સ્નેહલ પટેલ, નવસારી : ગુજરાતના ડાયરા વિશ્વપ્રખ્યાત બન્યા છે. જ્યારે જાણીતા ગાયક ભજન ગાય છે ત્યારે રૂપિયાનો વરસાદ થાય છે. હાલમાં જાણીતા લોકગાયક ગીતા રબારીના ડાયરામાં નોટોનો વરસાદ થયો હતો. આ ડાયરામાં રૂપિયાનો વરસાદ થતા ચર્ચાનો વિષય બન્યો છે.
બરાબર બગડ્યા સુરતના મનપા કમિશનર, લાલ આંખ કરીને ઉદ્યોગકારોને કહી દીધું કે...
શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજ સંસ્થા સંચાલિત હોસ્પિટલના લાભાર્થે આ ડાયરો યોજાયો હતો. આ ડાયરામાં રાજકીય અગ્રણી સહિતના લોકોએ રૂપિયા ઉડાવ્યા છે. ગીતા રબારીની ગણતરી કચ્છની કોયલ તરીકે થાય છે અને તેના ચાહકોની સંખ્યા ઘણી વધારે છે.
સુરત : ભયંકર અકસ્માતમાં ટીચાઈ ગઈ કાર પણ આમ છતાં જે થયું એ સારું થયું કારણ કે....
થોડા દિવસો પહેલાં ગીતા રબારીનો એક અન્ય ડાયરો પણ ચર્ચામાં આવ્યો હતો. નવસારીના વાંજડા ગામમાં મેલડી માતાજીના મંદિરના નિર્માણ માટે ડાયરાનું આયોજન કરાયું છે. ગાયક કલાકાર ગીતાબેન રબારીના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ મંદિર દ્વારા ગૌશાળા, 1500 ગરીબ દીકરીઓને ભણાવવા અને સમુહ લગ્નના કાર્યક્રમનું આયોજન કરાય છે. ફંડ એકત્રિત કરવા માટે ગીતાબેન રબારીના ડાયરાનું આયોજન કરાયું હતું. આ ડાયરામાં અમેરિકન ડોલરનો વરસાદ થયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે