Home> Gujarat
Advertisement
Prev
Next

ઢોળીને કે મંડળી બંધ કરીને નહીં, લોકોને મફતમાં દૂધ આપી ગુજરાતમાં અહીં દૂધનો થયો સદુપયોગ!

પશુપાલકો ધ્વારા મફતમાં દૂધ વિતરણ કરવામાં આવ્યું છે. જી હા...અરવલ્લીમાં પશુપાલકોની અનોખી પહેલ સામે આવી છે. સાબરડેરીમાં દૂધ નહી ભરી મફતમાં દૂધનું વિતરણ કરવામાં આવ્યું છે. લોકોને મફતમાં દૂધ આપી દૂધનો સદુપયોગ કરાઈ રહ્યો છે. અરવલ્લીના ગ્રામ્ય વિસ્તારના પશુપાલકોની પહેલ. વણિયાદ, કોકાપુર વિસ્તારના પશુપાલકોની પહેલ.

ઢોળીને કે મંડળી બંધ કરીને નહીં, લોકોને મફતમાં દૂધ આપી ગુજરાતમાં અહીં દૂધનો થયો સદુપયોગ!

Arvalli News: અરવલ્લી તેમજ સાબરકાંઠાની જીવાદોરી સમાન ગણાતી સાબર ડેરી પશુપાલકોને આપેલ ભાવફેર મામલે પશુપાલકો દૂધ ઢોળીને કે દૂધ મંડળી બંધ કરીને ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે ત્યારે મોડાસાના વણિયાદ કોકાપુર ગામના પશુપાલકો ઉગ્ર સ્વરૂપે નહીં પરંતુ શાંતિ, સકારાત્મક અને જનહિતમાં 200 લીટર દૂધના 400 પાઉચ  તૈયાર કરીને મોડાસાના સહયોગ ચાર રસ્તા પર લોકોને નિશુલ્ક વિતરણ કરીને સમાજને સંદેશ આપ્યો કે જ્યારે ડેરી અમારા દૂધને યોગ્ય ભાવ આપતી નથી ત્યારે એ દૂધ અમે સમાજને આપીએ તો ઓછું દુઃખ થાય.

fallbacks

ગુજરાતમાં ફરી આ જિલ્લાઓમાં મેઘરાજા મચાવશે કહેર, આ વિસ્તારોમા પડશે દુકાળ! ભયાનક આગાહી

ત્યારે વણિયાદ કોકાપુર  ગામના પશુપાલકો દ્વારા સાબરડેરીના ભાવફેર વિરુદ્ધ અનોખી રીતથી વિરોધ નોંધાવ્યો હતો અને અચાનક જ લોકોને ફ્રી દૂધ મળતા સહયોગ ચારરસ્તા વિસ્તારમાં લોકોની ભીડ ઉમટી પડી હતી.દૂધના ઓછા ભાવે થતી ખરીદી સામે ગુસ્સે ભરાયેલા પશુપાલકોએ મોડાસાના સહયોગ ચારરસ્તા વિસ્તારમાં દૂધના કુલ 400 પાઉચ લોકોમાં નિશુલ્ક વિતરણ કરીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો. 

ભલભલાના કાનમાંથી ધુમાડા કાઢી નાંખે છે 'જેડીના જોટા', 50 વર્ષથી જામનગરમા મચાવે છે ધૂમ

સાબરડેરી દ્વારા દૂધના ભાવમાં કરવામાં આવેલા ઘટાડા અને પશુપાલકોને ન્યાય સંગત ભાવ ન મળતા અનેક ગામોમાં અસંતોષ ફાટી નીકળ્યો છે. જો કે, વણિયાદ કોકાપુર ગામના પશુપાલકોએ હિંસક કે ઉગ્ર રીત અપનાવ્યા વિના શાંતિપૂર્ણ અને લોકોના હિત માટે મેસેજ આપતો આવકાર્ય વિરોધ રજૂ કર્યો હતો...વણિયાદ કોકાપુર ગામના પશુપાલકોએ મફત દૂધ વિતરણ કરતા લોકોએ પશુપાલકોના આ અભિગમને પ્રશંસનીય ગણાવીને જનહિતમાં પહેલ કરી હતી.

ઓફિસમાં બેસી રિપોર્ટિંગનો પગાર નથી મળતો, ફિલ્ડમાં ઉતરો...સેક્રેટરીઓ પર CM ગુસ્સે થયા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More