Home> Gujarat
Advertisement
Prev
Next

સાસરીવાળાની ગેરહાજરીમાં લંપટ બન્યો તાંત્રિક, મહિલાને જમીન પર સૂવડાવી શરીર પર હાથ ફેરવ્યો

Superstition : ઘરમાં બધુ સારુ કરાવી આપવાની લાલચમાં તાંત્રિક શિક્ષિકા પર દાનત બગાડી, તેની સાથે વિધિ કરવાની શરૂ કરી અને
 

સાસરીવાળાની ગેરહાજરીમાં લંપટ બન્યો તાંત્રિક, મહિલાને જમીન પર સૂવડાવી શરીર પર હાથ ફેરવ્યો

Vadodara News : ઘરકંકાસથી દૂર રહેવા માટે સાસરીવાળાઓએ શિક્ષિકાને તાંત્રિકના હવાલે કરી દીધી હતી. એટલુ જ નહિ, તાંત્રિકે શિક્ષિકાને નિર્વસ્ત્ર પણ કરી હતી. ત્યારે શિક્ષિકાએ સાસરીયા અને તાંત્રિક સામે ફરિયાદ દાખલ કરી છે. વડોદરામા આ ચોંકાવનારી ઘટના બની છે. 

fallbacks

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાની પરિણીતા શિક્ષિકાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. શિક્ષિકાએ ફરિયાદમાં કહ્યું કે, વર્ષ 2010 માં મારા લગ્ન થયા હતા. અમને સંતાનમાં એક દીકરી છે. પરંતુ થોડા સમય પહેલા મારા પતિની નોકરી છૂટી ગઈ હતી. તેના બાદ અમે અનેક બિઝનેસ કર્યા પણ તેમાં અમને સફળતા ન મળી. જેથી અમારું દેવુ વધતુ જતુ હતું. જેથી અમારી વચ્ચે અવારનવાર રૂપિયાને લઈને ઝઘડા થતા હતા. તેથી મારા સાસુ-સસરાએ તાંત્રિક વિધિ કરાવવાનું નક્કી કર્યુ હતું. 

વેવાઈ-વેવણ ચર્ચામાં : વેવાઈના મૃતદેહને જોઈ વેવણને પણ આવ્યો હાર્ટ-એટેક

આ બાદ મારા સાસુ, સસરા અને પતિ આણંદના પાર્થીક ભુવાજી ઉર્ફે પાર્થ ભુવાજીને ઘરે લઈ આવ્યા હતા. તેઓ બપોરના સમયે વિધિ શરૂ કરી હતી. તેઓએ અમારા ઘરના ઉપરના માળએ મંત્રી બોલા એક લાલ કપડા પર ઘઉંના દાણા પાથર્યા હતા. જે બાદ ભુવાએ મારા સાસુ-સસરા અને પતિને નીચેના માળે મોકલી દીધા હતા. તે સમયે હુ અને ભુવો ઘરમાં એકલા હતા. ત્યારે તેણે મને કહ્યુ કે, તારી પર મેલી વિદ્યા થઈ હતી. તેથી તેને તારા શરીરમાંથી દૂર કરવુ પડશે. બાદમાં તેણે કહ્યું કે, હું તારી સાથે જે પણ કરું તે તારે કોઈએ નહિ કહેવાનું. તેણે મને જમીન પર સૂવડાવી હતી, પછી મારા પેટ પર 5 ચાંદલા કર્યા હતા, અને મને કપડા ઉતારવા કહ્યુ હતું. તેણે મારા શરીર પર સ્પર્શ કરવાનું શરૂ કર્યુ હતું. 

રૂપિયા ભરીને વીજળી વાપરો, ગુજરાત સરકાર લાવી રહી છે અત્યાર સુધીની સૌથી જોરદાર સ્કીમ

તેની મેલી દાનત પારખીને હું ગુસ્સે થઈ હતી, અને નીચે જતી રહી હતી. આ બાદ મેં આખી ઘટના વિશે મારા સાસરીવાળાઓને જાણ કરી હતી. પરંતુ તેઓ મારી વાત માનવા તૈયાર ન હતા. તેથી મેં તેમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોઁધાવી છે. 
 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More