ઝી બ્યુરો/વડોદરા: આજકાલ રાજ્યમાં મહિલાઓ પર દુષ્કર્મની ઘટનાઓ વધતી જઈ રહી છે, જ્યાં પાદરાના વડુ અંધારીપુરા ગામે વધુ એક છેડતીની ઘટના બની છે. પાદરાના વડુ અંધારીપુરા ગામે 20 વર્ષની યુવતીને ઘરે બોલાવી આબરૂ લેવાની કોશિશ 60 વર્ષના વૃદ્ધે કરતા યુવતીએ પોતાની આબરૂ બચાવવા પોતાનું બળ વાપરી ધારદાર ચપ્પુ હાથમાં લઇ વૃદ્ધના ગુપ્તાંગ પર મારી ગંભીર ઈજા કરતા વૃદ્ધને વધુ સારવાર અર્થે વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો છે. ઉક્ત બનાવના પગલે પાદરા પંથક વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે. વડુ પોલીસે યુવતીએ આપેલી ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી કરી છે.
અ'વાદમાં હવે વાહનોમાથી થુંકનારાની ખેર નથી! વિદેશની જેમ ઘરે આવશે મેમો, જાણો શુ છે દંડ
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, પાદરાના વડુ અંધારી પુરા ગામે પ્રાથમિક શાળાની બાજુમાં રહેતી 20 વર્ષીય યુવતી ધોરણ 12 સુધી અભ્યાસ કરેલ છે. આજરોજ સવારના સાડા નવ વાગે ઘરેથી ભેંસોનું વાંસીદુ ભરીને ખેતરમાં નાંખવા માટે ગયેલી અને મારા ખેતરમાં વાંસીદુ નાંખીને ખેતરથી ત્રણ-ચાર ખેતર નજીક આવેલ તલાવડીની પાળે માટી લેવા માટે ગઇ હતી, તે વખતે તલાવડીની પાળે ભીખાભાઈ મણીભાઈ ચૌહાણ,ઉ.વ.૬૦ નાઓ તેમના ઘરની નજીક ઉભેલા હતો અને ભીખાભાઈ ચૌહાણે યુવતીને બોલાવેલ હતી અને કહેલ કે 'તારૂ કામ છે તું મારા ઘરની અંદર આવ' તેમ કહેતા યુવતીને થયું કે કંઇ કામ હશે જેથી યુવતી ભીખાભાઈ સાથે તેમના ઘરની અંદર ગયેલ હતી.
ગુજરાતમાં અજીબોગરીબ કિસ્સો: ખૂંખાર દીપડાને આજીવન કેદની સજા, જાણો શું કર્યો છે કાંડ?
તે વખતે ભીખાભાઈના ઘરનો પાછળનો દરવાજો બંધ હતો અને જે દરવાજાથી ઘરની અંદર પ્રવેશ કરેલ હતો. તે દરવાજો ભીખાભાઇએ એકદમ દોડીને બંધ કરી દઈ શરીરે પહેરેલ કપડા કાઢી નાંખેલ હતા અને યુવતીને પકડવાની કોશિશ કરવા લાગેલ હતા. જેથી યુવતીએ બળ વાપરી ભીખાભાઈ ના હાથમાં આવી નહોતી અને યુવતી એકદમ ગભરાઇ જતા આજુબાજુ નજર કરતા ભીખાભાઈથી બચાવ માટે ત્યાં પડેલ ધારદાર ચપ્પુ હાથમાં લઈ લેતા યુવતી અને ભીખાભાઈ વચ્ચે ઝપા ઝપી થઇ હતી.
મતદાર યાદીમા નામ નોંધાવવાનુ બાકી છે? ઉતાવળ કરજો, ગુજરાતમા આ 4 દિવસ યોજાશે ખાસ ઝુંબેશ
તે દરમ્યાન ધારદાર ચપ્પુ ભીખાભાઈના ગુપ્તાંગ ઉપર વાગી ગયેલ હતું. જેથી ગુપ્તાંગ ઉપરથી લોહી નીકળવા લાગ્યું હતું અને તે વખતે ઝપાઝપીમાં ભીખાભાઈનો મોબાઇલ નીચે પડી ગયો હતો. તે મોબાઇલ યુવતી હાથમાં લઈ એકદમ દોડીને ઘરનો દરવાજો ખોલીને બહાર નીકળી બુમાબુમ કરી હતી. પરંતુ ઘટના સ્થળે કોઈ હાજર ન હોય યુવતી બચાવ માટે રસ્તા ઉપર જતી રહી હતી અને ત્યાં જઇ મોબાઇલથી 100 નંબર ઉપર ફોન કરી હરસિધ્ધિ માતા મંદિર પાસે જતી રહેલ હતી. પોલીસે યુવતીએ આપેલ ફરિયાદ આધારે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
પ્રિયાંશુ જૈન હત્યા કેસ: હત્યારો લંગડાતા પગે આવ્યો, પોલીસે કર્યું રિકન્સ્ટ્રક્શન
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે