Shubhanshu Shukla Axiom 4 Mission: સ્પેસમાં ભારત 41 વર્ષ પછી ઇતિહાસ રચવા જઈ રહ્યું છે. ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) માટે રવાના થયા છે. એક્સિઓમ-4 મિશન ભારતીય એસ્ટ્રોનોટ શુભાંશુની સાથે 3 અન્ય એસ્ટ્રોનોટને લઈ કેનેડી સ્પેસ સેન્ટરથી ભારતીય સમય અનુસાર બપોરે 12.01 વાગ્યે ઉડાન ભરી છે. સૌથી ખાસ વાત એ છે કે, જ્યારે ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા એક્સિઓમ મિશન 4 (X-4)માં અવકાશ માટે રવાના થયા ત્યારે તેઓ માત્ર ભારતની ભાવના જ નહીં, પરંતુ એક ગીત પણ પોતાની સાથે લઈને ગયા છે.
સ્પેસમાં જતા સમયે શુભાંશુએ બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનની ફિલ્મના એક ગીતમાંથી મોટિવેશન લીધું છે. તે કિંગ ખાનની ફિલ્મ સ્વદેશનું ગીત 'યું હી ચલા ચલ રાહી' સાંભળતા સ્પેસમાં જઈ રહ્યો છે. આ ગીતને પ્રખ્યાત સંગીતકાર એ.આર. રહેમાને કમ્પોઝ કર્યું છે. આ માહિતી શુભાંશુના એક્સિઓમ-4 ના પ્લે લિસ્ટમાંથી મળી છે.
દ્રઢતા અને આગળ વધવાના મેસેજ સાથે આ ગીત નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી શુક્લાના ઉડાન ભરવા દરમિયાન આનાથી સારો સાથી હોઈ શકે નહીં. તે એક સ્પેશિયલ લોન્ચ-ડે પ્લેલિસ્ટનો ભાગ હતો, જેને વ્યક્તિગત રીતે X-4 ક્રૂ દ્વારા ક્યુરેટ કરવામાં આવ્યા હતા અને X પર એક્સિઓમ સ્પેસ દ્વારા કેપ્શન સાથે શેર કરવામાં આવ્યું હતું.
'યું હી ચલા ચલ રાહી'ની સાથે પ્લે લિસ્ટમાં આ ત્રણ ગીતો છે શામેલ
અવકાશયાત્રી શુક્લા દ્વારા પસંદ કરાયેલ ટ્રેક X-4 મિશન પર દરેક અવકાશયાત્રી દ્વારા પસંદ કરાયેલા ચાર ટ્રેકમાંથી એક હતો, જેમાં આ ગીત સિવાય કમાન્ડર પેગી વ્હિટસન (યુએસએ) - થંડર બાય ઇમેજિન ડ્રેગન, સ્લાવોજ ઉઝ્નાન્સ્કી-વિસ્નીવસ્કી (પોલેન્ડ) - સુપરમોંસે, એક પોલિશ ટ્રેક અને ટિબોર કાપુ (હંગેરી) - બ્વેહેલી, એક પરંપરાગત હંગેરિયન ગીતનો સમાવેશ થાય છે.
Pass the Aux! The #Ax4 crew share their launch-day playlist. pic.twitter.com/YwCp0Is6cF
— Axiom Space (@Axiom_Space) June 25, 2025
શુભાંશુ શુક્લા ISSની મુલાકાત લેનારા પ્રથમ વ્યક્તિ
હ્યુસ્ટન સ્થિત એક્સિઓમ સ્પેસ દ્વારા સંચાલિત એક્સિઓમ 4 મિશન, ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)માં ખાનગી મિશનની વધતી જતી સંખ્યાનો એક ભાગ છે. ભારતીય એસ્ટ્રોનોટ શુક્લા હવે કમર્શિયલ સ્પેસ મિશનના ભાગ રૂપે અવકાશમાં પહોંચનારા બીજા ભારતીય અવકાશયાત્રી છે અને ISSની મુલાકાત લેનારા પ્રથમ વ્યક્તિ છે.
શુભાંશુ શુક્લાનો દેશવાસીઓને ભાવનાત્મક સંદેશ
સ્પેસક્રાફ્ટની અંદર શુભાંશુ શુક્લાએ પહેલો મેસેજ પણ મોકલ્યો. તેમણે કહ્યું કે નમસ્કાર, મારા વ્હાલા દેશવાસીઓ, what a ride...41 વર્ષ બાદ આપણે પાછા અંતરીક્ષમાં પહોંચ્યા છીએ અને કમાલની રાઈડ હતી. હાલ અમે 7.5 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપથી પૃથ્વીની ચારેબાજુ ફરી રહ્યા છીએ. મારા ખભે મારી સાથે તિરંગો છે, જે મને જણાવી રહ્યો છે કે હું એકલો નથી, હું તમારા બધા સાથે છું. અત્રે જણાવવાનું કે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચ્યા બાદ તેઓ સ્ટેશનની મુલાકાત લેનારા પહેલા ભારતીય બનશે અને રાકેશ શર્માના 1984ના મિશન બાદ અંતરીક્ષમાં જનારા બીજા ભારતીય બનશે. 28 કલાકની મુસાફરી બાદ અંતરિક્ષ યાન ગુરુવારે સાંજે લગભગ 4.30 કલાકે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ડોક થાય તેવી આશા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે