Home> India
Advertisement
Prev
Next

Corona Update: કોરોના વિરુદ્ધ જંગમાં ભારતે મેળવી આ મોટી સિદ્ધિ, ખાસ જાણો

ભારત કોવિડ-19 વિરુદ્ધ DNA રસી લગાવનારો દુનિયાનો પહેલો દેશ બની ગયો છે.

Corona Update: કોરોના વિરુદ્ધ જંગમાં ભારતે મેળવી આ મોટી સિદ્ધિ, ખાસ જાણો

નવી દિલ્હી: ભારત કોવિડ-19 વિરુદ્ધ DNA રસી લગાવનારો દુનિયાનો પહેલો દેશ બની ગયો છે. DNA આધારિત ઝાયકોવ-ડી(ZyCov D) ભારતની પહેલી નીડલ ફ્રી અને બીજી સ્વદેશી કોવિડ-19 રસી છે. આ રસીથી સોયથી ડરનારા લોકોને રાહત મળશે. હવે કોઈ પણ દુખાવા વગર રસીકરણ થઈ શકશે. આ બાજુ કોરોનાની સ્થિતિ વિશે વાત કરીએ તો દેશમાં છેલ્લા 24 કલાકમાં 1.07 લાખ નવા કેસ નોંધાયા છે. 

fallbacks

કોરોનાની દેશમાં સ્થિતિ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 1,07,474 દર્દીઓ નોંધાયા છે. જ્યારે 2,13,246 દર્દીઓ કોરોનાને માત આપીને રિકવર પણ થયા છે. હાલ દેશમાં કોરોનાના 12,25,011 દર્દીઓ સારવાર હેઠળ છે. એક દિવસમાં 865 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. અત્યાર સુધીમાં કોરોનાથી થયેલા મૃત્યુનો આંકડો 5,01,979 થયો છે. ડેઈલી પોઝિટિવિટી રેટ 7.42% થયો છે. રસીકરણની વાત કરીએ તો અત્યાર સુધીમાં કોરોના રસીના 1,69,46,26,697 ડોઝ આપવામાં આવ્યા છે. 

દુનિયાની પહેલી ડીએનએ રસી લોન્ચ
અત્રે જણાવવાનું કે એવા સમયે દેશમાં આ રસી લોન્ચ કરાઈ છે જ્યારે ભારતમાં કોવિડ-19ના સક્રિય કેસ ઘટી રહ્યા છે. હાલ દેશમાં રિકવરી રેટ પણ વધીને 95.64 ટકા થયો છે. ભારત સરકારે આ વર્ષની શરૂઆતમાં અમદાવાદ સ્થિત રસી નિર્માતા કંપની Zydus Cadila ની ડીએનએ રસીને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી હતી. આ મંજૂરી ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલ બાદ આવેલા પરિણામોના આધારે આપવામાં આવી. જે હેઠળ આ રસી સંક્રમણ સામે લગભગ 66 ટકા પ્રભાવી છે. 

રસીના 3 ડોઝ અપાય છે
DCGI એ 12થી 17 વર્ષની ઉંમરના બાળકો માટે તેના રસીકરણની મંજૂરી આપી છે. અત્રે જણાવવાનું કે મોટાભાગની કોવિડ-19 રસીના બે કે ત્રણ ડોઝ આપવામાં આવે છે. જ્યારે ZyCoV-D ના 3 ડોઝ આપવામાં આવશે. બીજો ડોઝ 28 અને ત્રીજો ડોઝ 56 દિવસના સમયાંતરે આપવામાં આવશે. 

પાર્ટનરશીપમાં કરાઈ વિક્સિત
Zydus Cadila ની રસીને બાયોટેક્નોલોજી ડિપાર્ટમેન્ટની સાથે પાર્ટનરશીપમાં ડેવલપ કરવામાં આવી છે. આ રસી ભારત બાયોટેકના કોવેક્સીન બાદ દેશમાં ઈમરજન્સી સ્થિતિ માટે ઉપયોગમાં લેવાનારી બીજી સ્વદેશી રસી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓના જણાવ્યાં મુજબ 93 ટકાથી વધુ વયસ્ક વસ્તીને ઓછામાં ઓછો એક ડોઝ મળેલો છે. જ્યારે 69.8 ટકાથી વધુ લોકોને બંને ડોઝ મળી ચૂક્યા છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More