Home> Gujarat
Advertisement
Prev
Next

વડોદરામાં ઝડપાઈ 'કામલીલા' : સ્પાના નામે થતું ગંદુ કામ, રૂમમાં યુવતી ગ્રાહક કઢંગી હાલતમાં ઝડપાઈ

શહેર પોલીસે હરણી રોડ વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર દરોડો પાડ્યો હતો. ઓરા ઇન્ટરનેશનલમાં સ્પાની આડમાં ચલાવવામાં કુટણખાનું ઝડપાયુ હતું. સ્પાની આડમાં ચાલતા કૂટણખાનામાંથી પોલીસે છ યુવતીઓને છોડાવી હતી. સાથે જ એક યુવતી કઢંગી હાલતમાં ડમી ગ્રાહક સાથે પકડાઈ હતી. 

વડોદરામાં ઝડપાઈ 'કામલીલા' : સ્પાના નામે થતું ગંદુ કામ, રૂમમાં યુવતી ગ્રાહક કઢંગી હાલતમાં ઝડપાઈ

રવિ અગ્રવાલ/વડોદરા :શહેર પોલીસે હરણી રોડ વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર દરોડો પાડ્યો હતો. ઓરા ઇન્ટરનેશનલમાં સ્પાની આડમાં ચલાવવામાં કુટણખાનું ઝડપાયુ હતું. સ્પાની આડમાં ચાલતા કૂટણખાનામાંથી પોલીસે છ યુવતીઓને છોડાવી હતી. સાથે જ એક યુવતી કઢંગી હાલતમાં ડમી ગ્રાહક સાથે પકડાઈ હતી. 

fallbacks

હરણી પોલીસે ડમી ગ્રાહક મોકલી સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ કર્યો છે. પોલીસને બાતમી મળી હતી કે, હરણી રોડ પર આવેલ ઓરા ઈન્ટરનેશનલ સ્પામા ગોરખધંધા ચાલે છે. પોલીસે બાતમીના આધારે સ્પામાં ડમી ગ્રાહક મોકલ્યો હતો. જેના બાદ મહિલા પોલીસની ટીમ સ્પામાં ત્રાટકી હતી. મહિલા પોલીસ સાથેની ટીમે એક રૂમમાંથી ડમી ગ્રાહક સાથે આવેલી યુવતીને કઢંગી હાલતમાં ઝડપી પાડી હતી. સ્પાની આડમાં ચાલતા કૂટણખાનામાંથી પોલીસે છ યુવતીઓને છોડાવી હતી. 

fallbacks

પોલીસ તપાસમાં બહાર આવ્યુ કે, સ્પામાં ગ્રાહક દીઠ રૂપિયા 3000 રૂપિયા વસૂલવામાં આવતા હતા. જેની સામે યુવતીઓને 1500 રૂપિયા આપવામાં આવતા હતા. 

પોલીસે સ્પાના મેનેજર સહિત ત્રણની અટકાયત કરી ગુનો દાખલ કર્યો છે. તો સ્પાના સંચાલક સોનુ ગુપ્તા અને કૌશિક શ્રીમાળીને વોન્ટેડ જાહેર કર્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More