ચંડીગઢઃ Punjab Election: પંજાબમાં આગામી વર્ષની શરૂઆતમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી માટે શિરોમણિ અકાલી દળે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. પ્રથમ લિસ્ટમાં અકાલી દળે 64 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.
સુખબીર સિંહ બાદલ જલાલાબાદ સીટથી મેદાનમાં
ફિરોઝપુર સીટથી લોકસભા સાંસદ અને અકાલી દલના પ્રમુખ સુખબીર સિંહ બાદલ આ વખતે ચૂંટણી મેદાનમાં હશે. તેમણે માલવા વેસ્ટ ઝોનની જલાલાબાદથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
કોને મળી ટિકિટ
પાર્ટીએ ગુરદાસપુર સીટથી ગુરબચન સિંહ બાબેહાલીને ઉમેદવાર બનાવ્યા છે. આ સિવાય અમૃતસર નોર્થથી અનિલ જોશી, અમૃતસર વેસ્ટથી ડોક્ટર દલબીર સિંહ વર્કા અને અમૃતસર સાઉથથી તલહીર સિંહ ગિલને ચૂંટણી મેદાનમાં ઉતારવાની જાહેરાત કરી છે.
Shiromani Akali Dal (SAD) announces a list of 64 candidates for the upcoming polls to the State Legislative Assembly of Punjab. pic.twitter.com/WcuthxDpGN
— ANI (@ANI) September 13, 2021
અકાલી દળે લુધિયાના સેન્ટ્રલ સીટથી પ્રીતપાલ સિંહ પાલીને પોતાના ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે લુધિયાના વેસ્ટથી મહેશિંદર સિંહ ગ્રેવાલ અને લુધિયાના ઈસ્ટથી રંજીત સિંહ ગિલને ટિકિટ આપી છે. આ સિવાય મોગા સીટથી મખન બરજિંદર સિંગ અને ફિરોઝપુર ગ્રામિણથી જોગિંદર સિંહ જિંદને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.
આ પણ વાંચોઃ Covid-19 Vaccination in India : ભારતમાં રસીકરણનો આંકડો 75 કરોડને પાર, WHO એ કરી પ્રશંસા
પાર્ટીએ ફાઝિલકા વિધાનસભા સીટથી હંસરાજ જોસાન, ફરીદકોટથી પરમબંસ સિંહ બંટી રોમાના, બરનાલા સીટથી કુલવંત સિંહ કાંટા, પટિયાલાની નાભા સીટથી કબીર દાસ અને પટિયાલાની સનૌર સીટથી હરિંદર સિંહ ચંદુમાજરાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે