Home> Gujarat
Advertisement
Prev
Next

આને કહેવાય ટાઈમ મેનેજમેન્ટ, સમયસર કાર્યક્રમ પતાવીને ટ્રમ્પનું વિમાન ગુજરાતથી ઉડ્યું

ટાઈમ મેનેજમેન્ટ કોને કહેવાય તે ભારતીયોને અમેરિકા પાસેથી શીખવાની જરૂર છે. પરફેક્ટ સમયે અમેરિકાથી નીકળેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ગુજરાતનો કાર્યક્રમ (Trump India Visit) પતાવીને બપોરે 3 કલાકે આગ્રા જવાના રવાના થયા હતા. 2 કલાક 35 મિનીટના રોકાણ બાદ તેઓ અમદાવાદ એરપોર્ટથી આગ્રા જવા નીકળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, તેઓ બે દિવસના ગુજરાત પ્રવાસે હતા. ત્યારે હવે આ પછી ટ્રમ્પનો પરિવાર સાતમી અજાયબી ગણાતા તાજમહેલના દીદાર કરશે. 

આને કહેવાય ટાઈમ મેનેજમેન્ટ, સમયસર કાર્યક્રમ પતાવીને ટ્રમ્પનું વિમાન ગુજરાતથી ઉડ્યું

ઝી મીડિયા/બ્યૂરો :ટાઈમ મેનેજમેન્ટ કોને કહેવાય તે ભારતીયોને અમેરિકા પાસેથી શીખવાની જરૂર છે. પરફેક્ટ સમયે અમેરિકાથી નીકળેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ગુજરાતનો કાર્યક્રમ (Trump India Visit) પતાવીને બપોરે 3 કલાકે આગ્રા જવાના રવાના થયા હતા. 2 કલાક 35 મિનીટના રોકાણ બાદ તેઓ અમદાવાદ એરપોર્ટથી આગ્રા જવા નીકળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, તેઓ બે દિવસના ગુજરાત પ્રવાસે હતા. ત્યારે હવે આ પછી ટ્રમ્પનો પરિવાર સાતમી અજાયબી ગણાતા તાજમહેલના દીદાર કરશે. 

fallbacks

32 પકવાન સાથેની ગુજરાતી થાળી ટ્રમ્પને પિરસાશે, ઓછા તેલમાં બનાવાઈ ખાસ વાનગીઓ

મોટેરા સ્ટેડિયમમાં સંબોધન બાદ ડોનાલ્ડ ટ્રમ્પનો કાફલો એરપોર્ટ જવા રવાના થયો હતો. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કારનો કાફલો એરપોર્ટ જવાના રસ્તે નીકળ્યો હતો. સવારે 11 વાગ્યાની આસપાસ અમેરિકાના રાષ્ટ્રપતિનું એરફોર્સ વન વિમાન અમદાવાદ આવી પહોંચ્યું હતું. તેના બાદ સમગ્ર કાર્યક્રમ એકદમ સમયસર ચાલ્યો હતો. એરપોર્ટ પર આગમનથી લઈને ગાંધી આશ્રમની મુલાકાત, રોડ શો તથા મોટેરાનો કાર્યક્રમ બધુ જ સમયસર પત્યું હતું. જેના બાદ ટ્રમ્પ પરિવારને લઈને એરફોર્સ વન વિમાન આગ્રા જવા રવાના થયું હતું. આમ, અમેરિકાના ટાઈમ મેનેજમેન્ટના વખાણ કરવા પડે. તો બીજી તરફ કહી શકાય કે, ભારતીયોએ અમેરિકા પાસેથી ટાઈમ મેનેજમેન્ટ શીખવાની જરૂર છે. મોટેરાનો કાર્યક્રમ સમયસર પતાવીને ટ્રમ્પની કારનો કાફલો 2.30 કલાકે એરપોર્ટ જવા રવાના થયો હતો. 

ટ્રમ્પના આવવાના એક કલાક પહેલા જ ખીચોખીચ ભરાઈ ગયું મોટેરા સ્ટેડિયમ

આ પહેલા મોટેરા સ્ટેડિયમમાં સંબોધનમાં ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીના પેટ ભરીને વખાણ કર્યા હતા. તો સાથે જ તેમણે આતંકવાદની વિરુદ્ધની લડાઈમાં ભારતને સાથ આપવાનું પણ કહ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, કાલે હું પીએમ મોદી સાથે દ્વિપક્ષીય વાર્તા કરીશ. જેમાં અમે અનેક ડિલ પર વાત કરીશું. ભારત અને અમેરિકા ડિફેન્સ ક્ષેત્રમાં આગળ વધી રહ્યાં છે. અમે ભારતને જલ્દી જ સૌથી ખતરનાક મિસાઈલ અને હથિયાર આપીશું. ડોનાલ્ડ ટ્રમ્પ બોલ્યા કે, અમેરિકા-ભારત બંને એકસાથે મળીને આતંકવાદની વિરુદ્ઘ લડાઈ લડીશું. ઈસ્લામિક આતંકવાદની વિરુદ્ધ અમેરિકા લડાઈ લડી રહ્યું છે. આપણા દેશ ઈસ્લામિક આતંકવાદના શિકાર રહ્યાં છે, જેની વિરુદ્ધ અમે લડાઈ લડી છે. અમેરિકાએ પોતાના એક્શનમાં ISIS ને નાબૂદ કર્યું, અને અલ બગદાદીનો ખાત્મ કર્યો. અમે આતંકવાદની વિરુદ્ધ મોટા એક્શન લઈ રહ્યાં છે. પાકિસ્તાન પર પણ અમેરિકાએ દબાણ બનાવ્યું છે. પાકિસ્તાનને આતંકવાદની વિરુદ્ધ એક્શન લેવું હશે, દરેક દેશને પોતાને સુરક્ષિત કરવાનો અધિકાર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More