Air balloon technology: આણંદના ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં આજે 27 દિવસથી બ્રિજ પર લટકી રહેલા ટેન્કરને ઉતારવા માટે પોરબંદરની મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, અને ટેન્કરનો નીચે બલૂન ગોઠવી ટેન્કરને ખેંચવા માટે લોખંડના 900 મીટર લાંબા કેબલોથી ખેંચવામાં આવશે તે માટે હાઇડ્રોલિક સિસ્ટમ સાથે કેબલોને જોડવામાં આવ્યા છે. અને 900 મીટર દૂર એપ્રોચ રોડ પર બનાવેલા કંટ્રોલરૂમમાંથી સમગ્ર ઓપરેશનનું સંચાલન થશે. અને આગામી બે ત્રણ દિવસમાં ટેન્કરને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવશે.
આવી નવી તારીખ! ગુજરાતમાં મંદ પડેલું ચોમાસું આ તારીખે સક્રિય થશે, હવે ઉ.ગુજરાત ડૂબશે?
ટેન્કરને સીધું એરલિફ્ટ નહીં કરવામાં આવે, પરંતુ ખાસ બનાવવામાં આવેલી બલૂન કેપસૂલની મદદથી તેને ઉંચું કરાશે. ટેન્કર નીચે બલૂન કેપસૂલ લગાવવામાં આવશે. જેને નાજુક રીતે ફુલાવી ટેન્કરને તૂટેલા ભાગ પરથી હયાત બ્રિજના લેવલ પર લાવવામાં આવશે. આ અંતર્ગત, ટેન્કરને નુકસાન પહોંચાડ્યા વિના સ્થિર કરવું મુખ્ય લક્ષ્ય છે. ત્યાર બાદ ટેન્કરને બ્રિજના છેડા તરફ કેબલ અને દોરડાઓની મદદથી ખેંચવામાં આવશે. સમગ્ર ઓપરેશન માટે સુરક્ષા વ્યવસ્થા કરાઈ છે.
મોરબીમાં ઈસુદાન ગઢવીની સભામા લાફાવાળી! નેતાજી જોતા રહ્યા'ને થઈ ગયો કાંડ, VIDEO વાયરલ
મરીન ઇમર્જન્સી વિશેષજ્ઞોની ટીમ સમગ્ર ઓપરેશનનું નેતૃત્વ કરે છે. વિદેશી ટેક્નોલોજીનો ઉપયોગ કરી ખાસ બલૂન સિસ્ટમ દ્વારા ટેન્કરને સપોર્ટ આપવામાં આવશે જેથી ખસેડવાનું કામ સરળ થઈ શકે. ટ્રકના પાછળના ભાગે લાંબા દોરડા અને બીજા એર બલૂન્સ તૈયાર રાખવામાં આવ્યા છે. જેને જરૂરી પળે ઉપયોગમાં લેવામાં આવશે. સમગ્ર ઓપરેશન દરમિયાન તમામ પ્રકારના સેફ્ટી સાધનો અને ટેકનિકલ સાધનો ટ્રક પાસે એકત્ર કરાયા છે.
રશિયન ઓઈલ મુદ્દે ટ્રમ્પની ધમકીઓનું પીંડલું વાળી ભારતે આપ્યો જબરદસ્ત જડબાતોડ જવાબ
સુરક્ષા દૃષ્ટિએ સમગ્ર વિસ્તારમાં ઘેરાબંદી કરવામાં આવી છે અને સ્થાનિક પ્રશાસન સતત ઓપરેશન પર નજર રાખી રહ્યો છે. આગામી થોડા કલાકોમાં ટેન્કરને ખસેડવા માટે બીજા સ્ટેપ શરૂ થવાની શક્યતા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે