Home> Gujarat
Advertisement
Prev
Next

ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલનો નશ્વરદેહ પંચમહાભૂતમાં વિલીન, ભાઇના હાથે અંતિમવિધિ પૂર્ણ કરાઈ

મહેસાણાના ઊંઝાના ધારાસભ્ય આશા બહેન પટેલના આજે સિદ્ધપુરમાં અંતિમસંસ્કાર થશે. ઊંઝા APMCથી આજે સવારે આશાબહેન પટેલની અંતિમયાત્રા નીકળશે. ઊંઝા પથકમાં નીકળનારી અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો જોડાશે.

ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલનો નશ્વરદેહ પંચમહાભૂતમાં વિલીન, ભાઇના હાથે અંતિમવિધિ પૂર્ણ કરાઈ

ઝી ન્યૂઝ/ બ્યૂરો: મહેસાણા જિલ્લામાં ઊંઝાના ધારાસભ્ય આશાબેન બહેન પટેલના આજે સિદ્ધપુરના મુક્તિધામમાં અંતિમસંસ્કાર કરવામાં આવ્યા છે. ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલનો નશ્વરદેહ આખરે પંચમહાભૂતમાં વિલિન થયો છે. આશાબેનની અંતિમવિધિ તેમના ભાઇના હાથે પૂર્ણ કરાઇ છે. તમને જણાવી દઈએ કે ઊંઝા APMCથી આજે સવારે આશાબેન પટેલની અંતિમયાત્રા નીકળી હતી. ઊંઝા પથકમાં નીકળેલી અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો જોડાયા હતા. અંતિમ સંસ્કાર વખતે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, બળવંતસિંહ, સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. જ્યાં ભારત માતાકી જય, વંદે માતરમ અને આશાબેન તુમ અમર રહોના નારા લાગ્યા હતા. 

fallbacks

તમને જણાવીએ કે આશાબેનની ઊંઝામાં અંતિમયાત્રા પૂર્ણ થયા બાદ તેમના પાર્થિવ દેહને તેમના વતન વિશોળ ગામમાં દર્શાનાર્થે મૂકવામાં આવ્યો હતો. જ્યાં પુન: અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. ત્યારબાદ આશા પટેલનો નશ્વરદેહને સિદ્ધપુર મુક્તિધામ લઈ જવામાં આવ્યો હતો. ત્યારે તેમની સાથે પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા અને પૂર્વ રાજ્યસભા સાંસદ નટુજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. આજે સિદ્ધપુરમાં આશાબેન પટેલની અંતિમવિધિ થનાર હતી, જેની આગમચેતી તમામ તૈયારીઓ પુરી કરી નાંખવામાં આવી હતી.

આજે સવારે 8 વાગ્યે ઊંઝા APMC ખાતેથી તેઓની અંતિમયાત્રા કઢાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ યાત્રા બરોડા બેંક, વિજય સોસાયટી, સજ્જન બેંક, ગોકુલધામ, ઉમિયા માતાજી ચોક, ઉમા સોસાયટી રોડ, વિશ્વકર્મા રોડ, ગાંધીચોક, ઊંઝા નગરપાલિકાથી અંડર બ્રિજ થઈ તેઓના ગામ વિસોળ ખાતે લઇ જવાશે. ત્યાંથી અંતિમવિધિ માટે સિદ્ધપુર લઈ જવામાં આવશે.

અત્રે નોંધનીય છે કે, ડેંગ્યૂના કારણે તેમનું અમદાવાદમાં આવેલ ઝાયડસ હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે. આશા બહેન પટેલના મલ્ટીપલ ઓર્ગન ફેઈલ થઈ ગયા હતા અને તેઓ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા. તેમના નિધનથી ન માત્ર પરિવારમાં પરંતુ કાર્યકર્તાઓ અને ભાજપમાં શોકની લાગણી જોવા મળી રહી છે.

આશાબેનની PM મોદી સાથેની આ તસવીર બની છેલ્લી સ્મૃતિચિત્ર, ટ્વીટમાં લખ્યો હતો આ સંદેશ

ઉલ્લેખનીય છે કે, ઊંઝા ભાજપના ધારાસભ્ય આશાબેન પટેલના નિધનથી ખાલી ઊંઝાવાસીઓને જ નહીં સમગ્ર ઉત્તર ગુજરાતના લોકોને તેમની મોટી ખોટ વર્તાશે. ગઈકાલે (રવિવારે) આશાબેનનું નિધન થતાં પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ ઉપરાંત ભાજપ-કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓએ દુ: ખની લાગણી વ્યક્ત કરી આશાબહેન પટેલને શ્રદ્ધાંજલિ પાઠવી છે.

તમને જણાવી દઈએ કે, ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલના પાર્થિવ શરીરને રવિવારે ઊંઝા લઈ જવામાં આવ્યો હતો. ત્યારથી સાંજના સમયે ઊંઝા APMCમાં અંતિમ દર્શન માટે રખાયેલા પાર્થિવ દેહના મોટી સંખ્યામાં લોકોએ અંતિમ દર્શન કર્યા હતા. હવે આજે સિદ્ધપુરમાં તેમની અંતિમવિધિ છે, ત્યારે મોટી સંખ્યામાં લોકો હાજર રહેવાની શક્યતાઓ છે. તેના પગલે તંત્ર દ્વારા તમામ જરૂરી વ્યવસ્થા કરવામા આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More