Home> Gujarat
Advertisement
Prev
Next

વડોદરા હાઈપ્રોફાઈલ રેપ કેસ : આરોપી રાજુ ભટ્ટ ક્રાઈમ બ્રાન્ચ સામે હાજર થયો, ક્રાઈમ બ્રાન્ચે ગેટ બંધ કર્યો

વડોદરાના હાઈ પ્રોફાઈલ દુષ્કર્મ કેસમાં મોટો વળાંક આવ્યો છે. આરોપી રાજુ ભટ્ટ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થયો છે. ફરિયાદ બાદથી જ રાજુ ભટ્ટ ફરાર હતો. તેના હાજર થતા જ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનના ગેટ બંધ થયા હતા. તેની આકરી પૂછપરછ શરૂ કરાઈ છે. જોકે, આ કેસનો બીજો આરોપી સીએ અશોક જૈન હજુ પણ ફરાર છે.  

વડોદરા હાઈપ્રોફાઈલ રેપ કેસ : આરોપી રાજુ ભટ્ટ ક્રાઈમ બ્રાન્ચ સામે હાજર થયો, ક્રાઈમ બ્રાન્ચે ગેટ બંધ કર્યો

રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરાના હાઈ પ્રોફાઈલ દુષ્કર્મ કેસમાં મોટો વળાંક આવ્યો છે. આરોપી રાજુ ભટ્ટ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થયો છે. ફરિયાદ બાદથી જ રાજુ ભટ્ટ ફરાર હતો. તેના હાજર થતા જ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનના ગેટ બંધ થયા હતા. તેની આકરી પૂછપરછ શરૂ કરાઈ છે. જોકે, આ કેસનો બીજો આરોપી સીએ અશોક જૈન હજુ પણ ફરાર છે.  

fallbacks

વડોદરાના હાઈપ્રોફાઈલ દુષ્કર્મ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે સવારથી અત્યાર સુધી 25 લોકોની પૂછપરછ કરી છે. લોકોનું ચેકિંગ કર્યા બાદ જ અંદર પ્રવેશ આપવામાં આવે છે. સાથે જ ક્રાઈમ બ્રાન્ચે બે લક્ઝુરિયસ કાર પણ ડિટેઈન કરી છે. નિસર્ગ ફલેટના માલિક રાહિલ જૈનને પૂછપરછ માટે બોલાવ્યા હતા. 

સીએ અશોક જૈનની કાર પોલીસે ડીટેઈન કરી છે. અશોક જૈનની ઓફિસના અને કેસને લગતાં લોકોની પૂછપરછ કરી છે. આરોપીને પકડવા પોલીસે 6 ટીમો બનાવી છે. પીડિતા યુવતીની પણ પોલીસે ઉલટ તપાસ શરૂ કરી છે.

અશોક જૈન હજી પણ ગાયબ 
આરોપી સીએ અશોક જૈન અને રાજુ ભટ્ટને પકડવા વડોદરા પોલીસને ઠેર ઠેર દરોડા પાડ્યા છે. ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ રાજસ્થાન અને બીજી અમદાવાદ રવાના થઈ હતી. જોકે, આરોપી અશોક જૈન પોલીસ પકડથી હજી પણ દૂર છે. ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ એરપોર્ટ પર પણ તપાસ કરી હતી. પોલીસે આરોપીઓ સામે લુક આઉટ સરક્યુલર કાઢી દેશભરના તમામ એરપોર્ટને જાણ કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More