રવિ અગ્રવાલ/વડોદરા: વડોદરા લોકસભા ચૂંટણી માટે પોલીસ કર્મચારીઓ અને ગણવેશધારી જવાન મળી 6000 પોલીસ જવાનોએ પોસ્ટલ બેલેટની મતદાન કર્યું હતું. પોલીસ જવાનોમાં મતદાનને લઈ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જીલ્લા ચૂંટણી અધિકારીએ મતદાન કેન્દ્ર પર મુલાકાત લઈ મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું.
વડોદરા લોકસભા બેઠક પર બુધવારે પોલીસ જવાનો, હોમગાર્ડ અને એસઆરપી જવાનો મળી 6000 જવાનો માટે પોસ્ટલ બેસેટથી મતદાન થયું હતું. છાણી અને પ્રતાપનગર પોલીસ હેડ કવાર્ટસ ખાતે મતદાન યોજાયું હતું. પ્રતાપનગર ખાતે શહેર પોલીસ અને છાણી ખાતે જિલ્લા પોલીસના જવાનોએ મતદાન કર્યું હતું. મતદાનને લઈ પોલીસ જવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. હોમગાર્ડ અને પોલીસ જવાનોએ ફરજના ભાગરૂપે અને તેમના પ્રશ્રોને લઈ મતદાન કર્યું હતું.
મતદાનને લઈ ભાજપ કોગ્રેસના ઉમેદવારો પણ મતદાન કેન્દ્ર પહોચ્યા હતા. કોગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલે મતદાન કેન્દ્રની મુલાકાત લઈ ચૂંટણી પ્રક્રિયા નિહાળી હતી. સાથે જ પોલીસ જવાનો પરિવર્તન માટે મતદાન કરી રહ્યા હોવાનો દાવો કર્યો હતો. તો જીલ્લા ચૂંટણી અધિકારી શાલિની અગ્રવાલે છાણી સ્થિત મતદાન કેન્દ્ર પર પહોચી મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું. સાથે જ પોલીસ જવાનો સાથે મુલાકાત પણ કરી હતી.
પોલીસ, હોમગાર્ડ અને એસઆરપી જવાનો મતદાનના દિવસે ફરજ પર હોય છે. જેથી ચૂંટણી પંચે પોલીસ અને ગણવેશધારી જવાનો માટે પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા ઉભી કરી હતી. ત્યારે હવે 23 મેના રોજ પોલીસ જવાનોનો જોખ કોણા તરફ છે તે સ્પષ્ટ થઈ જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે