Home> Gujarat
Advertisement
Prev
Next

ટ્રમ્પના ભાષણમાં બોલીવુડનો ઉલ્લેખ, યાદ આવી અમિતાભની શોલે, શાહરૂખની DDLJ


અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ભારતીયોને સંબોધિત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે બોલીવુડ ફિલ્મોની પણ ખુબ પ્રશંસા કરી હતી. તેમણે શાહરૂખ ખાન-કાજોલની ફિલ્મ ડીડીએલજેનો પણ ઉલ્લેખ કર્યો હતો. 
 

ટ્રમ્પના ભાષણમાં બોલીવુડનો ઉલ્લેખ, યાદ આવી અમિતાભની શોલે, શાહરૂખની DDLJ

અમદાવાદઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ભારત આમગન 24 ફેબ્રુઆરીએ થયું. સોમવારે બપોરે 1 કલાક આસપાસ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં વડાપ્રધાન મોદી સહિત દેશવાસિઓએ તેમનું સ્વાગત કર્યું હતું. મોટેરા સ્ટેડિયમમાં ભારતીયોને સંબોધિત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે બોલીવુડ ફિલ્મની પણ ખુબ પ્રશંસા કરી હતી. તેમણે શાહરૂખ ખાન-કાજોલની ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાએંગેનો પણ ઉલ્લેખ કર્યો હતો. 

fallbacks

ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ભાષણમાં કહ્યું કે, ભારતીય સિનેમાનો આકાર ખુબ મોટો છે. અહીં દર વર્ષે લગભગ 2 હજાર ફિલ્મો બને છે. અહીંની ફિલ્મોમાં ભાંગડા અને મ્યૂઝિક શાનદાર હોય છે. તેમણે શાહરૂખ ખાન અને કાજોલની ફિલ્મ ડીડીએલજે અને શોલેની પ્રશંસા કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ભારતે વિશ્વને સચિન, વિરાટ કોહલી જેવા મોટા ખેલાડી આપ્યા છે. 

મહત્વનું છે કે બે દિવસ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે આયુષ્માન ખુરાનાની ફિલ્મ શુભ મંગલ જ્યાદા સાવધાનની પણ પ્રશંસા કરી હતી. હકીકતમાં બ્રિટિશ એક્ટિવિસ્ટ પીટર ગૈરી ટેચેલે શુભ મંગલ જ્યાદા સાવધાન સાથે જોડાયેલ એક ટ્વીટ શેર કર્યું હતું. તેમણે લખ્યું કે, બોલીવુડની એક રોમેન્ટિક કોમેડી રિલીઝ થઈ છે. ભારતમાં સમલૈંગિકતાને કાયદેસર કર્યા બાદ હવે આ ફિલ્મના સહારે દેશના વૃદ્ધ લોકોને સમલૈંગિકતા પ્રત્યે જાગરૂત અને જીતવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. વાહ. પીટરના આ ટ્વીટને રી-ટ્વીટ કરતા ટ્રમ્પે ફિલ્મને શાનદાર ગણાવી હતી. 

આ ભારત યાત્રામાં ટ્રમ્પ અને મોદી વચ્ચે ઘણી યોજનાઓ પર ચર્ચા કરવામાં આવશે. ભારતના પ્રવાસમાં ટ્રમ્પની સાથે તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પ અને પુત્રી ઇવાન્કા ટ્રમ્પ પણ ભારત આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More