Home> India
Advertisement
Prev
Next

Free Mobile With Internet: અહીં મહિલાઓને મળશે મોટી ભેટ, ત્રણ વર્ષ ઈન્ટરનેટ પેક સાથે મફત મળશે સ્માર્ટફોન

Free Mobile With Internet: આ રાજ્યમાં મુખ્યમંત્રીએ એવી જાહેરાત કરી છે કે મહિલાઓને તો મજા પડી જશે. રાજ્ય સરકારે રક્ષાબંધનના તહેવાર પર મોટી ભેટ આપવાની તૈયારી કરી છે. 40 લાખ મહિલાઓને ત્રણ વર્ષ માટે ઈન્ટરનેટ પેક સાથે મફત સ્માર્ટફોન આપવામાં આવશે. 

Free Mobile With Internet: અહીં મહિલાઓને મળશે મોટી ભેટ, ત્રણ વર્ષ ઈન્ટરનેટ પેક સાથે મફત મળશે સ્માર્ટફોન

રાજસ્થાન સરકારે રક્ષાબંધનના તહેવાર પર મોટી ભેટ આપવાની તૈયારી કરી છે. સરકારે જાહેરાત કરી છે કે રાજસ્થાનમાં 40 લાખ મહિલાઓને ત્રણ વર્ષ માટે ઈન્ટરનેટ પેક સાથે મફત સ્માર્ટફોન આપવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી અશોક ગેહલોતે શુક્રવારે આ મોટી જાહેરાત કરી. અત્રે જણાવવાનું કે રક્ષાબંધનનો તહેવાર ઓગસ્ટમાં ઉજવવામાં આવે છે. 

fallbacks

અશોક ગેહલોતે કહ્યું કે ચિરંજીવી યોજનામાં અમે તમામ મહિલાઓને મુખ્યા બનાવ્યા છે. 1.35 કરોડ મહિલાઓ ઘરની મુખ્યા બની ગઈ છે. આ મહિલાઓને સ્માર્ટફોનની સાથે સાથે ત્રણ વર્ષ સુધી મફત ઈન્ટરનેટ આપવામાં આવશે. હનુમાનગઢના રાવતસર કસ્બામાં મૂલ્ય રાહત શિબિરની મુલાકાત લીધા બાદ અશોક ગેહલોતે કહ્યું કે અમે નક્કી કર્યું છે કે રક્ષાબંધન પર રાજસ્થાનમાં મહિલાઓને 40 લાખ સ્માર્ટફોન આપવામાં આવશે. 

અત્રે જણાવવાનું કે મુખ્યમંત્રી અશોક ગેહલોતે પોતાના 2022ના બજેટ ભાષણમાં જાહેરાત કરી હતી કે ચિરંજીવી પરિવારોની મહિલા પ્રમુખોને ત્રણ વર્ષ માટ ઈન્ટરનેટ એક્સેસ સાથે સ્માર્ટફોન આપવામાં આવશે. મુખ્યમંત્રી ડિજિટલ સેવા યોજના હેઠળ લગભગ 1.35 કરોડ મહિલાઓને સ્માર્ટફોન આપવાના હતા. જો કે આ યોજનાને લાગૂ કરી શકાય નહીં કારણ કે આટલી મોટી સંખ્યામાં સ્માર્ટફોનની ખરીદી થઈ શકી નહીં. 

કોંગ્રેસમાં કોણ છે જે PM મોદીને આપી શકે છે ટક્કર? સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો

પહેલવાનોને મળવા પહોંચ્યા પ્રિયંકા ગાંધી, પૂછ્યું- આરોપીને કેમ બચાવી રહી છે સરકાર?

રાત્રે એવું તે શું થાય છે કે રડવા લાગે છે કૂતરા? કારણ જાણીને દંગ રહી જશો

આ વર્ષે ફેબ્રુઆરીમાં ગેહલોત સરકારે વિધાનસભામાં જણાવ્યું કે તેઓએ સ્માર્ટફોન વહેંચવા માટે બજેટમાં જોગવાઈ કરી છે. સરકારના જણાવ્યાં મુજબ 30 જાન્યુઆરી સુધીમાં કુલ 1,37,82,951 પરિવારોને ચિંરજીવી સ્વાસ્થ્ય વીમા યોજના હેઠળ રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. આ યોજના હેઠળ પરિવાર દીઠ 25 લાખ રૂપિયા સુધીનો વાર્ષિક મેડિકલ કવર આપવામાં આવે છે. 

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે થોડા સમય પહેલા 19 નવા જિલ્લા બનાવવાની પણ જાહેરાત કરી હતી. રાજ્યમાં પહેલેથી 33 જિલ્લા છે પરંતુ હવે રાજસ્થાનમાં કુલ 50 જિલ્લા હશે. છેલ્લા કેટલાક દાયકાથી નવા જિલ્લા બનાવવાની માંગણી થઈ રહી હતી. આ સાથે જ રાજસ્થાનમાં નવા ડિવિઝન બનાવવાની પણ જાહેરાત થઈ છે. રાજસ્થાનમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More