Home> Gujarat
Advertisement
Prev
Next

બિલ ક્યારે ભરશો? ગુજરાતની આ કોર્પોરેશનનું માત્ર 10 મહિનાનું 100 કરોડનું વીજ બિલ, મચ્યો ખળભળાટ

વડોદરા કોર્પોરેશને ગ્રીન એનર્જીના નામે ઈ-વ્હીકલ અને સોલાર પ્રોજેક્ટના નામે લાખો કરોડોનો ખર્ચ કર્યો છે પરંતુ વીજ બચત કોર્પોરેશનમાં માત્ર કહેવા પૂરતી છે. વર્ષ 2024-25ના નાણાકીય વર્ષ દરમિયાન કોર્પોરેશનનો વીજ ખર્ચ 100 કરોડ ઉપરાંત પહોંચી ગયો છે.

બિલ ક્યારે ભરશો? ગુજરાતની આ કોર્પોરેશનનું માત્ર 10 મહિનાનું 100 કરોડનું વીજ બિલ, મચ્યો ખળભળાટ

ઝી બ્યુરો/વડોદરા: રાજ્ય સરકાર દરેક સરકારી વિભાગ અને અધિકારી કર્મચારીઓને કરકસરયુક્ત વીજળીનો ઉપયોગ કરવા માટે સૂચના આપે છે પણ સરકારની સૂચનાને સરકારી વિભાગ ઘોળીને પી ગઈ છે જેના કારણે વડોદરા કોર્પોરેશનનું માત્ર 10 મહિનાનું વીજ બિલ અધધ 100 કરોડ રૂપિયા જેટલું આવતા હડકંપ મચી જવા પામ્યો છે. 

fallbacks

ગુજરાતમાં આગામી 3 દિવસ છે ખુબ જ ભારે! આવી રહી છે એક નવી સિસ્ટમ, અહી છે વરસાદની આગાહી

વડોદરા કોર્પોરેશને ગ્રીન એનર્જીના નામે ઈ-વ્હીકલ અને સોલાર પ્રોજેક્ટના નામે લાખો કરોડોનો ખર્ચ કર્યો છે પરંતુ વીજ બચત કોર્પોરેશનમાં માત્ર કહેવા પૂરતી છે. વર્ષ 2024-25ના નાણાકીય વર્ષ દરમિયાન કોર્પોરેશનનો વીજ ખર્ચ 100 કરોડ ઉપરાંત પહોંચી ગયો છે. જે માર્ચ એન્ડીંગ સુધીમાં 128.79 કરોડ પહોચવાની શક્યતા છે. એટલું જ નહીં આગામી નાણાકીય વર્ષમાં આ ખર્ચ વધીને 133.28 કરોડ થવાનો અંદાજ મૂકાયો છે. કોર્પોરેશને કરોડો રૂપિયાના ખર્ચ સોલર પેનલો અલગ અલગ કચેરીના છત પર મૂકી છે છતાં વીજ બીલ ઘટનાના બદલે સતત વધી રહ્યો છે. 

શરમજનક રેકોર્ડ; વનડે અને ટી20માં ક્યારેય સિક્સર ફટકારી શક્યા નથી ભારતના આ 3 ક્રિકેટર

આજે કોર્પોરેશનની મુખ્ય કચેરી ખાતે ઝી 24 કલાકની ટીમે રિયાલિટી ચેક કર્યું , જેમાં પાણી પુરવઠા, આરોગ્ય સહિત અનેક વિભાગોના અધિકારી કર્મચારી ન હોવા છતાં ઓફિસની અને કેબિનની લાઈટો, પંખા અને એસી ચાલુ જોવા મળ્યા. સાથે જ દિવસના અજવાળામાં પણ લોબીમાં ટ્યુબલાઈટ ચાલુ રાખવામાં આવી હતી. જેને લઈ કર્મચારી અધિકારી સામે સવાલ ઉઠ્યા પામ્યા.

Guru Margi 2025: બસ 3 દિવસની વાર, પછી છપ્પરફાડ કમાણી કરશે આ 5 રાશિના લોકો

સરકારે વીજળીનો કરકસરયુક્ત ઉપયોગ કરવા સૂચના આપી, તેનું પાલન કરવાના બદલે વીજળીનો વેડફાટ કરતા દ્રશ્યો જોવા મળ્યા. જેને લઈ પાલિકાના વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે અધિકારીઓ સામે કાર્યવાહી કરી સસ્પેન્ડ કરવા માંગ કરી છે, તો શાસક પક્ષ કે અધિકારીએ કહી પણ કહેવાનો ઇનકાર કર્યો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More