Vadodara News રવિ અગ્રવાલ/વડોદરા : વડોદરા શહેરમાંથી એક વખત ફરી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં કહેવામાં આવતો સામાજિક કાર્યકર અને ભાજપ કાર્યકર અગાઉ કોર્પોરેશનની ચૂંટણી લડી ચૂકેલો વિલ્સન સોલંકી હવે ગંભીર દુષ્કર્મના આરોપમાં ફસાયો છે. છાણી પોલીસ સ્ટેશનમાં પીડિત યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિલ્સન સોલંકીની ધરપકડ કરી.
વડોદરાના દશરથ ગામમાં રહેતા વિલ્સન સોલંકી સામે પીડિતાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. વિલ્સન અને પીડિતા બંને પહેલા નવાયાર્ડ વિસ્તારમાં નજીકમાં રહેતા હતા. યુવતી સગીર વયની હતી ત્યારથી તેની સાથે સંપર્કમાં હતી, એટલે કે લગભગ 9 વર્ષ પહેલા આરોપી વિલ્સન સોલંકી સાથે તેની ઓળખ થઈ હતી. ત્યારથી વિલ્સન યુવતીને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ સમગ્ર સમયગાળામાં આરોપીએ અવારનવાર પીડિતાનું શોષણ કર્યું અને તેને વિશ્વાસમાં લઇ દુષ્કર્મ આચર્યું હતું. જોકે 9 વર્ષ બાદ પણ વિલ્સન સોલંકીએ પીડિતાની સાથે લગ્ન કર્યા નહોતા અને તાજેતરમાં તે અન્ય કોઈ યુવતી સાથે લગ્ન કરી દીધા. જો કે વિલ્સને અગાઉ પણ લગ્ન કરેલા હતા પરંતુ સમય જતા તેણે પત્નીને છુટાછેડા આપ્યા હતા તેમજ તેને એક બાળક પણ હતો.
સામા પવને ય અનિરુદ્ધસિંહે રીબડાનુ રાજ રાખ્યુ, ગણેશ ગોંડલના ભાઈની સરપંચ ચૂંટણીમાં જીત
આ ઘટનાથી વ્યથિત થઈ પીડિત યુવતીએ પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનું જણાતા આખરે પોતાનું મૌન તોડ્યું અને છાણી પોલીસ સ્ટેશનમાં વિલ્સન સોલંકી વિરુદ્ધ ફરીયાદ નોંધાવી. છાણી પોલીસે આરોપી વિલ્સનની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરતા તેને મેડિકલ ટેસ્ટ માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. પરંતુ મેડિકલ ટેસ્ટ નિષ્ફળ જતા વધુ ચકાસણી માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરાઈ છે.
આ અગાઉ પણ વિલ્સન સોલંકીનું નામ કબૂતરબાજી સહિતના વિવાદોમાં ઉછળી ચૂક્યું છે. જેની પરથી તેની વિવાદાસ્પદ છબી વધુ સ્પષ્ટ થઈ છે. ત્યારે હાલ છાણી પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ઈટાલિયાને મળશે મોટી જવાબદારી, આપના ફાયર બ્રાન્ડ ધારાસભ્ય વિધાનસભામાં પહોંચશે તો શું
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે