Home> Spiritual
Advertisement
Prev
Next

Gita Updesh: ભગવદ્ ગીતાના 5 ઉપદેશ, જે સમજી જાય તેની જીંદગી બદલી જાય, દરેક કામમાં મળશે સફળતા

Life Changing Gita Quotes: શ્રીમદ્ ભગવદ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણના ઉપદેશોનું વર્ણન છે. શ્રીકૃષ્ણ એ અર્જુનના માધ્યમથી સંસારને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. કહેવાય છે કે ગીતામાં જીવનની દરેક સમસ્યાનું સમાધાન મળે છે. આજે તમને ગીતામાં દર્શાવેલી 5 વાતો વિશે જણાવીએ જેનું અનુસરણ કરવાથી વ્યક્તિનું જીવન બદલી શકે છે.
 

Gita Updesh: ભગવદ્ ગીતાના 5 ઉપદેશ, જે સમજી જાય તેની જીંદગી બદલી જાય, દરેક કામમાં મળશે સફળતા

Life Changing Gita Quotes: શ્રી કૃષ્ણ એ અર્જુનના માધ્યમથી સંસારને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. ભગવાને અર્જુનને ગીતા ઉપદેશ ત્યારે આપ્યો જ્યારે અર્જુન મહાભારતના યુદ્ધમાં આગળ વધવાથી ડરવા લાગ્યો. શ્રી કૃષ્ણએ જણાવેલા ઉપદેશો સાંભળીને અર્જુન પોતાના લક્ષ્યને પૂરા કરવા માટે આગળ વધ્યો અને સફળ થયો. જે રીતે અર્જુને સફળતા પ્રાપ્ત કરી તે રીતે ગીતા કોઈપણ વ્યક્તિના જીવનની સમસ્યાને દૂર કરી શકે છે. શ્રીકૃષ્ણએ ગીતાજીમાં કહેલી વાતો આજે પણ જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપે છે. 

fallbacks

આ પણ વાંચો: Kamdhenu: કામધેનુ ગાયની મૂર્તિ ઘરમાં રાખવાથી થતા લાભ વિશે જાણો

જીવનની કોઈપણ સમસ્યા હોય તેનું સમાધાન ગીતાના ઉપદેશમાંથી મળી શકે છે. ગીતામાં 5 વાતો એવી કહેવામાં આવી છે જેનું અનુકરણ કોઈપણ વ્યક્તિ કરે તો તે તેના જીવનમાં સફળતા પ્રાપ્ત કરે તે નક્કી હોય છે. ભગવત ગીતાના આ 5 અનમોલ અને જીવન બદલી દેતા ઉપદેશ કયા છે ચાલો જાણીએ. 

આ પણ વાંચો: Sun Transit 2025: સૂર્યનો કર્ક રાશિમાં પ્રવેશ, આજથી આ 5 રાશિઓના જીવનમાં છવાશે સંકટ

ફળની ઈચ્છા છોડી કર્મ પર ધ્યાન આપવું  

ગીતામાં શ્રીકૃષ્ણએ કહ્યું છે કે વ્યક્તિએ ફળની ઈચ્છા છોડીને પોતાના કર્મ પર ધ્યાન આપવું જોઈએ. વ્યક્તિ જેવું કર્મ કરે છે તેવું તેને ફળ મળે તે નક્કી હોય છે. પરંતુ ફળ ક્યારે મળશે એ ભગવાનના હાથમાં હોય છે. તેથી વ્યક્તિએ જીવનમાં હંમેશા સારા કર્મ કરતા રહેવું જોઈએ પરંતુ તેનું ફળ કેવું મળશે અને ક્યારે મળશે તેના વિશે વિચારવું નહીં. 

આ પણ વાંચો: 18 જુલાઈથી પલટી મારશે આ 4 રાશિઓનું ભાગ્ય, બુધ અસ્ત થઈને પણ આ લોકોને કરાવશે લાભ

સ્વયંનું આંકલન 

શ્રી કૃષ્ણ અનુસાર વ્યક્તિને તેનાથી વધારે કોઈ અન્ય વ્યક્તિ જાણી શકે નહીં. વ્યક્તિએ હંમેશા પોતાનું આકલન કરવું જરૂરી છે. ગીતામાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ પોતાના ગુણ અને ખામીઓને જાણી લે છે તે પોતાના વ્યક્તિત્વનું નિર્માણ કરીને દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે. 

આ પણ વાંચો: Lord Shiva: આ મંત્ર સાથે શિવલિંગ પર ચઢાવવું ઘી, મહાદેવની કૃપાથી ઘરમાં વધશે ધનની આવક

મન પર નિયંત્રણ 

આપણું મન આપણા દુઃખોનું કારણ હોય છે. ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે જે વ્યક્તિ પોતાના મન પર કાબુ મેળવી લે છે તે મનમાં ઉત્પન્ન થનારી નકામી ચિંતાઓ અને ઈચ્છાઓથી પણ દૂર રહે છે. સાથે જ વ્યક્તિ પોતાના લક્ષ્યને સરળતાથી પ્રાપ્ત કરી શકે છે. 

આ પણ વાંચો: કર્ક રાશિમાં પ્રવેશ કરશે સૂર્ય, 16 જુલાઈ પછી આ 3 રાશિઓને મળવા લાગશે શુભ ફળ

ક્રોધ પર કાબુ 

ક્રોધમાં વ્યક્તિ પોતાનું નિયંત્રણ ગુમાવે છે અને આવેશમાં આવી ખોટા કાર્ય કરે છે. તેથી વ્યક્તિએ ક્યારેય ગુસ્સો કરવો નહીં ગુસ્સામાં વ્યક્તિ પોતાનું અહીત કરે છે. ગીતામાં શ્રીકૃષ્ણએ જણાવ્યું છે કે ક્રોધ પોતાના પર આવી ન થાય તે વાતનું ધ્યાન રાખવું જોઈએ. અને ક્રોધ આવે તો પણ પોતાને શાંત રાખવાનો પ્રયત્ન કરવો. 

આ પણ વાંચો: અશુભ યોગમાં શનિ શરુ કરશે વક્રી ચાલ, આ 3 રાશિઓ માટે વર્ષનો સૌથી મુશ્કેલ સમય શરુ થશે

સ્પષ્ટ દ્રષ્ટિકોણ 

ગીતા અનુસાર વ્યક્તિએ સંદેશ કે સંશયની સ્થિતિમાં ન રહેવું. સફળ થવું હોય તો લોકોએ જીવન પ્રત્યે સ્પષ્ટ દ્રષ્ટિકોણ રાખવો જોઈએ. જે લોકો સંશયની સ્થિતિમાં રહે છે તેમનું ભલું થતું નથી.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More