આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ તો પોલીસે ગુનો નોંધીને અજાણ્યા હૂમલાખોરોને ઝડપી લેવા માટે કાર્યવાહી હાથ ધરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More