દ હેગ : ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ) માં કુલભૂષણ જાદવ કેસની સુનવણી અગાઉ ભારત અને પાકિસ્તાનનાં અધિકારીઓનો આમનો સામનો થયો. આ દરમિયાન એક ખુબ જ રોચક ઘટના બની હતી. કુલભૂષણ જાધવ કેસની સુનવણી પહેલા ભારતની તરફથી વરિષ્ઠ વકીલ હરીષ સાલ્વે અને વિદેશ મંત્રાલયનાં જોઇન્ટ સેક્રેટરી દીપક મિત્તલ બેઠેલા હતા. બીજી તરફ તેમના ટેબલ પર પાકિસ્તાનનાં એટોર્ની જનરલ મંસુર ખાન પહોંચી ગયા. મંસુર ખાને જોઇન્ટ સેક્રેટરી દીપક મિત્તલ સાથે મિલાવવા માટે હાથ આગળ ધર્યો હતો. જો કે મિત્તલે પોતાની તરફથી આકરો જવાબ આપતા હાથ મિલાવ્યો નહોતો અને હાથ જોડીને જ અભિવાદન કર્યું હતું.
હવે વાતોનો સમય વહી ચુક્યો છે હવે ભારતની કાર્યવાહી સમગ્ર વિશ્વ જોશે: PM મોદીનો હુંકાર
કોઇ પણ અધિકારીએ ન મિલાવ્યો મંસુર ખાન સાથે હાથ
પાકિસ્તાનનાં એટોર્ની જનરલ મંસુર ખાને જોઇન્ટ સેક્રેટરી દીપક મિત્તલી તરફ હાથ મિલવવા માટે હાથ ધર્યો તો મિત્તલે હાથ જોડીને જ અભિવાદન કર્યું હતું. આ સાથે જ મિત્તલની સાથે હાજર કોઇ પણ અધિકારીએ મંસુર ખાન સાથે હાથ નહોતો મિલાવ્યો. દીપત મિત્તલે હાથ ન મિલાવવા મુદ્દે દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારત હવે દરેક ક્ષેત્રમાં પાકિસ્તાનનો વિરોધ કરી રહ્યું છે. તે દરેક પ્રસંગે પાકિસ્તાનને આકરો સંદેશ પાઠવી રહ્યું છે. આ સાથે જ પાકિસ્તાનને વિશ્વમાં એકલું પાડવા માટે પણ કુટનીતિક પ્રેશર લાવી રહ્યું છે.
10 લાખની ચોરીની પોલીસે ફરિયાદ નહી નોંધતા, MLA વિધાનસભામાં હિબકે ચડ્યા
જાદવના વકીલની સુવિધા વગર જ કસ્ટડીમાં રાખવામાં આવ્યા
આ બાદ કુલભૂષણ જાધવે કેસની સુનવણીમાં ભારતની તરફથી વરિષ્ઠ વકીલ હરીષ સાલ્વેએ કહ્યું કે, આ કેસ વિએના સંધીનું ઉલ્લંઘન છે. જાધવને કાઉન્સિલર (વકીલ)ની સુવિધા વગર જ સતત કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. જે બિનકાયદેસર છે. આ સાથે જ તેમણે શંકા વ્યક્ત કરી કે પાકિસ્તાન તેને એક પ્રોગેગેંડાના હથિયાર તરીકે વાપરી રહ્યું છે. પાકિસ્તાને તેમને કાઉન્સેલરની સુવિધા પુરી પાડવી જ જોઇએ કારણ કે પાકિસ્તાન તેવું કરવા માટે બંધાયેલું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે