Home> Sports
Advertisement
Prev
Next

મહિલાઓ પર ટિપ્પણી મામલે BCCIએ રાહુલ અને હાર્દિકને 20-20 લાખનો દંડ ફટકાર્યો

મહિલાઓ પર અભદ્ર ટિપ્પણીના મામલે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ હાર્દિક પંડ્યા અને કે એલ  રાહુલ પર કાર્યવાહી કરી છે.

મહિલાઓ પર ટિપ્પણી મામલે BCCIએ રાહુલ અને હાર્દિકને 20-20 લાખનો દંડ ફટકાર્યો

નવી દિલ્હી: મહિલાઓ પર અભદ્ર ટિપ્પણીના મામલે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ હાર્દિક પંડ્યા અને કે એલ  રાહુલ પર કાર્યવાહી કરી છે. બીસીસીઆઈએ બંનેને  20-20 લાખનો દંડ ફટકાર્યો છે. દંડની ચૂકવણી કરવા માટે બંને ક્રિકેટરોને 4 અઠવાડિયાનો એટલે કે એક મહિનાનો સમય અપાયો છે. 

fallbacks

બીસીસીઆઈ તરફથી દંડની આ રકમમાંથી પ્રત્યેક ખેલાડી પર લગાવવામાં આવેલા 20 લાખ રૂપિયાની દંડની રકમમાંથી  એક-એક લાખ રૂપિયાની રકમ ડ્યૂટી દરમિયાન શહીદ થયેલા સુરક્ષા દળોના 10 કોન્સ્ટેબલોના પરિવારોને આપવાનું જણાવવામાં આવ્યું છે. વધેલી 10 લાખ રૂપિયાની રકમ ક્રિકેટ એસોસિએશન ફોર ધ બ્લાઈન્ડના ફંડમાં જમા કરાવવાના નિર્દેશ અપાયા છે. આ રકમથી બ્લાઈન્ડ લોકો માટેના ખેલનું પ્રમોશન કરાશે. 

બીસીસીઆઈએ બંને ખેલાડીઓને 20-20 લાખ રૂપિયાની રકમ ચૂકવવા માટે એક મહિનાનો સમય આપ્યો છે. બોર્ડે કહ્યું કે જો નક્કી સમયમર્યાદામાં બંને દંડ નહીં ચૂકવે તો આ રકમ તેમની મેચ ફીમાંથી કાપવામાં આવશે. 

જુઓ LIVE TV

બંનેએ બોલિવૂડ ડાઈરેક્ટર કરણ જૌહરના શો કોફી વિથ કરણમાં મહિલાઓ પર આપત્તિજનક વાતો કરી હતી. ત્યારબાદ તેમના વિરુદ્ધ તપાસના આદેશ અપાયા હતાં તથા હંગામી રીતે પ્રતિબંધ પણ લાગ્યો હતો. પ્રતિબંધ જો કે ત્યારબાદ હટાવી લેવાયો હતો. પંડ્યા અને રાહુલે આ વિવાદ બાદ માફી પણ માંગી હતી. મહિલાઓ વિરુદ્ધ કરાયેલા અભદ્ર ટિપ્પણીને લઈને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના લોકપાલ ડી કે જૈને હરફનમૌલા ખેલાડી હાર્દિક પંડ્યા અને બેટ્સમેન લોકેશ રાહુલને નોટિસ ફટકારી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More