Home> Gujarat
Advertisement
Prev
Next

કતારમાં ફસાયો વડોદરાનો યુવક, 3 મહિનાથી કેદ કરાયો છે, પરિવારે PMO માં માંગી મદદ

Vadodara Youth Trapped In Doha Qatar : વડોદરાનો યુવાન કતારના દોહામાં ફસાયો... કતારી સ્ટેટ સિક્યોરિટીએ અમિત ગુપ્તાને કેદમાં રાખ્યો... ટેક મહિન્દ્રા નામની IT કંપનીમાં કન્ટ્રી હેડ તરીકે ફરજ બજાવતા અમિત ગુપ્તા ફસાયા

કતારમાં ફસાયો વડોદરાનો યુવક, 3 મહિનાથી કેદ કરાયો છે, પરિવારે PMO માં માંગી મદદ

Vadodara News : વિદેશમાં રહેતા ભારતીયો પર એક પછી એક મોટા સંકટ આવી રહ્યાં છે. ત્યારે વડોદરાનો યુવાન કતારના દોહામાં ફસાયો છે. કતારના દોહામાં ટેક મહિન્દ્રા નામની આઈટી કંપનીમાં કન્ટ્રી હેડ તરીકે ફરજ બજાવતા અમિત ગુપ્તાને ત્રણ મહિનાથી કતારી સ્ટેટ સિક્યોરિટી દ્વારા કેદ કરાયો છે. પરિવારે PMO માં મદદ માંગી છે.

fallbacks

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાનો અમિત ગુપ્તા નામનો યુવક કતારના દોહામાં ટેક મહિન્દ્રા નામની આઈટી કંપનીમાં કન્ટ્રી હેડ તરીકે ફરજ બજાવે છે. કતારની સ્ટેટ સિક્યોરિટી દ્વારા અમિત ગુપ્તાને છેલ્લા ત્રણ મહિનાથી ખોટી રીતે કેદમાં રાખ્યો છે. 4/4 ની નાની અને ડાર્ક રૂમમાં અમિત ગુપ્તાને કેદ કર્યો છે. અમિત ગુપ્તા સામે પોલીસ કેસ દાખલ કર્યા સિવાય કેદમાં રાખવામા આવ્યો છે. 

ગુજરાતમાં ભાજપનું ટેન્શન વધશે, કોંગ્રેસે રાષ્ટ્રીય અધિવેશન માટે કરી મોટી તૈયારી

એટલું જ નહિ, અમિત ગુપ્તાના પરિવારને પણ મળવા નથી દેવાતા. જેથી  વડોદરાના તરસાલીમાં આવેલ મધુવન સોસાયટીમાં રહેતા યુવકના માતા પિતા ખૂબ ચિંતિત બન્યા છે. અમિત ગુપ્તાની પત્નીએ PMO માં મદદ પણ માંગી છે. પરિવાર PMO પાસેથી મદદની આશાએ બેસ્યું છે. 

અમિતના માતા પિતાએ પોતાનો પુત્ર હેમખેમ પાછો ભારત ફરે તેવી સરકાર પાસે માંગ કરી છે. વર્ષ 2013 થી અમિત ગુપ્તા કતારના દોહામાં નોકરી કરતો હતો. અમિત ગુપ્તા પર આઈટી કંપનીના ડેટા ચોરી કરવાનો આરોપ લગાવી તેને ખોટી રીતે કેદ કરાયો છે. જેને કારણે અમિતના બે બાળકો અને પત્ની પણ ખૂબ ચિંતિત બન્યા છે. 

અમિતના પિતાએ આનંદ મહિન્દ્રા ને ઈ-મેઈલ કરી તેમજ પત્ર કુરિયરથી મોકલી મદદ પણ માંગી છે. પરંતું આનંદ મહિન્દ્રા પણ આ કેસમાં મદદ નથી કરી રહ્યાં. 

અમદાવાદમાં ટ્રાફિકનો કાયદો બન્યો કડક, આ રીતે રસ્તા પર ગાડી ચલાવી તો થશે FIR

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More