Home> Gujarat
Advertisement
Prev
Next

વડોદરા: રેલવેના મેમુ કાર શેડ પાસે સિક્યુરિટી ગાર્ડની હત્યા, કારણ અકબંધ

રેલવેના મેમુ કાર શેડ પાસે નવનિર્મિત બિલ્ડીંગમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા જગજીત ઉર્ફે જગદીશભાઇ ભારતીયને અજાણ્યા શખ્સોએ ચાકૂના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. રેલવે પોલીસે અજાણ્યા હત્યારાઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
 

વડોદરા: રેલવેના મેમુ કાર શેડ પાસે સિક્યુરિટી ગાર્ડની હત્યા, કારણ અકબંધ

રવિ અગ્રવાલ/વડોદરા: રેલવેના મેમુ કાર શેડ પાસે નવનિર્મિત બિલ્ડીંગમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા જગજીત ઉર્ફે જગદીશભાઇ ભારતીયને અજાણ્યા શખ્સોએ ચાકૂના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. રેલવે પોલીસે અજાણ્યા હત્યારાઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

fallbacks

મૂળ ઉત્તરપ્રદેશના વતની જગજીત ઉર્ફ જગદીશભાઇ ગજરાજભાઇ ભારતીય(ઉં.વ.59) રેલવેના મેમુ કાર શેડ પાસે નવિન બંધાઇ રહેલી બિલ્ડીંગમાં રહેતા હતા. અને ત્યાં જ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. જગજીતભાઈની અજાણ્યા ઈસમો દ્વારા હત્યા કરી દેવાઈ હતી. જેની જાણ રેલવે પોલીસને કરાતા રેલવે પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી.

લોકસભા ચૂંટણી 2019: અમદાવાદ પૂર્વ બેઠક પર પરેશ રાવલ રીપિટ થશે કે નહીં?

સ્થળ પહોચેલી રેલવે પોલીસે મૃતદેહનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. સિક્યુરીટી જવાનની હત્યાનું રહસ્ય હજુ પણ અકબંધ છે. પોલીસે જણાવ્યું હતું કે, હત્યારાઓ ઝડપાયા બાદ હત્યાનું ચોક્કસ કારણ બહાર આવશે. હાલતો પોલીસે હત્યાનો ગુન્હો નોધીની તપાસ શરૂ કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More