Home> India
Advertisement
Prev
Next

દિલ્હી: વોટિંગ પહેલાં BSP ઉમેદવાર પર જીવલેણ હુમલો, નારાજ માયાવતીએ કહ્યું...

દિલ્હીના બદરપુર (Badarpur) વિધાનસભાના (Badarpur) ઉમેદવાર પંડિત નારાયણ દત્ત શર્મા પર જીવલેણ હુમલો થયો છે. ઇજાગ્રસ્ત બીએસપી ઉમેદવારને હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બીએસપી ચીફ માયાવતીએ આ ઘટનાની નિંદા કરતાં ચૂંટણી કમિશન અને પોલીસને તાત્કાલિક સંજ્ઞાન લેવા માટે કહ્યું છે.

દિલ્હી: વોટિંગ પહેલાં BSP ઉમેદવાર પર જીવલેણ હુમલો, નારાજ માયાવતીએ કહ્યું...

નવી દિલ્હી: દિલ્હીના બદરપુર (Badarpur) વિધાનસભાના (Badarpur) ઉમેદવાર પંડિત નારાયણ દત્ત શર્મા પર જીવલેણ હુમલો થયો છે. ઇજાગ્રસ્ત બીએસપી ઉમેદવારને હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બીએસપી ચીફ માયાવતીએ આ ઘટનાની નિંદા કરતાં ચૂંટણી કમિશન અને પોલીસને તાત્કાલિક સંજ્ઞાન લેવા માટે કહ્યું છે. માયાવતીએ સમર્થકોને અપીલ કરી છે કે તે પાર્ટી ઉમેદવારને જીતવા માટે પોતાની પુરી તાકાત લગાવી દે. 

fallbacks

તમને જણાવી રહ્યા છીએ કે રાત્રે 1.00 વાગ્યાની આસપાસ નારાયણ દત્ત શર્મા પર હુમલો થયો. નારાયણ શર્મા તે સમયે એક મીટિંગ ખતમ કરી ઘરે પરત રહ્યા હતા. આ દરમિયાન ચાર અજાણ્યા હુમલાવરોએ તેમની કાર પર હુમલો કરી દીધો. હુમલા દરમિયાન કારના તમામ કાચ તૂટી ગયા. ગાડીની અંદર બેઠેલા ધારાસભ્ય અને તેમના સાથીઓ ઘાયલ થઇ ગયા. ઘટનાની જાણકારી મળતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલ બીએસપી ઉમેદવારને હોસ્પિટલમાં દાખલ કરાવ્યો.

બીએસપી ચીફ માયાવતીએ આ ઘટનાની આકરી નિંદા કરી છે. માયાવતીએ કહ્યું કે મુખ્ય ચૂંટણી કમિશન અને પોલીસ તંત્ર આ ઘટનાને ગંભીરતાથી સંજ્ઞાન લે અને દોષીઓ વિરૂદ્ધ સખત કાનૂની કાર્યવાહી પણ કરવી જોઇએ. 

માયાવતીએ કહ્યું કે આ ક્ષેત્રના બીએસપીના લોકોને અપીલ છે કે તે આ હુમલાનો જડબાતોડ જવાબ આપવા માટે પોતાના ત્યાં પાર્ટીના ઉમેદવારને જીતાડવાના હેતુથી પોતાની તાકાત લગાવી દે.

આપમાં રહી ચૂક્યા છે શર્મા
નારાયણ દત્ત શર્માએ આ હુમલા માટે વિરોધીઓ પર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું 'કાચના ટુકડા લાગતા તે ઘાયલ થઇ ગયા. મને શંકા છે કે જે લોકો વિરૂદ્ધ હું ચૂંટણી લડી રહ્યો છું હું તે તેની પાછળ છે.'

તમને જણાવી દઇએ કે નારાયણ દત્ત શર્માએ ગત વિધાનસભા ચૂંટણી આપની ટિકીટ પર લડ્યો હતો પરંતુ આ વખતે પાર્ટીએ તેમને ટિકીટ ન આપી. ત્યારબાદ તેમણે આપ છોડી અને બીએસપીનો હાથ પકડ્યો. નારાયણ દત્ત શર્મા પર પૈસા લઇને ટિકીટ વેચવાનો આરોપ લાગી ચૂક્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More