Home> Gujarat
Advertisement
Prev
Next

વડોદરા બ્રિજ દુર્ઘટનામાં મૃતકોનો આંકડો વધ્યો! PM મોદીએ વ્યક્ત કરી સંવેદના, પીડિત પરિવારોને સહાય

Gambhira Bridge News: મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતો મહીસાગર નદી પર આવેલો ગંભીરા પુલ આજે વહેલી સવારે વચ્ચેથી તૂટી પડ્યો. આ દુર્ઘટનામાં 9 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જયારે 8ને બચાવી લેવામાં આવ્યા. દુર્ઘટના સમયે વાહનો પુલ પરથી પસાર થઈ રહ્યા હતા. પુલ તૂટી પડ્યો ત્યારે બે ટ્રક, બે કાર અને એક રિક્ષા સહિત કુલ પાંચ વાહનો નદીમાં પડી ગયા. ગંભીરા બ્રિજ દુર્ઘટના મુદ્દે PM નરેન્દ્ર મોદીએ વિગતો મેળવી છે.

વડોદરા બ્રિજ દુર્ઘટનામાં મૃતકોનો આંકડો વધ્યો! PM મોદીએ વ્યક્ત કરી સંવેદના, પીડિત પરિવારોને સહાય

ગુજરાત માટે આજની સવાર વધુ એક દુર્ઘટનાના સમાચાર સાથે પડી. વહેલી સવારે વડોદરાના પાદરામાં આવેલો મુજપુરા-ગંભીરા બ્રિજ વચ્ચેથી તૂટી ગયો અને સાથે જ બ્રિજ પરથી પસાર થઈ રહેલા લોકો વાહનો સાથે મહીસાગર નદીમાં ખાબક્યા. આ દુર્ઘટનામાં  નવ લોકોએ જીવ ગુમાવ્યા છે. કેટલાકને ઈજા થઈ છે. અનેક લોકોનો હજુ પતો ન હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે. 1985માં આ બ્રિજ બન્યો હતો. 40 વર્ષ જૂનો આ બ્રિજ જર્જરિત હતો. 

fallbacks

સ્થાનિકોએ અને  ઝી 24 કલાકે તંત્રનું ધ્યાન પણ દોર્યું હતું. પણ તંત્ર જાણે કુંભકર્ણથી પણ ઘેરી નિંદરમાં હતું અને તેમને આ બ્રિજની સ્થિતિ દેખાઈ જ નહીં. પરિણામ શું આવ્યું? અનેક લોકો મોતને ભેટ્યા. અનેક પરિવારો વિખેરાઈ ગયા. અને તંત્રને તપાસ કરવાનું યાદ આવ્યું. મુખ્યમંત્રીએ બ્રિજ દુર્ઘટનાની વિગતો મેળવી. મોડે તો મોડે પણ રેસ્ક્યૂ ટીમ ઘટના સ્થળે પહોંચી. 

NDRFની ટીમ મોકલવામાં આવી. મોટી વાત એ છે કે, આ બ્રિજના સ્થાને નવો બ્રિજ બનાવવાને મંજૂરી મળી ગઈ હતી. એવું પણ સરકારે કહ્યું. પરંતુ આ બધું તો ઘોડા છુટ્યા પછી તબેલાને તાળા મારવા જેવું છે, દુર્ઘટના તો થઈ જ ગઈ છે, લોકોના જીવ ગયા છે પણ તંત્ર...એ તો બસ વાયદાઓ કરવામાં વ્યસ્ત છે. દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 10 લોકોના મૃત્યુની પુષ્ટિ થઈ ચુકી છે. જયારે મૃત્યુઆંક હજુ વધવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. ત્યારે દુર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે ફોન પર વાત કરીને દુર્ઘટનાની માહિતી મેળવી છે. સાથે જ વડાપ્રધાન મોદીએ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

આ અકસ્માતમાં 8 લોકો ઘાયલ થયા છે, જેમાં 6 લોકોને પાદરાની હોસ્પિટલમાં અને 2 લોકોને વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગંભીરા બ્રિજ દુર્ઘટના પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમને હાઈ કમિટીને મોકલી કડક પગલાં લેવા સૂચના આપી છે. 45 વર્ષ જૂનો પુલ મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતો મહત્ત્વનો પુલ હતો.

વડોદરા બ્રિજ દુર્ઘટના મામલે પીએમ મોદીએ ટ્વીટ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના વડોદરા જિલ્લામાં પુલ તૂટી પડવાથી થયેલી જાનહાની પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો માટે ઝડપી સ્વસ્થ થવાની પણ પ્રાર્થના કરી છે. પ્રધાનમંત્રીએ મૃતકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી પ્રત્યેકને 2 લાખ રૂપિયા અને ઘાયલોને પ્રત્યેકને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું કે ગુજરાતના વડોદરા જિલ્લામાં પુલ તૂટી પડવાથી થયેલી જાનહાનીથી ખૂબ જ દુ:ખદ છે. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના. ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના. દરેક મૃતકના પરિવારને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે: પ્રધાનમંત્રી @narendramodi."

ઈજાગ્રસ્તોની યાદી
૧. સોનલબેન રમેશભાઈ પઢિયાર, ઉં. વ. ૪૫, ગામ-દરિયાપુરા
૨. નરેન્દ્રસિંહ રતનસિંહ પરમાર, ઉં. વ. ૪૫, ગામ-દહેવાણ
૩. ગણપતસિંહ ખાનસિંહ રાજુલા, ઉં. વ. ૪૦, ગામ-રાજસ્થાન 
૪. દિલીપભાઈ રામસિંહ પઢિયાર, ઉં. વ. ૩૫, ગામ-નાની શેરડી
૫. રાજુભાઈ ડુડાભાઇ, ઉં. વ. ૩૦, ગામ-દ્વારકા
૬. રાજેશભાઈ ઈશ્વરભાઈ ચાવડા, ઉં. વ. ૪૫, ગામ-દેવાપુરા 

મૃતકોની યાદી
૧. વૈદિકા રમેશભાઈ પઢીયાર, ઉં. વ.- , ગામ-દરિયાપુરા 
૨. નૈતિક રમેશભાઈ પઢીયાર, ઉં. વ.- , ગામ-દરિયાપુરા
૩. હસમુખભાઈ મહીજીભાઈ પરમાર, ઉં. વ.- , ગામ-મજાતણ
૪. રમેશભાઈ દલપતભાઈ પઢીયાર, ઉં. વ.૩૨, ગામ-દરિયાપુરા
૫. વખતસિંહ મનુસિંહ જાદવ, ઉં. વ. , ગામ-કાન્હવા
૬. પ્રવિણભાઈ રાવજીભાઈ જાદવ, ઉં. વ.૨૬, ગામ-ઉંડેલ
૭. અજાણ્યા ઇસમ
૮. અજાણ્યા ઇસમ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More