Home> Gujarat
Advertisement
Prev
Next

પ્રધાનમંત્રીને ફરી જીતાડવા ચોકીદારો દ્વારા અનોખો પ્રચાર

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે તમામ પક્ષો જીત માટે એડીચુટીનું જોર લગાવી રહી છે. સુરતમાં ચોકીદારો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોજીને જીતાડવા માટે અનોખો પ્રયાસ કરાયો હતો.

પ્રધાનમંત્રીને ફરી જીતાડવા ચોકીદારો દ્વારા અનોખો પ્રચાર

ચેતન પટેલ, સુરત: લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે તમામ પક્ષો જીત માટે એડીચુટીનું જોર લગાવી રહી છે. સુરતમાં ચોકીદારો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોજીને જીતાડવા માટે અનોખો પ્રયાસ કરાયો હતો.

fallbacks

વધુમાં વાંચો: 23 મેએ પરિણામ આવશે ત્યારે નરેન્દ્રભાઇની આગળ એક્સ પ્રાઇમ મિનિસ્ટર હશે: અહેમદ પટેલ

ચોકીદાર ચોર હૈ નો વિપક્ષ નારો લગાવી રહી હતી. ત્યારે મોદી દ્વારા ‘મે ભી ચોકીદાર’ કેમ્પેઇનીગ શરુ કરવામા આવ્યુ હતુ. આ કેમ્પેઇનને ભારે સફળતા પણ મળી હતી. તો બીજી તરફ લોકસભાની ચૂંટણી નજીક છે. ત્યારે સુરતમા ચોકીદારો દ્વારા સુરત રેલ્વે સ્ટેશન જઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રચાર કર્યો હતો.

વધુમાં વાંચો: વડોદરામાં મતદારોએ ભાજપ ઉમેદવાર રંજનબેન ભટ્ટનું કર્યું અનોખું સ્વાગત

ચોકીદારો દ્વારા સુરત રેલ્વે સ્ટેશન પર યુ.પી તથા બિહાર જતા મુસાફરોને કમળ આપી વડાપ્રધાનને વોટ આપી તેમને વધુમા વધુ સીટોથી વિજયી બને તે માટે અપીલ પણ કરી હતી. મોટી સંખ્યામા ચોકીદારોએ આ કાર્યક્રમમા ભાગ લીધો હતો અને તેઓ દ્વારા વધુમા વધુ મુસાફરોને સંપર્ક કરી મોદી સરકારને જીતાડવા અપીલ પણ કરી હતી.

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More